1 નવેમ્બર એટલે કે આજે ઐશ્વર્યા રાય તેનો 46મો જન્મદિવસ ઉજવી રહી છે. 1994ની સાલમાં મિસ વર્લ્ડનો ખિતાબ જીતવાવાળી ઐશ્વર્યાનું ગ્લેમર અને સુંદરતા દિવસે દિવસે વધતા જાય છે.
હાલની મિસ વર્લ્ડ માનુષી છિલ્લર વિશે તો આપણે જાણીએ જ છીએ પણ 1994માં જયારે ઐશ્વર્યા રાયએ ક્યા પ્રશ્નનો જવાબ આપીને આ ખિતાબ જીત્યો હતો એ વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

1 નવેમ્બર 1973માં કર્ણાટકના મેંગલોર શહેરના એક તુલુ પરિવારમાં ઐશ્વર્યનો જન્મ થયો હતો. ત્યારબાદ ઐશ્વર્યનો પરિવાર મુંબઈ શિફ્ટ થઇ ગયો હતો. ઐશ્વર્યાના પિતા કૃષ્ણરાજ રાય આર્મીમાં બાયોલોજીસ્ટ હતા. ઐશ્વર્યાએ મેટ્રિક પાસ કર્યા બાદ આર્ટિટેક્ટ બનવાનું મન બનાવી લીધું હતું. પણ ત્યાર બાદ તેનું ધ્યાન મોડલિંગ તરફ આકર્ષિત થઇ ગયું અને તેને તેમાં કરિયર બનાવવાનું નક્કી કર્યું હતું.

19 નવેમ્બર 1994ના દિવસે સાઉથ આફ્રિકાના સન સિટીમાં આયોજિત મિસ વર્લ્ડ ખિતાબ મેળવવા તેમાં કુલ 86 દેશોએ પાર્ટિસિપેટ કર્યું હતું. જો કે ઐશ્વર્યની ખુબસુરતી અને તેના જવાબ આપવાના અંદાજે તેને મિસ વર્લ્ડનો ખિતાબ અપાવ્યો હતો. એ સમયે ઐશ્વર્યા ફક્ત 21 વર્ષની હતી.

આ પ્રતિયોગિતામાં ઉમેદવારની સુંદરતા સાથે તેની સમજ અને સ્વભાવને પણ પારખવામાં આવે છે. એ સમયે ઐશ્વર્યાને જજ કૈથરીન કેલી લૈંગ પૂછ્યું હતું કે, ‘ મિસ વર્લ્ડ 1994માં કઈ ક્વોલિટી હોવી જોઈએ?’
ત્યારે જરા પણ સમય બરબાદ કર્યા વિના ઐશ્વર્યાએ કહ્યું હતું કે,

‘આજ સુધી જેટલી પણ મિસ વર્લ્ડ બની છે એનું ઉદાહરણ જ આ પ્રશ્નના જવાબ માટે ઘણું છે. દરેક મિસ વર્લ્ડની અંદર લોકો પ્રતિ દયા હોય છે અને ફક્ત મોટા માણસો પ્રત્યે નહીં પણ એમની પ્રત્યે પણ સમ્માન હોય છે જેમની પાસે કશું નથી. આપણે એવા લોકોને જોયા છે જેને માણસોએ બનાવેલ રાષ્ટ્રીયતા અને રંગો જેવા અવરોધો નડતર રૂપ નથી થતા અને તેનાથી આગળ વધીને કામ કરે છે. આપણે તેમનાથી આગળ વધવાની જરૂર છે અને ત્યારે જ એક મિસ વર્લ્ડ મળશે. એક સાચા અને સારા માણસ તરીકે વિચારવાની જરૂર છે. ‘

એ પહેલા 1966ના વર્ષમાં રીટા ફારિયાએ 1966માં આ ખિતાબ જીત્યો હતો. રીટા પહેલી ભારતીય મહિલા હતી જેને આ ખિતાબ જીત્યો હતો. ઐશ્વર્યા બીજી ભારતીય છે જેને આ ખિતાબ જીત્યો છે.
મિસ વર્લ્ડના ખિતાબ બાદ ઐશ્વર્યાએ ફિલ્મ ‘ઈરુવર’ ફિલ્મથી તેના એક્ટિંગ કરિઅરની શરૂઆત કરી હતી. આજે ઐશ્વર્યા બોલીવુડની જાણીતી અભિનેત્રીઓમાંથી એક છે. ઐશ્વર્યાએ 2007માં અભિષેક બચ્ચન સાથે લગ્ન કરી લીધા હતા અને આજે તેમની આરાધ્યા નામની એક દીકરી છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.