સુરતમાં 1 વર્ષ પહેલા પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કરનારી 21 વર્ષની યુવતીએ કર્યો આપઘાત, ભાઈએ કહ્યું, “પ્રેમ લગ્ન માટે માતા પિતાની મંજૂરી ફરજીયાત કરો…”

ચેતી જજો લફરાં કરનારાઓ …. વાલીની મંજૂરી વગર પ્રેમ લગ્નનો કરૂણ અંજામ, એરપોર્ટમાં નોકરી કરતો હોવાનું કહી યુવતિને ફસાવીને પછી…..

21 year Married Woman Commits Suicide In Surat : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના ઘણા બધા મામલાઓ સામે આવી રહ્યા છે. જેમાં ઘણા લોકો આર્થિક તંગીના કારણે તો કોઈ ભણવામાં નિષ્ફળતાના કારણે આપઘાત કરી લેતા હોય છે, તો ઘણા મામલાઓ પ્રેમ સંબંધોના કારણે અને ઘણી મહિલાઓ સાસરિયાના ત્રાસથી પણ આપઘાત કરતી હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે હાલ સુરતમાંથી એક એવા જ આપઘાતની ઘટના સમયે આવી છે, જેમાં એક 21 વર્ષની પરણિતાએ આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી લીધું.

એરપોર્ટમાં કામ કરું છું કહીને ફસાવી પ્રેમજાળમાં :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર અસુરતના ડુમસ વિસ્તારની અંદર 21 વર્ષીય કરીના પટેલે પ્રેમ લગ્ન કર્યાના એક જ વર્ષમાં ઘરે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. કરીનાએ એક વર્ષ પહેલા જ પોતાના પરિવારની મરજી વિરુદ્ધ કિશન પટેલ નામના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. કિશને પોતે એરપોર્ટમાં નોકરી કરે છે એમ કહીને કરીનાને પોતાની પ્રેમજાળમાં  ફસાવી હતી અને પછી તેની સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તેને પતિ અને સાસરિયા દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો.

પરિવારની સહમતી વગર કર્યા હતા લગ્ન :

ત્યારે મૃતક કરીના પટેલના ભાઈ નીરવ પટેલે જણાવ્યું હતું કે કરીના પરિવારની એકમાત્ર લાડકી દીકરી હતી અને ભણેલી પણ હતી. તે સોશિયલ મીડિયાના માધ્યમથી ગવિયરમાં રહેતા કિશન પટેલના સંપર્કમાં આવી હતી, જેની બાદ તેને તેની સાથે પરિવારની સહમતી વગર લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ 3 મહિના સુધી તેની સાથે અબોલા રહ્યા પરંતુ બે ભાઈઓ વચ્ચે એકની એક બહેન અને પરિવારની લાડકી દીકરી હોવાના કારણે તેને ઘરે બોલાવતા હતા.

લગ્નના એક જ વર્ષ બાદ કર્યો આપઘાત :

કરીનાના ભાઈએ મેં પણ જણાવ્યું કે જયારે કરીના ઘરે આવતી થઇ ત્યારે તેને તેની મમ્મીને કહ્યું હતું કે કિશન કોઈ કામકાજ નથી કરતો અને તેને મગદલ્લા પોર્ટમાં નોકરી કરતો હોવાનું કહીને લગ્ન કર્યા હતા અને પિયરથી રૂપિયા લાવવા માટે પણ દબાણ કરે છે. ઘરમાં કામને લઈને પણ તે ત્રાસ આપે છે અને સાસરિયામાં ઘર ચલાવવા માટે પણ રૂપિયા નથી. ત્યારે આ બધાથી કંટાળીને જ કરીનાએ આપઘાત જેવું પગલું ભરી લીધું હોવાનું તેના ભાઈએ જણાવ્યું. સાથે જ નિરવે પ્રેમ લગ્ન માટે પરિવારની પણ મંજૂરી હોવાનું ફરજીયાત કરવાનું પણ જણવ્યું. હાલ પોલીસે દ્વારા પરિવારનું નિવેદન લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Niraj Patel