ઘોર કળિયુગ: 21 વર્ષના જુવાન જોધ છોકરા સાથે 52 વર્ષના આંટીએ લગ્ન કરીને કહ્યું, “વર્ષો પછી મળ્યો મને સાચો પ્રેમ” વાયરલ થયો લગ્નનો સ્ક્રિપ્ટેડ વીડિયો

પોતાના પૌત્રની ઉંમરના છોકરા સાથે આ મહિલા ફરી લગ્નના સાત ફેરા, ઉંમરનું 31 વર્ષનું અંતર પણ વચ્ચે ના આવ્યું, સ્ક્રિપ્ટેડ વીડિયો વાયરલ

આજના સમયમાં લગ્ન માટે નાત-જાત સિવાય હવે ઉંમર પણ લોકો નથી જોતા અને મોટી ઉંમરના વ્યક્તિઓ સાથે પણ લગ્ન કરી લેતા હોય છે. તમે ઘણા મોટી ઉંમરના પુરુષોને જોયા હશે જેમેણે પોતાનાથી અડધી ઉંમરની છોકરીઓ સાથે લગ્ન કરી લીધા હશે અને તેમના લગ્નની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયા હશે. પરંતુ હાલ એક મોટી ઉંમરની સ્ત્રી અને એક જુવાન જોધ છોકરાના લગ્નનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક 21 વર્ષનો જુવાન જોધ છોકરો લગ્નના સ્ટેજ પર ઉભો છે અને તેની પાછળ એક લગ્ન માટેની ખુરશી પણ છે. તેની બાજુમાં એક 52 વર્ષની મહિલા ઉભી છે. બંનેએ પોતાના ગળામાં વરમાળા પહેરી છે. ત્યારે જ કોઈ છોકરાને પૂછે છે કે “તમે લગ્ન કરી લીધા એકબીજા સાથે ?” ત્યારે છોકરો હામાં જવાબ પણ આપે છે.

જેના બાદ વીડિયો રેકોર્ડ કરનાર વ્યક્તિ છોકરાની ઉંમર પૂછે છે ત્યારે તે કહે છે કે તેની ઉંમર 21 વર્ષ છે અને તેને જેની સાથે લગ્ન કર્યા છે તે મહિલની ઉંમર 52 વર્ષ છે. ત્યારે સામે ઉભેલા લોકો છોકરાને પૂછે છે કે ભાઈ તે બરાબર કર્યું ? ત્યારે તે છોકરો જવાબ આપે છે કે “પ્રેમમાં ઉંમરનું કોઈ અંતર નથી હોતું, પ્રેમ ક્યારેય પણ થઇ શકે છે.”

વીડિયોમાં આગળ એ પણ જોઈ શકાય છે કે વીડિયો રેકોર્ડ કરનાર તે બંનેને પૂછે છે કે આ લગ્નથી તમે ખુશ છો તો મહિલા જવાબ આપે છે કે “હા અમે બંને ખુશ છીએ, મને મારા કરતા પણ વધારે ભરોસો આની ઉપર છે. કારણ કે મેં ત્રણ વર્ષ જોઈ લીધું છે.” ત્યારે હવે આ વીડિયો સોશિયલ મીડિયામાં જંગલની આગની જેમ વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોને શેર કરવાની સાથે કેપશનમાં લખવામાં આવ્યું છે, “અને આમની વરમાળા થતા જ કળિયુગના અંતિમ ચરણનો પ્રારંભ થયો.” જો કે આ વીડિયોની સાથે એ નથી જણાવવામાં આવ્યું કે આ વીડિયો ક્યાંનો છે અને ક્યારનો છે. એક રીતે જોતા આ સ્ક્રિપ્ટેડ વીડિયો અથવા કોઈ શોર્ટ ફિલ્મ કે નાટક માટે વીડિયો બનાવ્યો હોય તેમ પણ લાગી રહ્યું છે, ગુજ્જુરોક્સ પણ આ વીડિયોની પુષ્ટિ નથી કરતું. પરંતુ લોકો આ વીડિયોને ખુબ જ જોઈ રહ્યા છે.

Niraj Patel