જ્યોતિષ શાસ્ત્ર

ખુશખબરી: 21 વર્ષ પછી શ્રાવણ મહિનામાં આ મહાસંયોગ બની રહ્યો છે, તેમા આ 7 રાશિેઓની ચમકશે કિસ્મત

શ્રાવણ મહિનો ભગવાન ભોલેનાથનો સૌથી પ્રિય મહિનો છે. મિત્રો આજથી પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ રહી છે. આ મહિનામાં દેવો કે દેવ મહાદેવને પ્રસન્ન કરવા માટે ભક્તો વિશેષ પૂજા-અર્ચના કરે છે. આ મહિનામાં ભગવાન શંકરના શિવલિંગ પર અભિષેક કરવાથી ભોલેનાથ પ્રસન્ન થાય છે. શિવલિંગ પર અભિષેક મુખ્યત્વે દૂધ કે પાણીથી કરવામાં આવે છે. હિન્દૂ કેલેન્ડરનો સૌથી મહત્વનો મહિનો કે પછી ભક્તિભાવથી ભરપૂર મહિનો પણ શ્રાવણ જ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શ્રાવણ મહિનો અમુક સંયોગ લઇને આવી રહ્યો છે.

Image Source

શ્રાવણ મહિનાની એ ખાસિયત છે કે આ મહિનામાં ઘણા તહેવારો આવે છે. જેમ કે હરિયાળી તીજ, નાગપંચમી, રક્ષાબંધન, જન્માષ્ટમી વગેરે. આ ઉપરાતં શ્રાવણ મહિનામાં ઉપવાસ રાખવાનું પણ ઘણું મહત્વ હોય છે. કહેવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં ભગવાન ભોલેનાથના સાચા મનથી આરાધના કરવામાં આવે તો તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે.

આ વખતે શ્રાવણ મહિનામાં મહાસંયોગ બની રહ્યો છે. મહાસંયોગની અસર અમુક રાશિઓ પર જોવા મળે છે અને તેના ઉપર ભોલેનાથની વિશેષ કૃપા જોવા મળે છે. જુઓ આ 7 રાશીઓની કિસ્મત ચમકશે અને તે ભાગ્યશાળી સાબિત થશે.

મેષ રાશિ:- મેષ રાશિના જાતકો માટે શ્રાવણ મહિનો ખૂબ જ શુભ રહેશે. તમે તમારા મહેનતથી બિઝનેસમાં સફળતા પ્રાપ્ત કરશો. જેમાં તમને ધનલાભ થવાના યોગ છે. જૂના મિત્રો સાથે મુલાકાત થવાના યોગ છે. જો તમે તમારી મનોકામના પ્રાપ્તિ કરવા માગતા હોય તો શિવજીની આરાધના કરવી જેથી તમને શુભ ફળ પ્રાપ્ત થશે.

મીન રાશિ:- મીન રાશિવાળા જાતકો માટે શ્રાવણનો મહિનો શુભ રહેશે તેમ જ તમને માન-સન્માનમાં વૃદ્ધિ થશે અને પ્રતિષ્ઠા બની રહેશે. તમારા ઘર પરિવારમાં ખુશીનો માહોલ બન્યો રહેશે. તેમજ તમને દરેક કાર્યમાં સફળતા મળશે અને તમે જે કાર્યની રાહ જોઈ રહ્યા હો એ કાર્ય પણ તમે કરી શકો છો આ મહિનામાં.

કન્યા રાશિ:- જ્યોતિષશાસ્ત્ર અનુસાર કન્યા રાશિવાળા જાતકો માટે શ્રાવણ મહિનો ખુશીઓ લઈને આવી રહ્યો છે. પહેલા તમને જે કામમાં રુકાવટ આવતી હોય તે ભગવાનની કૃપા વાતથી તમારું કામ થઈ જશે. કાર્યક્ષેત્રમાં તરક્કીની સંભાવના છે ઘર-પરિવારના સદસ્યોની સહયોગ સારો મળશે.

કર્ક રાશિ:- જ્યોતિષશાસ્ત્ર અનુસાર કર્ક રાશિના જાતકો માટે શ્રાવણ મહિનો ખૂબ જ સુખ અને ખુશીભર્યો રહેશે. કર્ક રાશિના જાતકો ભોલેનાથની ભક્તિમાં વ્યસ્ત રહેશે તેમજ પાર્ટનર સાથેનો સંબંધ મજબૂત બનશે. યાત્રાના યોગ બની રહ્યા છે નોકરી અને બિઝનેસ સાથે જોડાયેલા લોકોને ધનલાભ થશે.

કુંભ રાશિ:- 19 વર્ષ પછી શ્રાવણ મહિનામાં બનેલા આ રાશિના જાતકો માટે તેમના જીવનમાં ખુશીઓ લાવશે આ મહિનામાં તમે કોઈ મોટું કામ કરી શકશો. કોઈ ખુશ ખબરી તમને મળી શકશે. જીવનસાથી સાથે સંબંધોમાં મધુરતા આવશે અચાનક ધનલાભના યોગ છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવની આરાધના કરવી.

વૃશ્ચિક રાશિ:- વૃશ્ચિક રાશિના જાતકો માટે આ વર્ષે શ્રાવણ મહિનો ઘણા સારા સમાચાર લઈને આવશે. ભગવાન ભોલેનાથની કૃપાથી આ મહિનામાં તમારા અટકેલા બધા જ કામો પૂર્ણ થઇ જશે. આ મહિનામાં કોઈ જગ્યાએ રોકાણ કરવાથી ફાયદો રહેશે. પરિવાર અને સગા-સંબંધી સાથેનો મતભેદ દૂર થશે. જીવનસાથી સાથે ફરવા જવાના યોગ બનશે.

મકર રાશિ:- મકર રાશિવાળા જાતકો માટે શ્રાવણ મહિનો અનુકૂળ ફળ આપશે કાર્યક્ષેત્રમાં સારું પ્રદર્શન મળશે જેથી લોકો તમારી પ્રશંસા કરશે અને કોઈ મોટી ખુશખબરીના યોગ બની રહ્યા છે. આ સમય ભાગ્યનો સાથ મળશે. જીવનમાં નવા રસ્તા ખુલશે. આ મહિનામાં શિવજીની કૃપા તમારા ઉપર રહેશે અને તમને ધનલાભના યોગ બની રહેશે