7 વર્ષ પહેલા પિતાનું મૃત્યુ થયું હતું. આજે આ દીકરી 21 વર્ષની ઉંમરમાં બની ગઈ ડેપ્યુટી કલેક્ટર- વાંચો આજે પ્રેરણાદાયક સ્ટોરી

0
Advertisement

કહેવાય છે કે,’प्रतिभा किसी मदद की मोहताज नहीं होती।’ કઠિન પરિશ્રમ અને મહેનતથી દરેક મુકામને મેળવી શકાય છે. આજ કહેવતને સાબિત કરી બતાવી છે શહેરની એક દીકરી નિકિતાએ.

મધ્યપ્રદેશ લોક સેવા આયોગમાં ખરગોન શહેરના કુંદનગરમાં રહેતી નિકિતા મંડલોઈએ એસટી વર્ગમાં પોતાના પ્રદેશમાં ટોપ કર્યું. એમપીપીએસસી 2018ની પરીક્ષા પછી 286 ઓફિસરોને જ પસંદ કરવામાં આવ્યા હતા, જેમાં નિકિતા અવ્વલ આવી હતી. નિકિતાએ પહેલી જ વારમાં આ પરીક્ષા પાસ કરી લીધી હતી. સખત મહેનત અને લગનથી તે ડેપ્યુટી કલેકટર બની ચુકી છે.

Image Source

નિકિતાએ એસટી વર્ગમાં એમપીમાં ટોપ કર્યું અને પ્રદેશમાં 23મો રેન્ક મેળવ્યો. ભગવાનપુરા બ્લોકના સુખપુરીમાં મંડલોઈનો પરિવાર છે. નિકિતાના પિતા મંગલસિંહ ટીચર હતા અને તેમણે પોતાની દીકરીને ડીપ્ટી કલેક્ટર બનાવવાનું સપનું જોયું હતું. અમુક વર્ષો પહેલા તેઓ કુંદા નગરમાં મકાન બનાવીં અહીં જ વસી ગયા. સાત વર્ષ પહેલા પિતાની મૃત્યુ થઇ ગઈ. જેના ચાલતા ત્રણ બાળકોના ઉછેરની જવાબદારી માતા રાધા મંડલોઈ પર આવી ગઈ. માથા પરથી પિતાનો સહારો ઉઠી ગયા પછી નીકીતાએ હિંમત ના હારી અને સારી રીતે પોતાનો અભ્યાસ કરીને પોતાના પિતાના સપનાને પૂરું કર્યું. પોતાની દીકરીની આ સફળતા પર પરિવારના દરેક સદસ્ય ખુશીથી ગદગદ થઇ ગયા હતા.

વિદેશમાં નોકરીની ઓફરને પણ છોડી:

નીકિતાનો શરૂઆતનો અભ્યાસ શહેરના ઉત્કૃટ વિદ્યાલયમાં થયો હતો. જેના પછી તેણે ઇન્દોરના જીએસઆઇટીએસ કોલેજથી બાયો કેમિકલમાં એન્જીનીયરીંગ કર્યુ. કોલેજમાં અભ્યાસના દરમિયાન તેની પસંદગી પ્રાઇવેટ કંપની દ્વારા કરવામાં આવી. જેના દ્વારા લાખોના પૈકેજ પર વિદેશમાં નોકરી કરવાની ઓફર મળી, પણ નિકિતાએ આ ઓફરને છોડી દીધી અને પીએસસીની તૈયારીમાં લાગી ગઈ. નીકિતાએ અઢી વર્ષન મહેનતમાં પરીક્ષા પાસ કરી લીધી. નિકિતાએ પોતાના સંદેશમાં કહ્યું કે અભ્યાસના દરમિયાન લક્ષ્યને મેળવવાની જીદ દરેક બિદ્યાર્થીઓમાં હોવી જોઈએ. જેનાથી મુશ્કિલથી મુશ્કિલ સમયમાં પણ તમે સફળ થઇ જશો.

Image Source

ભાઈ અને મમ્મીથી મળ્યો સપોર્ટ:

નિકિતાએ કહ્યું કે પિતાના ગયા પછી તેનો ઉછેર માએ કર્યો હતો. મમ્મી અને અન્ય બે ભાઈઓએ પણ સપોર્ટ કર્યો હતો. જેને લીધે તે આજે અહીં સુધી પહોંચી છે. નિકિતાના બે મોટા ભાઈ રાહુલ મંડલોઈ કૃષિ વિભાગ અને અંકિત શાસકીય ટીચર છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here