ગાંધીનગરમાં IT નું અભ્યાસ કરતો 21 વર્ષીય યુવકને હાર્ટ એટેક આવતા મોત, હાર્ટ એટેકથી બચવું હોય તો જુઓ આ વીડિયો
Student Has A Heart Attack in Gandhinagar : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના ઘણા મામલાઓ સામે આવી રહ્યા છે. ખાસ કરીને નાની ઉંમરમાં જ હાર્ટ એટેક આવવાના મામલાઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.
જે ચિંતાનો પણ વિષય છે. ઘણા યુવાનોને જીમમાં કસરત કરવા દરમિયાન, તો કોઈને ડ્રાઈવિંગ કરવા દરમિયાન, તો કોઈને ક્રિકેટ રમતા રમતા પણ હાર્ટ એટેક આવવાની ઘટનાઓ સામે આવી છે, ત્યારે હાલ વધુ એક હાર્ટ એટેકની ઘટના પાટનગર ગાંધીનગરમાંથી સામે આવી છે.
21 વર્ષના યુવકને આવ્યો હાર્ટ એટેક :
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર નવસારી જિલ્લાના બીલીમોરા ખાતે આવેલ જીવન જ્યોત એપાર્ટમેન્ટમાં રહેતો અને હાલ ગાંધીનગર ખાતે આઇટી ફિલ્ડમાં અભ્યાસ કરી રહેલા 21 વર્ષીય આયુષ ગાંધીને ગાંધીનગરમાં જ અચાનક હૃદયરોગનો હુમલો આવવાના કારણે અવસાન થયું છે. આયુષને હાર્ટ એટેક આવવાની જાણ તેના મિત્રો દ્વારા તેના પરિવારને કરવામાં આવતા જ પરિવાર આઘાતમાં આવી ગયો. 21 વર્ષની કાચી ઉંમરમાં જ દીકરાનું મોત થતા પરિવાર માથે પણ જાણે આભ તૂટી પડ્યું છે.
પરિવાર માથે તૂટ્યો દુઃખોનો પહાડ :
આજે સવારે લગભગ 11 વાગ્યાની આસપાસ આયુષની તબિયત બગડી હતી, જેના બાદ તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બીલીમોરાથી તેના માતા પિતા પણ ગાંધીનગર આવવા માટે રવાના થઇ ચુક્યા હતા, પરંતુ તબીબે થોડી વારમાં જ આયુષને મૂર્ત જાહેર કર્યો હતો. ત્યારે આ અંગે આયુષના પિરવારજનોને આયુષના મિત્રોએ ફોન કરીને જાણ કરતા જ તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
ભણવાના હતો ખુબ જ હોશિયાર :
કોરોના કાળ પછી યુવાનોમાં હાર્ટ એટેકના મામલાઓ પણ સતત સામે આવી રહ્યા છે. ત્યારે આયુષના મોત બાદ તેના વતનમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો છે. આયુષના પીરા હેમંતભાઈ ગાંધી ગડતની એક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને આયુષ ગાંધીનગરમાં આઇટીનો ઉચ્ચ અભ્યાસ કરી રહ્યો હતો. સાથે જ તે ભણવામાં પણ ખુબ જ હોશિયાર હતો. ત્યારે આમ અચાનક તેના નિધનથી મિત્રો પણ આઘાતમાં આવી ગયા છે.