આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 21 ફેબ્રુઆરી 2020

0

1. મેષ – અ, લ ,ઈ (Aries):
આજે લાંબા સમય માટે રોકાણ કરવા માંગો છો તો સારો દિવસ છે. વિદેશમાં વેપાર ફેલાવવાના સારા અવસર મળશે. પ્રેમીઓ માટે આજનો દિવસ સારો છે. આજે એકબીજા સાથે સારો સમય વિતાવી શકશો. જે મિત્રો લગ્ન કરવા માટે ઈચ્છુક છે તેઓને આજે સારા ઘરના માંગા આવશે. આજે વિદ્યાર્થી મિત્રો માટે પણ સારો દિવસ છે લાંબા સમયથી ચાલી રહેલ પરેશાનીનો અંત આવશે. આજે માતાની તબિયત નરમગરમ રહેશે. આજે શિક્ષકોની મુલાકાત તેમના જુના અને પ્રિય વિદ્યાર્થીઓ સાથે થશે. આજે પારિવારિક બિઝનેસ માટે સારો સમય છે. પરિવારમાં સંપને કારણે મોટી મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. અચાનક ધનલાભ પણ થઇ શકે છે.
શુભ અંક : ૨
શુભ રંગ : ગુલાબી

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આજનો દિવસ નવા કાર્ય કરવા માટે ખૂબજ યોગ્ય સમય છે તમને આજે તમારા ઉપરી અધિકારી તરફથી પુરતો સપોર્ટ મળશે જેના લીધે આજે ઘણા સમયથી અટકી પડેલા કામને તમે આગળ વધારી શકશો. આજે તમારે કોઈપણ વ્યક્તિ સાથે વાત કરો ત્યારે તમારી વાણી પર સંયમ રાખજો નહિ તો તમારું બનેલું કામ બગડી શકે છે. કોઈપણ નવા કાર્યની શરૂઆત કરતા પહેલા ઈશ્વરને યાદ કરવાનું ચુકતા નહિ. આજે બપોરનો સમય તમારી માટે લાભદાયી છે. આજે પરિવાર તરફથી પણ તમારા વખાણ થશે જેનાથી તમને ખૂબ આનંદ મળશે.
શુભ અંક : ૧
શુભ રંગ : સફેદ

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આજે તમને માનસિક થાક લાગી શકે છે તો આજે કોઈપણ જાતના નકારાત્મક વિચારો મન પર હાવી ના થાય તેનું ધ્યાન રાખજો. આજે કામ કરવામાં એક નવો જ ઉત્સાહ જોવા મળશે. ટૂંકી ધાર્મિક મુસાફરી બની શકે છે. આજથી જ નવા દિવસની નવા જોશ અને ઉત્સાહ સાથે શરૂઆત કરો ઈશ્વર તમારી સાથે જ છે. બસ થોડી હજુ વધારે મહેનત તમને સફળતાનો સ્વાદ જરૂર કરાવશે. આજે ગમે એવી મુશ્કેલી આવે તમારે ડરવાની કે ડગવાની જરૂરત બિલકુલ નથી. આજે દરેક નિર્ણય તમારા વડીલો અને જીવનસાથીની સલાહ લઈને જ કરો.
શુભ અંક : ૪
શુભ રંગ : ગ્રે

4. કર્ક – ડ, હ (Cancer):
આર્થિક પરીસ્થિતિ આજે મજબુત બનશે. નોકરી કરતા મિત્રોને પ્રમોશન દ્વારા ઉચ્ચ પદ પ્રાપ્ત થઇ શકે છે. વેપારમાં પણ ધનલાભ થવાના યોગ છે. આજે સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું, આજે કોઈ એલર્જી થઇ શકે છે. દાંપત્યજીવન માટે આજનો દિવસ સૌથી શ્રેષ્ટ સાબિત થશે. આજે પ્રિયજન સાથે લાંબી મુસાફરી પર જઈ શકો છો. પરિવાર અને મિત્રોની સુખ સુવિધા પાછળ ખર્ચ થઇ શકે છે. આજે નાહકની વસ્તુઓ પાછળ વધારે ખર્ચ ના થાય તેની તકેદારી રાખજો. એક્સ્ટ્રા ઇન્કમ વધારવા માટેના અનેક સોર્સ તમારી સામે આવશે.
શુભ અંક : ૭
શુભ રંગ : લાલ

5. સિંહ – મ, ટ (Lio):
આજે રેગ્યુલર ઇન્કમ કરતા વધારાની ઇન્કમ કમાવવા માટે સારા રસ્તાઓ ખુલશે. આજે તમારા ઓપોઝિટ જેન્ડરથી તમને ધનલાભ થશે. પરિવારના સુખ અને સુવિધાઓ માટે લોન લઇ શકો છો. આજે પરિવારમાં કોઈની તબિયત ખાસ કરીને માતા પિતાની તબિયત બગડી શકે છે. આજે લગ્નજીવનને સૌથી સારું બનાવી શકશો. પતિ પત્ની એકબીજાની સાથે મળીને આજે પરિવારના અમુક મહત્વના નિર્ણય લઇ શકશો. આજે નોકરી કરતા મિત્રોને તેમના નસીબનો સારો સાથ મળશે. વિદ્યાર્થી મિત્રો તેમની સાથે કોમ્પિટિશનમાં રહેલા વિદ્યાર્થી કરતા સારો દેખાવ કરી શકશે. વેપારી મિત્રો નવા વેપારની શરૂઆત કરવા માંગતા હોય તો તેમની માટે આજનો દિવસ સારો છે. આર્થિક ઉન્નતી માટે આજનો દિવસ સૌથી શ્રેષ્ટ છે.
શુભ અંક : ૮
શુભ રંગ : પીળો

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
વધારે ગુસ્સો આજે ટાળવો. જો વધુ કામ કરવું પડે તો કરી લેજો ભવિષ્યમાં તેનો ફાયદો તમને જરૂર મળશે. જો લાંબા સમયથી કોઈ પ્રિયપાત્ર સાથે અણબનાવ ચાલી રહ્યો હોય તો આજે તેનો અંત જરૂરથી લાવી દેજો. આજે જુના મિત્રોને ફોન કરીને વાત કરો તમારું મન હળવું થઇ શકશે. અફવાઓથી બચીને રહો. આજે દિવસનો અંતિમ ભાગ પરિવાર સાથે વિતાવો તમારા આખા દિવસનો થાક ઉતરી જશે. આજે બપોરનો સમય તમારા નવા કાર્ય માટે યોગ્ય રહેશે. આજે કોઈપણ અજાણ્યા રોકાણના પ્લાનમાં ભાગ લેવાનું ટાળો.
શુભ અંક : ૮
શુભ રંગ : નારંગી

7. તુલા – ર, ત (Libra):
આજે ભવિષ્યની બચત માટે પ્લાનિંગ કરી શકશો. આજે ઇન્કમ વધારવા માટેના નવા સોર્સ મળશે. આજે પરિવાર અને પોતાની સુખ સુવિધા માટે આજે ખર્ચ કરી શકશો. આજે પરિવાર સાથે કોઈ લાંબી મુસાફરી કરવા માટે જઈ શકો છો. આજે દાંપત્યજીવન માટે પણ સૌથી સારો દિવસ છે. આજે જીવનસાથી તરફથી તમને સહકાર અને પ્રેમ મળશે જેનાથી તમારી આજની સાંજ બની જશે. આજે વિદ્યાર્થી મિત્રો માટે સામાન્ય દિવસ છે. ભણવામાં વધુ મહેનત અને ધ્યાનની જરૂરત છે. આજે બહારનું ખુલ્લું ખાવાથી બચીને રહેશો. આજે પેટમાં દુખાવો અને બીજી સામાન્ય તકલીફ થશે. આર્થિક સ્થિતિ આજે મજબુત રહેશે. વેપારી મિત્રોને આજે અચાનક ધનલાભ થવાની સંભાવના છે.
શુભ અંક : ૭
શુભ રંગ : લાલ

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આજે તમારા કામના સ્થળ પર તમારો સમય ખૂબ સુંદર અને શાંતિથી પસાર થશે. ઓફિસમાં કોઈપણ કામ કરવા માટે તમે સક્ષમ છો એવા વિચાર સાથે જ આગળ વધો. આજે તમને તમારા પ્રિયપાત્ર સાથે સમય વિતાવવા માટેની ઉત્તમ તક મળશે. લગ્નજીવનમાં અને કારકિર્દી માટે આજનો દિવસ સૌથી શ્રેષ્ઠ છે તો આજે તમારા હાથમાં આવેલી કોઈપણ તક ચુકી ના જાવ એની સાવધાની રાખજો. આજે સવારનો સમય તમારી માટે શ્રેષ્ઠ છે જે પણ વિચાર તમને સવારના સમય દરમિયાન આવે તેને બને એટલો વહેલા અમલમાં મુકો.
શુભ અંક : ૧
શુભ રંગ : કાળો

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આજે સ્વાસ્થ્ય થોડું નરમ ગરમ રહી શકે છે તો ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખજો. તબિયતના કારણે આજે કોઈ મહત્વની મીટીંગ કે પછી મોટા પ્રોજેક્ટનું કામ અટકી શકે છે. જરૂરિયાતના સમયે આજે તમારું પ્રિયજન તમારાથી દૂર હશે. અણધાર્યું કોઈ કામ આવી ને તમને વ્યસ્ત કરી દેશે. આજે હતાશ થઈને તમારે બેસી રહેવાનું નથી આજે કોઈ નવા અને અલગ કામમાં ધ્યાન લગાવો જે તમને ફ્રેશ કરી શકે. હંમેશા પોઝીટીવ રહો નેગેટીવ વિચારોને કારણે તમે દુખી થઇ શકો છો. એક વાત જરૂર યાદ રાખો કોઈપણ દુઃખ કાયમ નથી રહેવાનું તમારી મહેનતથી તમે આગળ વધી શકશો.
શુભ અંક : ૮
શુભ રંગ : નારંગી

10. મકર – જ, ખ (Capricorn):
આજે આર્થિક લાભ માટે નાનકડી મુસાફરી કરવાનું બની શકે છે. સાંજે તમને સરપ્રાઈઝ મળવાના પણ યોગ બની રહ્યા છે. આજે માફી માંગવાનો અને માફી આપવાનો દિવસ છે જો કોઈ સાથે લાંબા સમયથી અબોલા ચાલી રહ્યા છે તો તેનો અંત તમે જ લાવો. આજે સાંજનો સૂર્યાસ્તનો સમય પ્રેમ પ્રસ્તાવ માટે સૌથી યોગ્ય છે તો પછી આજે તમારી લાગણીઓને એ ખાસ વ્યક્તિ સમક્ષ મુકો. તબિયતના કારણે આજે કોઈ મહત્વની મીટીંગ કે પછી મોટા પ્રોજેક્ટનું કામ અટકી શકે છે. જરૂરિયાતના સમયે આજે તમારું પ્રિયજન તમારાથી દૂર હશે. અણધાર્યું કોઈ કામ આવી ને તમને વ્યસ્ત કરી દેશે.
શુભ અંક : ૫
શુભ રંગ : જાંબલી

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
સ્થાયી ઇન્કમમાં વધારો કરવા માટે આજે સારા અવસર આવશે. તેમાં મહેનત કરશો તો તમને સારો ફાયદો થશે નહિ તો તમને ધારો એવી સફળતા મળશે નહિ. આજે સમાજમાં તમારી નામના થશે. તમને માન અને સન્માન મળશે. નોકરી કરતા મિત્રોના ઓફીસના કામથી તેમના ઉપરી અધિકારી અને બોસ ઘણા ખુશ હશે, કેટલાક નવા પ્રોજેક્ટ્સ તમને મળી શકશે. આજે પ્રમોશનના પણ યોગ બને છે. વિદ્યાર્થી મિત્રોને આજે પોતાના મિત્રો સાથે વધારે સમય પસાર થશે. વેપારી મિત્રોને ઘણા સમય પહેલા કરેલ કામથી આજે ફાયદો થશે. તમારી આર્થિક પરીસ્થિતિ ધીરે ધીરે મજબુત થતી જણાશે. આજે સંતાન તરફથી સારા સમચાર મળશે. કોઈપણ સ્થાયી મિલકત ખરીદીમાં કોઈ નિષ્ણાત અને અનુભવી વ્યક્તિની સલાહ જરૂર લેજો.
શુભ અંક : ૯
શુભ રંગ : લીલો

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
આજે વધારે પડતો શ્રમ કરવાનું ટાળો વધારે વજન ઉચકવા વાળા કામ કરવાનું ટાળો. નિયમિત ડોક્ટરની મુલાકાત લેવાનું રાખો. આજે ઉંમરલાયક મિત્રો સ્વાસ્થ્ય પ્રત્યે ખાસ તકેદારી રાખો. આજે બહારનું ખાવા પીવામાં ધ્યાન આપજો બને ત્યાં સુધી પ્રયત્ન કરજો કે ઘરનું અને સાદું ભોજન કરી શકો. માથાનો દુખાવો આજે બપોરથી જ રહેશે. આજે ઓફિસમાં પણ તમારું મન બેચેન રહેશે. સાંજના સમયે ફ્રેશ થવા માટે તમારો સમય પરિવાર સાથે વિતાવો, તમારા જીવનસાથી માટે આજે નાનકડી સરપ્રાઈઝ પ્લાન કરો તમે પણ ખુશ રહેશો અને પરિવારમાં દરેક તમારી હાજરીથી ખુશ રહેશે. આજે પૈસા કમાવા માટેનો સારો દિવસ છે પણ તેની સાથે આજે વધારાનો ખર્ચ પણ થઇ શકે એમ છે. તમારા મોજીલા અને રમૂજી સ્વભાવ પર થોડો કંટ્રોલ રાખો.
શુભ અંક : ૯
શુભ રંગ : લીલો

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.
જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – આ વર્ષના શરૂઆતના દિવસમાં તમારા સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખવાની જરૂરત છે. સંતાનની તબિયત વર્ષ દરમિયાન સારી રહેશે. વડીલોને નિયમિત ડોક્ટરની મુલાકાત કરાવજો. આ વર્ષે યોગા અને કસરત આજથી જ શરુ કરી શકો છો.

નોકરી-ધંધો – ઓફિસમાં આ વર્ષે તમારા સાથી કર્મચારી તમારું સ્થાન લેવા માટે પ્રયત્ન કરશે. તમારું પ્રમોશન જોઇને તમારાથી લોકો ઈર્ષા અનુભવ કરશે. તેવા લોકો સાથે પણ પ્રેમથી વાત કરો પણ હંમેશા સાવધાન રહેજો ક્યાંક એ તમને નુકશાન ના કરે.

કૌટુંબિક-પારિવારિક – ઘરમાં તમારી સાથે રહેતા વડીલોની તબિયત આ વર્ષે ખુબ સાચવજો. તમારી કરેલી સેવાથી તેઓ હંમેશા ખુશ રહેશે. વડીલોના આશીર્વાદ આ વર્ષે તમને સારા ફળશે. તમે ઈચ્છો એવી નોકરી અને ઈચ્છો એ ટાર્ગેટ પુરા કરી શકશો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.