જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, લગભગ દર અઢી વર્ષે શનિની તેની રાશિ બદલે છે. શનિના રાશિ પરિવર્તનને લઈને બધા જાતકોના જીવનમાં ઊંડી અસર પડે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જેની કુંડલીમાં શનિ અશુભ સ્થિતિમાં હોય છે તેને આર્થિક પરેશાની અને અલગ-અલગ તક્લીફોનો સામનો કરવો પડે છે. કુંડલીમાં શનિ શુભ હોવાને કારણે ઘણી ખુશીઓ એક સાથે આવે છે.

શનિ 12 રાશિના ચક્રને પૂરું કરવા માટે 30 વર્ષ જેટલો સમય લે છે. શનિ આ સમયે ધન રાશિમાં છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શનિની રાશિ પરિવર્તન એક મહત્વપૂર્ણ ઘટના છે. શનિની આ રાશિ પરિવર્તનને કારણે અમુક રાશિ પર સાડા સાતી શરૂ થઇ જશે જેના કારણે બધી રાશિઓ પર તેની અસર થશે.

શનિ આ સમયે ધન રાશિમાં બિરાજમાન છે. નવા વર્ષે આ રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરશે. મકર રાશિમાં શનિના પ્રવેશ સાથે જ વૃષિક રાશિની સાડાસાતી પુરી થઇ જશે અને કુંભ રાશિના લોકોની ચાલુ થઇ જશે. ધન રાશિના જાતકોએ સાડાસાતી અંતિમ ચરણોમાં છે તેથી આવનારા અઢી વર્ષ આ રાશિ વાળા લોકોને શનિનું શુભ ફળ મળશે. તો મકર રાશિ પર શનિના શરૂઆતના અઢી વર્ષ પુરા થઇ ગયા છે તો આ રાશિના જાતકોએ આગળના 5 વર્ષ સુધી સાડાસાતી રહેશે.

વર્તમાનમાં વૃષભ અને કન્યા રાશિના જાતકો માટે શનિની ઢૈયા ચાલી રહી છે. પરંતુ 2020માં તેને મુક્તિ મળી જશે. જેનાથી આ રાશિના કરિયરના માર્ગ ખુલી જશે. જિંદગીમાં રહેલી બધી જ પરેશાનીઓ દૂર થઇ જશે. 2020માં શનિના રાશિ પરિવર્તનને કારણે મિથુન અને તુલા રાશિના જાતકો પર શનિની ઢૈયા શરૂ થઇ જશે. જેનાથી જીવનમાં ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડશે. પારિવારિક ઝઘડામાં પણ વધારો થશે, સ્વાસ્થ્ય પર પણ અસર થશે.

મકર રાશિમાં શનિ આવી જવાથી કર્ક રાશિના જાતકો પર સીધી દ્રષ્ટિ રહેશે. આ સમયે કર્ક રાશિના જાતકોનો સમય એવરેજ રહેશે પરંતુ તુલા રાશિ પર શનિની આડી નજરે હોટ આ રાશિના લોકોના કામકાજમાં રુકાવટ આવી શકે છે. ધન હાનિ અને ભાગદોડના પણ યોગ બની શકે છે. મહેનત પણ વધારે થશે. મીન રાશિ વાળા પર શનિની ત્રીજી નજરે રહેશે, પરંતુ કોઈ ખાસ ખરાબ પ્રભાવ નહીં પડે.

200માં શનિના રાશિ પરિવર્તનને કારણે 2022 સુધીમાં શનિના શુભ-અશુભ અસરથી પ્રભાવિત થશે. શનિના રાશિ પરિવર્તનની પ્રભાવ ખાસ ધન, મકર, કુંભ, મીન, મિથુન, કર્ક અને તુલા રાશિ પર પડશે. આ દરમિયાન શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારના દિવસે તેલ ચઢાવવું જોઈએ. પીપળાના ઝાડ નીચે વિશેષ રીતે પૂજા કરવી જોઈએ. શનિવારે કાળા તલનું અને ચંપલનું દાન કરવાથી શુભ માનવામાં આવે છે.