ખબર

ગુજરાતમાં અહીંયા ચિંતાજનક સમાચાર, 21 કર્મચારીઓ ધડાધડ કોરોના પોઝિટિવ, યુનિટ સીલ થશે

રાજ્યમાં કોરોનાએ ભરડો લીધો છે. છેલ્લા 24 કલાકમાં 380થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 6625 પર પહોંચી ગઈ છે. તો અમદાવાદના ધોળકામાં પણ એક સાથે 21 કેસ નોંધતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ધોળકામાં આવેલી એક ખાનગી કંપનીના 21 કર્મચારીઓને કોરોના પોઝિટીવ આવ્યા છે. ગઈકાલે (બુધવારે) 30 લોકોના શંકાસ્પદ સેમ્પલ લેવાયા હતા, જેમાંથી 21 લોકોને કોરોના પોઝિટીવ છે, જ્યારે 9 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

અમદાવાદના ધોળકામાં આવેલા કેડિલા યુનિટમાં કોરોનાના 21 પોઝિટીવ કેસ નોંધાતા હાહાકાર મચી જવા પામ્યો છે.કહેવામાં આવી રહ્યું છે કે, અમદાવાદથી અપડાઉન કરતા મોટાભાગના કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. ધોળકામાં આવેલા કેડિલા યુનિટનો પ્લાન્ટ ત્રાસદમાં આવેલો છે. આજના 21 પોઝિટીવ કેસના પગલે ત્રાસદમાં કેડિલા યુનિટના પેકેજિંગ યુનિટને તંત્ર દ્વારા સીલ કરવામાં આવશે.

21 વ્યક્તિઓના કોરોના વાયરસના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. જેમાં ધોળકાના અલગ અલગ વિસ્તારના 9 વ્યક્તિનો સમાવેશ થાય છે. અમદાવાદના 8 વ્યક્તિ, દસક્રોઈ તાલુકાના ભાત ગામનો 1 વ્યક્તિ, ખેડા જિલ્લાના મહુધાનો 1 વ્યક્તિ, ધોળકા તાલુકાના ત્રાસદ ગામનો 1 વ્યક્તિ, પીસવાડા ગામનો 1 વ્યક્તિ એમ કુલ 21 વ્યક્તિઓ કેડીલા કમ્પનીના કર્મચારીઓ છે.

Image source

જણાવી દઈએ કે, ધોળકા પંથકમાં માત્ર 17 દિવસમાં જ કુલ 41 જેટલા કોરોના વાયરસના પોઝીટીવ દર્દી આરોગ્ય વિભાગમાં નોંધાયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બુધવારે રાજ્યમાં નવા 380 કેસ નોંધાયા હતા. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 6625 થઈ ગઈ છે. તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 119 લોકો સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં 28 લોકોના મૃત્યુ પણ થયા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.