જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 21 માર્ચ : આ 7 રાશિઓના જાતકો માટે રવિવારનો આજનો દિવસ રહેવાનો છે ખુબ જ ખાસ, જાણો આજે શું કહે છે તમારું રાશિફળ

1. મેષ – અ, લ ,ઈ (Aries):આ રાશિના જાતકોએ આજના દિવસે પોતાના ખર્ચ ઉપર કાબુ રાખવાની જરૂર છે. આજના દિવસે કોઈ રોકાણ ના કરવું, નહિ તો મુશ્કેલીમાં મુકાઈ શકો છો. આજે કોઈને પૈસા આપતા પહેલા વિચાર કરી લેવો. પરિણીત લોકોના જીવનમાં આજે પોતાના જીવનસાથીની સલાહ ખુબ જ કામ લાગશે. પ્રેમી પંખીડાઓ આજે પોતાના પ્રિયજન પાસેથી કોઈ ભેટ મેળવી શકશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):આ રાશિના જાતકો માટે આજનો દિવસે કોઈ ધાર્મિક યાત્રા ઉપર જવાનો બની શકે છે. જેના કારણે મનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. આ યાત્રા તમારા માટે ખુબ જ ફાયદાકારક રહેવાની છે. તમારી યાત્રા દરમિયાન કોઈ ગરીબને દાન આપવું તમારા માટે લાભ કારક સાબિત થઇ શકે છે. આજે પોતાના પાર્ટનર સાથે દિલમાં મૂંઝવતી વાત શેર કરવી. આજે તમારું પાર્ટનર તમારું સાચું સાથી હશે. પ્રેમી પંખીડાઓને આજે મળવા માટે રાહ જોવી પડશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):આ રાશિના જાતકો આજના દિવસે કોઈ લાંબા સમયથી ચાલી આવતી બીમારીથી છુટકારો મળેવી શકે છે. આજના દિવસે તમને માનસિક શાંતિ હશે, પરંતુ પારિવારિક સમસ્યાઓના કારણે થોડા ચિંતામગ્ન રહી શકો છો. તમારા જીવનનું મૂલ્યાંકન કરવાનો આજનો દિવસ ઉત્તમ છે. આજે તમને કોઈ નવો રસ્તો મળશે. પરિણીત લોકો આજે પોતના પાર્ટનર સાથ સારો સમય પસાર કરશે. પ્રેમી પંખીડાઓ એક બીજા ઉપર ગુસ્સો કરતા નજર આવશે.

4. કર્ક – ડ, હ (Cancer): આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. તે છતાં પણ કોર્ટ કચેરી સાથે જોડાયેલા મામલામાં તમને આજના દિવસે લાભ મળી શકે છે. આજે તમારા વિરોધીઓથી તમારે સાવચેત રહેવાની જરૂર છે. પરણિત લોકો આજે પોતાના પાર્ટનરને કોઈ સારી હોટલમાં જમવા લઇ જઈ શકે છે. પ્રેમી પંખીડાઓ આજે જીવનની કોઈ મહત્વની ક્ષણ વિશે ગંભીર બનીને ચર્ચા કરી શકે છે.

5. સિંહ – મ, ટ (Leo):આ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો ચિંતા ભરેલો રહેશે. પરિવારમાં કોઈ જૂનો વિવાદ ચિંતાનું કારણ બની શકે છે. કાર્યસ્થળ ઉપર પણ આજે જોઈએ એટલી ખુશી નહીં મળે. આજના દિવસે મનને જેમ બને તેમ શાંત રાખવાનો પ્રયત્ન કરવો, પરણિત લોકોના જીવનમાં આજે થોડા મતભેદ થઇ શકે છે. પ્રેમી પંખીડાઓએ આજના દિવસે કોઈ એવી વાત ના કરવી જેનાથી તકલીફ થાય.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):આ રાશિના જાતકો આજના દિવસે કોઈ જુના મિત્રને મળી શકે છે. જે તમને કોઈ નવા ફાયદા વિશે સમજાવશે. આજે તમારી તબિયત સાચવજો, નહિ તો આગળ જતા એ તકલીફ મોટું રૂપ ધારણ કરી શકે છે. પરણિત લોકોના જીવનમાં આજે સાસરી પક્ષ તરફથી કોઈ ખુશીના સમાચાર આવી શકે છે. પ્રેમી પંખીડાઓ પોતાના સંબંધને લઈને આજે ઘરમાં વાત કરી શકે છે.

7. તુલા – ર, ત (Libra): આ રાશિના જાતકો માટે આજનો દિવસ તકલીફોથી ભરેલો રહેશે. આજના દિવસે કોઈ નવા કામની શરૂઆત ના કરવી. આજે ધંધામાં પણ તમને નુકશાન થઇ શકે છે. આજે કોઈ વડીલની સલાહ તમારા માટે ફાયદાકારક રહશે. પરણિત લોકોના જીવનમાં પાર્ટનર સાથે મતભેદ થઇ શકે છે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ મધ્યમ રહેશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): આ રાશિના જાતકોએ આજે મહેનતથી કામ કરવું પડશે. તમારી મહેનત જ તમને સફળતા તરફ લઇ જશે. આજે કામનો ભાર પણ તમારા ઉપર વધારે જોવા મળશે. તમારા નજીકના લોકોનો આજે તમને સાથ-સહકાર મળી શકે છે. પરણિત લોકોને આજે પાર્ટનર તરફથી કોઈ ભેટ મળી શકે છે. પ્રેમી પંખીડાઓ આજના દિવસે પોતાના સંબંધને આગળ વધારવાના પ્રયાસો કરી શકે છે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આ રાશિના જાતકો આજના દિવસે શેર બજારમાં રોકાણના કારણે ફાયદો મેળવી શકશે. આજનો દિવસ તમારા માટે ખુબ જ ખાસ રહેવાનો છે. આજના દિવસે આવકના નવા સાધનો તમને મળશે. જેના કારણે મનમાં પણ ખુશી હશે. પરણિત લોકો આજે પોતાના પાર્ટનરને બહાર લઇ જઈ શકે છે. પ્રેમી પંખીડાઓ માટે પણ આજનો દિવસ સારો રહેશે.

10. મકર – જ, ખ (Capricorn):આ રાશિના જાતકોએ આજે નિર્ણય લેતા પહેલા કોઈ વરિષ્ઠ વ્યક્તિની સલાહ લેવી. જે તમને ખુબ જ ફાયદાકારક રહેશે. કાર્યસ્થળ ઉપર પણ જો કોઈ વાતમાં તમને સમજ ના પડે તો સિનયરની સલાહ તમારા માટે ફાયદાકારક રહેશે. પરણિત લોકોને પોતાના પાર્ટનર દ્વારા જીવનમાં કોઈ મહત્વની વાત જાણવા મળી શકે છે. પ્રેમી પંખીડાઓ આજે રોમાન્ટિક મૂડમાં નજર આવશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): આ રાશિના જાતકોએ આજના દિવસે પોતાના ગુસ્સા ઉપર સંયમ રાખવાની જરૂર છે. ગુસ્સામાં તમે તમારા સંબંધોને ખરાબ કરી શકો છો. આજના દિવસે તમારા શબ્દો દ્વારા કોઈનું દિલ પણ તૂટી શકે છે. માટે આજે મૌન રહેવામાં જ ભલાઈ છે. નોકરી ધંધામાં આજનો દિવસ સામાન્ય રહેશે. પરણિત લોકોના જીવનમાં કોઈ નવી ખુશી આવી શકે છે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ સામાન્ય રહેશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): આ રાશિના જાતકોને લાંબા  સમયમાં રોકાણમાં આજે ફાયદો થવાનો છે. તમારી અવાક આજના દિવસે વધતી જોવા મળશે. આજે તમને કોઈ અંધારી ખુશીનો અનુભવ થશે. નોકરી ધંધામાં પણ આજે સારો લાભ થવાની સંભાવના રહેલી છે. પરણિત લોકો આજે પોતાના પાર્ટનર સાથે દિલની વાત કરી શકે છે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ સારો રહેશે.