વિદેશ જવા માંગતા ગુજરાતી સાવધાન, કેનેડામાં ભણવા ગયેલી ભારતીય યુવતીની ગોળી ધરબી હત્યા કરી નાખી

ચેતી જાઓ કેનેડા જનારાઓ….ભારતીય યુવતીને ધડબી દીધી ગોળી, બિચારા માતા પિતા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા

આજ કાલ તો લોકોને વિદેશ જવાનું ઘેલુ લાગ્યુ છે. ઘણા વિદ્યાર્થીઓ ભણી ગણી વિદેશમાં નોકરી કરી પૈસા કમાવાવ ઇચ્છતા હોય છે. જોકે, છેલ્લા ઘણા સમયથી એવી એવી ઘટના સાત સમૃદ્ધ પારથી સામે આવી રહી છે, જે સાંભળી આપણુ હૈયુ પણ ધ્રુજી ઉઠે છે. ત્યારે હાલ પણ વિદેશથી એક સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે, જેમાં કેનેડાના ઓટોરિયો પ્રાંતમાં એક શીખ યુવતીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. જે સમયે આ ઘટના બની તે સમયે યુવતી મિસિસાગા શહેરમાં તેની કારમાં પેટ્રોલ ભરી રહી હતી.

જ સમયે એક અજાણ્યા હુમલાખોરે તેની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. મૃત્યુ પામેલી યુવતીની ઓળખ પવનપ્રીત કૌર તરીકે થઇ હોવાનું સામે આવ્યુ છે, જે બ્રેમ્પટનમાં રહેતી હતી. આ યુવતી ભારતીય મૂળની કેનેડિયન શીખ છે. પરંતુ આ ઘટના બાદ પોલીસના ખુલાસાએ બધાને ચોંકાવી દીધા હતા. પોલીસનું કહેવું છે કે યુવતીને જે રીતે ગોળી મારવામાં આવી હતી તેનાથી ખ્યાલ આવે છે કે કેનેડામાં આ એક પ્રકારનું ટાર્ગેટ કિલિંગ છે. આ કેસની તપાસમાં સામેલ પોલીસે શંકાસ્પદ વ્યક્તિની તસવીર જાહેર કરી છે.

પોલીસે જણાવ્યું કે પવનપ્રીત પર ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેને કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોલીસે જણાવ્યું કે શંકાસ્પદ વ્યક્તિએ લાંબુ જેકેટ પહેર્યું હતું. પોલિસ ઓફિસર ટીમ નાગતેગલે કહ્યુ કે, લોકો સાથે પૂછપરછ બાદ જાણવા મળ્યુ કે, હુમલાખોરે કાળઆ રંગના કપડા પહેર્યા હતા. અમે એ જાણતા નથી કે સંદિગ્ધ હુમલાખોર છોકરો હતો કે છોકરી કારણ કે તે ઘણી તેજી સાથે ફરાર થઇ ગયો હતો. લોકોએ બસ તેને ભાગતા જ જોયો હતો.

Image source

એવામાં હુમલાખોરનું જેન્ડર જણાવવુ મુશ્કેલ છે. તેઓએ કહ્યુ કે, તેઓ મામલાની તપાસ કરી રહ્યા છે. સંદિગ્ધની શોધ કરવામાં આવી રહી છે. હુમલાના સમયે કેટલાક લોકો ઘટનાસ્થળે હાજર હતા. એક પ્રત્યદર્શીએ જણાવ્યુ કે, પહેલા ગોળીનો અવાજ સંભળાયો. અવાજ સાંભળતા જ જોયુ તો એક છોકરી જમીન પર પડેલી હતી. હું કેટલાક લોકો સાથે તે છોકરી પાસે પહોંચ્યો. અમે તેને બચાવવાની કોશિશ કરી. એમ્બ્યુલન્સ બોલાવી પરંતુ લોહી વધારે વહી જવાને કારણે તેનો જીવ ચાલ્યો ગયો.

Shah Jina