જ્યોતિષ શાસ્ત્ર

આ 5 રાશિઓ પર અત્યંત હાનિકારક રહેશે સૂર્ય ગ્રહણ, જલ્દી વાંચો

જ્યોતિષકારોના આધારે આવનારી અષાઢી અમાસ 21 જૂન રવિવારના રોજ સૂર્યગ્રહણ થવાનું છે. આ વખતનું સૂર્યગ્રહણ ઘણા કારણોથી વધારે વિશેષ હશે. પહેલુ કે આ સૂર્યગ્રહણ ચાર કલાકની લાંબી અવધિ સુધીનું રહેશે. બીજુ એ કે સૂર્ય ગ્રહણ રવિવાર એટલે કે સૂર્દેવના વારના દિવસે જ થઇ રહ્યું છે.

Image Source

અને ત્રીજી સૌથી મહત્વની વાત એ કે આ સૂર્યગ્રહણમાં સૂર્યનો લગભગ 94 ટકા ભાગ ગ્રસિત થઇ જશે જેનાથી દિવસમાં પણ રાત્રિનો અનુભવ થશે. જેને લીધે સૂર્યગ્રહણ ભૌગોલિક, સામાજિક અને વ્યક્તિગત રૂપથી દરેક પર ઊંડી અસર કરશે.

Image Source

સૂર્યગ્રહણને જો ભારતીય ભૂભાગના હિસાબે જોવામાં આવે તો તે સવારે 10 વાગે શરૂ થશે અને બપોરે 2 વાગ્યા પછી સમાપ્ત થશે. ગ્રહણનું સૂતક 20 જૂન શનિવાર ની રાતે 10.20 મિનિટ પર ગ્રહણના 12 કલાક પહેલા જ શરૂ થઇ જશે અને સમાપ્ત થયા સુધી સૂતક રહેશે.

Image Source

ગ્રહણની આસર રાશિઓ પર પણ ખુબ જોવા મળશે. જો કે સૌથી વધારે અસર મિથુન રાશિ પર જોવા મળશે. એવામાં મિથુન રાશિના લોકોને સાવધાની વરતવાની જરૂર રહેશે. સ્વાસ્થ્યની બાબતમાં પણ સજાગ રહેવું પડશે. આવો તો જાણીએ બાકીની રાશિઓ પર તેની શું અસર થવાની છે.

Image Source

1. મેષ: તમારા માટે આ ગ્રહણ સામાન્ય રહેશે. નાના અભાઈ-બહેનો સાથે વિવાદ થઇ શકે છે.

2. વૃષભ:આ ગ્રહણની સીધી અસર તમારી વાણી પર પડશે અને ગુસ્સો વધશે. તમારા વ્યવહારને સંયમિત રાખો નહિતર તમારા બધા જ કામ બગડી શકે છે.

3.મિથુન રાશિ:જીવનમાં સંઘર્ષ અને માનસિક તણાવ વધશે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવી શેક છે. માનસિક તણાવ અને નકારાત્મક વિચારને આવવા ન દો.

4. કર્ક રાશિ: ખોટા ખર્ચાઓ વધી શકે છે અને આર્થીક તંગીની સમસ્યાઓ આવી શકે છે. કોઈપણ પ્રકારની લેવળ દેવળમાં સાવધાની રાખો.

Image Source

5. સિંહ રાશિ: મોટા ભાઈ-બહેનો સાથે વાદ-વિવાદ થઇ શકે છે.

6. કન્યા: પ્રોફેશનલ લાઈફ પર માનસિક તણાવ વધી શકે છે. બૉસ અને અન્ય કર્મચારીઓથી સતર્ક રહો. વાદ-વિવાદથી બચો.

7. તુલા રાશિ: તમારા કાર્યોમાં ખુબ અડચણો આવશે. ખુબ પ્રયત્નો પછી કામ સિદ્ધ થતા જણાશે.

8.વૃશ્ચિક રાશિ: સ્વાસ્થ્યનું ખાસ ધયાબ રાખવાની જરૂર રહેશે. વાહન ચલાવવામાં સાવધાની રાખો. વિવાદોથી દૂર રહો.

9.ધનુ: વૈવાહિક જીવનમાં તણાવ વધશે. જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર રહેશે.

10. મકર રાશિ:વિરોધીઓ પર વિજય મળશે, વધારાના બેકાર વિવાદોથી દૂર રહો. વિવાદ કરીને સમસ્યાઓ ન વધારો.

11.કુંભ:બાળકો સાથે વાદ-વિવાદ થઇ શકે છે. ગુસ્સા પર પણ નિયંત્રણ રાખો.

12.મીન:નાની-નાની વાતો પર ગુસ્સો આવી શકે છે. પ્રોપર્ટી સાથે જોડાયેલી લેવલ દેવળ હાલના સમયમાં ન કરો. ગૃહકલેશ વધી શકે છે.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.