વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગત રાત્રે 10 વાગીને 58 મિનિટે એટલે કે 9 મેના બુધ શનિના આ યોગનું નિર્માણ થઇ ગયુ છે. શનિ અને બુધ એકબીજાથી 30 ડિગ્રી દૂર હોવાથી દ્વિદ્વાદશ યોગ બની રહ્યો છે. જણાવી દઈએ કે બે ગ્રહો કુંડળીમાં એકબીજાથી બીજા અને બારમા ઘરમાં હોય ત્યારે બને છે દ્વિદશા યોગ. હાલમાં શનિ મીન રાશિમાં છે અને પોતાની સ્થિતિ અને ચાલ નિર્ધારિત સમય પર બદલાવ પણ કરી રહ્યો છે.
ગ્રહોનો રાજકુમાર બુધ ટૂંક સમયમાં મીન રાશિમાંથી નિકળીને મેષ રાશિમાં ગોચર કરશે. આ રીતે 9 મેના રોજ બુધ અને શનિ એકબીજા સાથે દ્વિદ્વાદશ યોગ બનાવશે. બુધ અને શનિના આ શક્તિશાળી દ્વિદ્વાદશ યોગથી રાશિ ચક્રની તમામ રાશિઓ પર શુભ પ્રભાવ પડશે. પરંતુ ત્રણ એવી રાશિઓ છે જેમને બમ્પર લાભ થશે. જાતક દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકશે.ત્યારે આ ભાગ્યશાળી રાશિઓની કિસ્મત ખુલશે
કન્યા રાશિ
કન્યા રાશિના લોકો માટે શનિ અને બુધનો દ્વિવાદશ યોગ ખૂબ જ શુભ અને લાભદાયી માનવામાં આવે છે. આ યોગના પ્રભાવથી વ્યવસાય અને નોકરીમાં પ્રગતિ જોવા મળશે. વ્યવસાયમાં નાણાકીય લાભની ઘણી શક્યતાઓ છે.
તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે આ રાજયોગ શુભ પરિણામો લાવશે. તમારી લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓનો અંત આવશે. વિરોધીઓ પર પ્રભુત્વ મેળવશો. તમારી કાર્યશૈલીમાં સુધારો થશે. નોકરીમાં કરેલી મહેનત રંગ લાવશે.સ્પર્ધાત્મક પરીક્ષાઓ અથવા સરકારી નોકરીઓની તૈયારી કરનારાઓને સફળતા મળશે અને મિલકત સંબંધિત સમસ્યાઓનો ઉકેલ આવશે.
મકર રાશિ
મકર રાશિના જાતકો ધાર્મિક વિધિઓમાં ભાગ લેશે. તમે પરિવાર સાથે સારો સમય વિતાવશો, પરીક્ષામાં સફળતા મળશે, પિતાનો સહયોગ મળશે. મુસાફરીની શક્યતા છે,જાતક દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકશે. તકોના ઘરમાં સારું વાતાવરણ રહેશે.બાળકોની પ્રગતિ માનસિક શાંતિ આપશે.
કુંભ રાશિ
કુંભ રાશિના લોકો મિત્રો સાથે સારો સમય વિતાવશે. જીવનમાં ખુશીઓ આવશે. તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. આત્મવિશ્વાસ વધશે અને નાણાકીય સ્થિતિમાં સુધારો થશે. જાતકોની વાણી પ્રભાવશાળી રહેશે. દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકાય છે
(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)