આ થઇ શું રહ્યું છે ? હિંમતનગરમાં ફક્ત 21 વર્ષની કુમળી ઉંમરના યુવકને આવ્યો હાર્ટ એટેક, રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ એટેકના મામલાઓ ચિંતાજનક

હિંમતનગરમાં 21 વર્ષીય આશાસ્પદ યુવાનનું મૃત્યુ, અચાનક હૃદય બેસી ગયું- વાંચો સમગ્ર મેટર

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા :point_right: અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

21-year-old youth died of a heart attack : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના મામલો સતત વધી રહ્યા છે, જેમાં નાની ઉંમરના લોકોને હાર્ટ એટેક વધારે આવી રહ્યા છે, કોઈને જીમમાં કસરત કરતા કરતા હાર્ટ એટેક આવી રહ્યો છે તો કોઈને રમત રમતા હાર્ટ એટેકે આવવાની ઘટનાઓ સામે આવી રહી છે, તો કોઈને સ્કૂલ કોલેજમાં જ હાર્ટ એટેક આવી જવાના મામલાઓ પણ સામે આવ્યા છે, ત્યારે હાલ એક મામલો હિંમતનગરમાંથી સામે આવ્યો છે, જ્યાં 21 વર્ષના યુવકને હાર્ટ એટેક આવતા જ તેનું મોત થયું છે.

21 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત  :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સાબરકાંઠાના હિંમતનગરમાં રહેતા 21 વર્ષીય કેવિન રાવલ નામના એક કુમળી વયના યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. કેવિન પોતાના પરિવાર સસથે રાત્રીના સમયે વાતચીત કરી રહ્યો હતો, તે દરમિયાન જ તે ઘરમાં જ અચાનક ઢળી પડ્યો હતો. જેના બાદ તેને તાત્કાલિક મોડી રાત્રે જ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો જ્યાં ફરજ પર હાજર તબીબોએ કેવિન રાવલને મૃત જાહેર કર્યો હતો, જેના બાદ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

(પ્રતીકાત્મક તસવીર)

રોબોટિક સાયન્સનો અભ્યાસ કર્યો હતો પૂર્ણ :

કેવિન 3 વર્ષ પહેલા કેનેડા અભ્યાસ કરવા માટે ગયો હતો, જ્યાંથી અભ્યાસ પૂર્ણ કરીને પરિવાર સાથે રહેવા માટે હિંમતનગર આવી ગયો હતો. હાલમાં જ તેને રોબોટિક સાયન્સનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને પરિવારને પણ દીકરા માટે ઘણી બધી આશાઓ પણ હતી, પરંતુ અકાળે જ દીકરાનું આ રીતે મોત થવાના કારણે પરિવાર માથે પણ આભ તૂટી પડ્યું છે. હાલ તેનો પરિવાર પણ આઘાતમાં સરી પડ્યો છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના મામલાઓ સતત સામે આવી રહ્યા છે.

(પ્રતીકાત્મક તસવીર)

અમદાવાદમાં પણ આવ્યો યુવકને હાર્ટ એટેક :

ગત ગુરુવારના રોજ પણ અમદાવાદમાં એક હોટલમાં અંગત પળો માણવા માટે ગયેલા 32 વર્ષીય મોહમ્મદ અન્સારી નામના યુવકને પણ હાર્ટ એટેક આવ્યો હતો. તે એક યુવતી સાથે હોટલમાં ગયો હતો, પરંતુ યુવકને હાર્ટ એટેક આવતા જ યુવતી ગભરાઈને હોટલની બહાર નીકળી ગઈ હતી, જેના બાદ ઘણીવાર સુધી યુવક બહાર ના આવતા સ્ટાફે જઈને તપાસ કરી તો માલુમ પડ્યું કે યુવક બેડ પર પડ્યો છે. પોલીસ તપાસમાં યુવકનું મોત હાર્ટ એટેકથી થયું હોવાનું સામે આવ્યું હતું.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા :point_right: અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Niraj Patel