જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 21 સપ્ટેમ્બર : બજરંગબલિની કૃપા આ 7 રાશિના જાતકો ઉપર આજના મંગળવારના શુભ દિવસે વરસવાની છે, આજે થશે કષ્ટોનું નિવારણ

1. મેષ – અ, લ ,ઈ (Aries): આજે તમે તમારી આશાઓ પર ભરોસો રાખો. પૈસા અને કાયદા સંબંધિત મામલાઓમાં સારી પહેલ અને ડીલ થઈ શકે છે. નવા મિત્રો મળશે. જેનાથી તમે ઘણું ખરું નવી ચીજો શીખી શકશો. ગુપ્ત  રીતથી તમે ખુબ સક્રિય રહેશો. કોન્ફિડન્સ સાથે જે પણ કરશો તેમાં સફળ રહેશો. જે વાત તમે બહુ પહેલા ક્યારેક સાંભળી હતી તે તમને ખુબ કામમાં લાગશે. રોજબરોજના કામ આજે પૂરા કરી લો. પરિવાર સાથે સારો સમય વીતશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): આજનો દિવસ ડિસિપ્લિનમાં રહેવાનો છે. દિવસના મધ્યમાં અનેક બાધાઓનો સામનો કરવો પડી શકે છે. પરંતુ જો તમારી પાસે એક નિર્ધારિત કાર્યક્રમ હોય તો તમે તે બાધાઓને પહોંચી વળવામાં સક્ષમ રહેશો. આજે ચીજોને સહજતાથી ન છોડો. દિવસ માટે પોતાને વ્યવસ્થિત અને તૈયાર રાખો. સફળ યાત્રાનો યોગ છે. વિદ્યાર્થીઓએ શિક્ષા પર પર્યાપ્ત ધ્યાન આપવું પડશે. દેવાની ચિંતા ઓછી થશે. પરસ્પર સંબંધોને મહત્વ આપો.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): તમારું સૌથી મોટું સપનું પૂરું થઈ શકે છે. પરંતુ તમારા ઉત્સાહને કાબૂમાં રાખો કારણ કે વધુ ખુશી પણ પરેશાનીનું કારણ બની શકે છે. તમે જીવનમાં પૈસાના મહત્વને સમજતા નથી પરંતુ આજે તમને તેનું મહત્વ સમજમાં આવી જશે. કારણ કે આજે તમને પૈસાની ખુબ જરૂર પડશે પરંતુ તમારી પાસે પૂરતું ધન નહીં હોય. ઘરમાં કેટલાક ફેરફાર તમને ખુબ ભાવુક બનાવી શકે છે. આ દરમિયાન તમે તમારી ભાવનાઓ તેમની સામે રજુ કરશો જે તમારા માટે ખાસ છે. સાચા અને પવિત્ર પ્રેમની અનુભૂતિ કરો. આજે તમને સાસરિયા પક્ષથી કોઈ ખરાબ સમાચાર મળી શકે છે. જેના કારણે મન દુખી રહી શકે છે.

4. કર્ક – ડ, હ (Cancer): જે કામ કરવાનું છે કે જવાબદારી મળી છે તે ખુશીથી સ્વીકારો. બધુ સરળતાથી પતશે. તમારા કામથી બીજાને  પ્રેરણા મળશે. નાણાકીય સ્થિતિમાં સુધાર થશે. મહેનતનું ફળ મળશે. સંબંધો મામલે વ્યવહારિક રહો. ઘરમાં કોઈ સભ્ય તમારી વિરુદ્ધ વાત કરી શકે છે. જેનાથી તમારી ભાવનાઓને ઠેસ પહોંચશે.

5. સિંહ – મ, ટ (Leo): જે લોકો તમને દગો  કરવા માંગે છે તેમના જૂઠ્ઠાણા તમે સમજી શકશો. પોતાની ભાવના જતાવવાની કોશિશ કરશો તો પ્રેમી મનની વાત સમજશે. કોઈ ખાસ વ્યક્તિના મતથી તમારી લાઈફમાં ફાયદાકારક ફેરફાર થઈ શકે છે. વા સંબંધ બનશે. સત્સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્યાપાર-વ્યવસાય મધ્યમ રહેશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): સારા લોકો સાથે મુલાકાત થશે. જેનો ફાયદો પણ થશે. મિત્રો સાથે સમય પસાર થશે. આજે કરાયેલી બિઝનેસ ડીલ ફાયદાકારક રહેશે. બિઝનેસ સારો ચાલશે. પરિવારમાંથી પણ મદદ મળશે. માહોલ ખુશનુમા રહેશે. યાત્રા થઈ શકે છે. ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્પત્ય સુખમાં કમી આવશે. નવા સંબંધ બની શકશે.

7. તુલા – ર, ત (Libra): ભાવનાઓ સારી રીતે પ્રદર્શિત કરી શકશો. ઈન્ટરવ્યુ કે સંબંધની વાત થશે તો સારું છે. ગંભીરતાથી કરાયેલી ચર્ચાથી કોઈ ખાસ મામલાનો ઉકેલ આવી શકે છે. કાર્યક્ષેત્રમાં ઘણુખરું સફળ થશો. સંતાન તરફથી સારા સમાચાર મળશે. અંગત રૂપે વધુ સાવચેતી રાખવી પડશે. ભૌતિક સુખ-સાધનોની પ્રાપ્તિ થઈ શક્શે. નોકરીમાં અધિકારી આપના મહત્વને સ્વીકાર કરશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): નાની મોટી યાત્રા કે મહત્વપૂર્ણ વાતચીત થશે. ખાસ લોકો તમને અને કામને નોટિસ કરશે. તમારી બુદ્ધિમત્તાથી કપરાં કામો પતાવશો. વધુ મહેનતવાળું કામ પણ કરવું પડી શકે છે. પૈસાનું ટેન્શન દૂર થવાની શક્યતા છે. સારા સમાચાર મળી શકે છે. પ્રગતિવર્ધક સમાચાર મળશે. આરોગ્ય સંબંધી સમસ્યાનો ઉકેલ મળશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): લોકોને મળવામાં અને વાત કરવામાં સફળ થશો. આસપાસના લોકો પર ધ્યાન રાખો. ઓફિસમાં વધુ જવાબદારીવાળું કામ મળી શકે છે. બીજાની મદદથી કરાયેલા કામોમાં અટવાઈ શકો છો. માંગલિક કામો થઈ શકે છે. મોટા ભાઈ કે મિત્રોની મદદ મળશે. પ્રતિષ્ઠિત વ્યક્તિઓથી સંબંધોમાં ઘનિષ્ઠતા આવશે જેનો લાભ ભવિષ્યમાં મળશે. માન-સન્માનમાં વૃદ્ધિ થશે. ધાર્મિક યાત્રાના યોગ બનશે.

10. મકર – જ, ખ (Capricorn): પોતાના પર ભરોસો કરો અને આગળ વધવાનું કામ કરો. બિઝનેસ કે નોકરીમાં ખાસ કામ પતાવવા માટે સારો દિવસ છે. ભાગ્યનો સાથ મળશે. મહત્વ અને સન્માન વધવાના યોગ છે. પૈસાની સ્થિતિમાં સુધાર અને ઉન્નતિ થવાની તકો મળી શકે છે.  વેપાર-ધંધો સારો ચાલશે. અણધાર્યા લાભની સંભાવના છે. સંતાન તરફથી સુખદ સમાચાર મળશે. ચિંતામુક્ત થશો.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): આજે તમારો દિવસ વ્યસ્ત રહેશે. ગંભીર સમસ્યાઓના ઉકેલ માટે આજે સારો સમય નથી. તમારી પાસે જે પહેલેથી કરવા માટે ઘણુ બધુ પેન્ડિંગ છે તેના પર ધ્યાન આપો કારણ કે તેનું ખુબ મહત્વ છે. આજે તમે સોફ્ટ ઝોનમાંથી બહાર ન નીકળો. તમે જે સૌથી સારું કરી શકો છો તેને વળગેલા રહેશો તો તમારી પ્રશંસા થશે. કૌટુંબિક સુખ અને આર્થિક અનુકૂળતાથી તમારું મન પ્રસન્ન રહેશે. નવી કાર્ય રચનાઓને સાકાર બનાવી શકો છો.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): એક આધ્યાત્મિક વ્યક્તિ આશીર્વાદની વર્ષા કરશે અને મનની શાંતિ લાવશે. આર્થિક પક્ષ મજબૂત થવાની પૂરેપૂરી શક્યતા છે. જો તમે કોઈ વ્યક્તિને પૈસા ઉધાર આપ્યા હશે તો આજે તે પૈસા પાછા મળવાની આશા છે. કૌટુંબિક સમસ્યા હલ કરવામાં તમારો બાળકો જેવો વ્યવહાર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. અજાણ્યા લોકો સાથે વાત કરવી સારી છે પરંતુ તેમની વિશ્વસનીયતા જાણ્યા વગર તેમને તમારા જીવનની વાતો જાણવવી એ સમય બગાડ્યા જેવું છે. બુદ્ધિ અને મનોબળથી સુખ-સમૃદ્ધિની સ્થિતિ સારી થતી જણાશે. સંતાન તરફથી સુખદ સમાચાર મળશે. વેપારમાં નવા કરાર થશે.