જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 21 ઓક્ટોબર : માતાજીની કૃપાથી આ 5 રાશિઓના જીવનમાં થશે ખુશીઓનું આગમન

1. મેષ – અ, લ ,ઈ (Aries):
આ રાશિના જાતકો આજના દિવસે ખુદને એકલા મહેસૂસ કરશે પરંતુ આ ફક્ત ભ્રમ રહેશે. ખુદને એકલા અને અસહાય સમજવાથી દૂર રહો. કામને લઇને દિવસ સારો રહેશે. જેથી કામ પર ધ્યાન આપો.
અંગત જીવનમાં આજના દિવસે થોડી સમજદારી રાખવી પડશે. આજના દિવસે પ્રેમી પંખીડા ઘણા રોમેન્ટિક અંદાજમાં નજરે આવશે. પરણિત લોકો આજના દિવસે તેના જીવનસાથી સાથે વાતચીત કરી શકે છે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આ રાશિના જાતકો આજના દિવસે તેના પાર્ટનર સાથેના સારા સંબંધ પર ધ્યાન આપે નહીં તો આજે ઝઘડો થઇ શકે છે. આવક વધવાના પ્રબળ યોગ થઇ શકે છે. માનસિક તણાવ તમારાથી દૂર ભાગશે અને આજે તમે ખુશ નજરે આવશો. કામને લઈને સ્થિતિ સામાન્ય રહેશે. આજે તમને કોઈનું માર્ગદર્શન મેળવી શકો છો. જેનાથી તમને લાભ થશે. અંગત જીવન આજે સુખી રહેશે. પ્રેમી પંખીડા આજના દિવસે તેના પ્રિય વ્યક્તિને કોઈ ગિફ્ટ આપી શકે છે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આજના દિવસે બુદ્ધિનો ઉપયોગ કરીને તમારા બગડેલા કામને પુરા કરી શકશો. આજના દિવસે તમારી કાર્ય કુશળતાને લઈને લોકો તમારી તારીફ કરશે. આજના દિવસે આવક સારી રહેશે. આજનો દિવસ આનંદમાં પસાર થશે. કામને લઈને સ્થિતિ સારી રહેશે. આજે કામમાં મજબૂતી દાખવશો. આજના દિવસે તમે ધંધાને લઈને નવો આઈડિયા તમારી પાસે આવશે. આજના દિવસે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. વધુ ચિંતા કરવાથી બચો. આજના દિવસે ગૃહસ્થ જીવન સારું રહેશે. પ્રેમી પંખીડા આજના દિવસે કોઈ વાતને લઈને નિરાશ થઇ શકે છે.

4. કર્ક – ડ, હ (Cancer):
આ રાશિના જાતકો આજના દિવસે ઘણા ભાવુક રહેશે. આજના દિવસે તેના પ્રિય વ્યક્તિને દિલની વાત જણાવશો. આજના દિવસે તમે કોઈ વ્યક્તિની ધ્યાન રાખતા હોય આમ છતાં પણ તેનો વ્યવહાર તમને દુઃખી કરી શકે છે. પરણિત લોકોના ગૃહસ્થ જીવન માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે તમે જીવનસાથી સાથે ઓફિસની વાત શેર કરી શકો છો. ઘરનો માહોલ પોઝિટિવ રહેશે. કામને લઈને સજાગ રહેશો. સ્વાસ્થ્ય સારું રહેશે. પેટને લઈને કોઈ સમસ્યા થઇ શકે છે.

5. સિંહ – મ, ટ (Leo):
આ રાશિના જાતકો આજના દિવસે ખુદને મજબૂત મહેસુસ કરશે. આજના દિવસે વિરોધીઓ તમને હેરાન કરી શકે છે પરંતુ સાંજ સુધીમાં તમે કોઈને કોઈ રસ્તો કાઢી જ લેશો, આજે તમે ધંધાને લઈને ઘણા ગંભીર રહેશો. પરિણીત લોકોના ગૃહસ્થ જીવન માટે આજનો દિવસ સારો થેશે. પ્રેમી પંખીડા આજના દિવસે ખુશ રહેશે.આવકમાં વધારો થશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે ખર્ચ થશે. ઘરમાં ખુશી આવશે. આજના દિવસે ક્યાંક બહાર જવાનો પ્લાન કરી શકો છો. આજના દિવસે તમારી માતા તમને કોઈ શિખામણ આપશે જે તમારા ધંધામાં કામ આવશે. જીવનસાથી ગુસ્સોમાં આવીને કંઈક ખરું-ખોટું કહી શકે છે. પરંતુ તેની વાતને મગજમાં ના લો. શાંતિથી કામ કરો. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ અપેક્ષાથી પણ સારો જશે. આજના દિવસે સ્વાસ્થ્ય સારું રહેશે.

7. તુલા – ર, ત (Libra):
આ રાશિના જાતકો માટે આજના દિવસે રોકાયેલા કામ બનશે. આજના દિવસે કોઈ નવા કામની શરૂઆત કરી શકો છો. આવકને લઈને આજના દિવસે તમે સંતુષ્ટ નજરે આવશો, આ આજના દિવસે ખર્ચ ઓછો થશે અને વિરોધીઓ પર તમે હાવી થશો. આજના દિવસે તમે કોઈ ધાર્મિક કાર્ય કરી શકો છો. અંગત જીવન સુખી રહેશે. કામને લઈને આજના દિવસે કોઈ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આ રાશિના જાતકોમાં આજના દિવસે મનમાં તણાવ રહેશે. કોઈ વાતનું પ્રેશર તમને વધુ પરેશાન કરશે. ખર્ચમાં આજના દિવસે વધારો થઇ શકે છે પરંતુ વધુ ટેંશનથી બચવું જોઈએ. નહીં તો સ્વાસ્થ્ય લથડી શકે છે. આજના દિવસે ભાગદોડ રહેશે. આજના દિવસે ક્યાંક ટ્રાવેલિંગ પર જવાનું થઇ શકે છે. ભાઈ-બહેનને પૈસાની જરૂર પડી શકે છે. ગૃહસ્થ જીવન માટે આજનો દિવસ સારો છે. જીવનસાથી આજના દિવસે હિંમત આપશે. પ્રેમી પંખીડા આજના દિવસે ખુશ રહેશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આજનો દિવસ જ્ઞાન, બળ અને બુદ્ધિને લઈને કામયાબ રહેશે. આજના દિવસે ચિંતા રહેશે. આજના દિવસે પારિવારિક જીવન પર ધ્યાન રહેશે. આજે કોઈ પ્રોપટી અથવા ઘર ખરીદવાનો વિચાર કરી શકો છો. આવક સામાન્ય રહેશે. ગૃહસ્થ જીવનમાં મનમેળને લઈને આગળ વધશો. પ્રેમી પંખીડા આજના દિવસે તેના પ્રિય વ્યક્તિ સાથે ક્યાંક બહાર ફરવા જઈ શકે છે.

10. મકર – જ, ખ (Capricorn):
આ રાશિના જાતકોએ આજના દિવસે જ્યાં કામ કરે છે ત્યાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આજના દિવસે બોસ સાથે ઝઘડો થઇ શકે છે. આજનો દિવસ મહત્વપૂર્ણ છે. અંગત જીવનમાં ખુશી મળશે. આજના દિવસે સાવધાનીથી કામ લો. અંગત જીવન માટે આજનો દિવસ સારો રહેશે. લવ લાઈફ અને પરણિત લોકો માટે આજનો દિવસ સારો રહેશે. આજે કાર્ય કુશળતા અને વિચારના કારણે પરિવારમાં અહમ ભૂમિકા નિભાવશે. સ્વાસ્થ્ય સારું રહેશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આ રાશિના જાતકો માટે આજના દિવસે વૃદ્ધ વ્યક્તિની તબિયતને લઈને થોડા પરેશાન રહેશે. ભાગ્યને લઈને આજના દિવસે ધંધામાં નવા સંપર્કમાં રહેશે. આજના દિવસે નવો સોદો થઇ શકે છે જેનાથી સારો નફો મેળવી શકો છો. આજના દિવસે આવકમાં વધારો થશે. ગૃહસ્થ જીવન વિતાવતા લોકો માટે જીવનસાથી સાથે રોમાન્સ કરતા નજરે આવશે. પ્રેમી પંખીડા આજે તેના પ્રિય વ્યક્તિ વિષે વિચારીને મન ખુશ થશે. કામને લઈને દિવસ થોડો કમજોર રહેશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. જે કામ વિષે વિચારશો તેમાં સફળતા મળશે. ભાગ્ય તમારી સાથે રહેશે. કામને લઈને આજનો દિવસ સારો રહેશે. અંગત જીવનને લઈને તનાવપૂર્ણ રહેશે. આજના દિવસે બીજાને પ્રેરણા મળશે. આજના દિવસે અચાનક ધન પ્રાપ્તિના યોગ બનશે. આજે કોઈ મહિલા સાથે ઝઘડો ના કરો.