જ્યારે શનિ કોઈ રાશિમાં હોય છે ત્યારે તેની આસપાસની રાશિઓ પર પણ તેની અસર પડે છે, શનિના પ્રભાવથી જીવનમાં શુભ-અશુભ, લાભ-ગેરલાભ, ઉત્થાન-પતન વગેરેનો સંકેત મળે છે. એવામાં આજે અમે તમને આવનારા વર્ષ 2020 માં શનિના રાશિઓ પર પડનારા પ્રભાવ વિશે જણાવીશું.

આવો તો તમને જણાવીએ વર્ષ 2020 માં રાશિઓ પર શનિનો પ્રભાવ કેવો રહેશે.
1. મેષ રાશિ:
મેષ રાશિ પર વર્ષ 2020 માં શનિની કૃપાદ્રષ્ટિ પડવાની છે. નવમા ભાવમાં રજત મળવાથી આ વર્ષ મેષ રાશિના લોકો માટે લાભ, શુભ, સફળતા અને આર્થિક વૃદ્ધિ આપનારૂ રહેશે.

2. વૃષભ રાશિ:
વૃષભ રાશિ પર વર્ષ 2020 માં શનિની ખાસ કૃપા રહેવાની છે. આઠમા ભાવમાં લોખંડના મળવાથી શનિના ભ્રમણથી કષ્ટ, દુઃખ, પરિવારમાં કલેશ, અડચણોના સંકેત શનિની ઢૈય્યાથી પ્રભાવિત રહેશે.
3. મિથુન રાશિ:
આ રાશિ માટે શનિ લાભકારી રહેવાનો છે. સાતમા ભાવમાં તાંબાના મળવાથી ધન-સંપદાના યોગ રહેશે. આ સિવાય લગ્ન થવાની પણ સંભાવના છે.

4. કર્ક રાશિ:
આ રાશિના છઠ્ઠા ભાવમાં સુવર્ણ પાદ પર શનિના ભ્રમણ થવાથી ઠીક ઠીક પ્રભાવ જોવા મળશે. આ સિવાય ઘણા ઉતાર-ચઢાવ પણ જોવા મળશે.
5. સિંહ રાશિ:
સિંહ રાશિના પાંચમા ભાવમાં રજત મળવાથી શનિનો સુખમય પ્રભાવ રહેશે જેનાથી આ લોકોને લાભ, સુખ, આર્થિક, સામાજિક, પારિવારિક સુખ મળશે.

6. કન્યા રાશિ:
કન્યા રાશિના ચતુર્થ ભાવમાં લોખંડ પાદ મળવાથી શનિ અશાંતિ, કલેશ અને અડચણો ઉત્પન્ન કરનારો રહેશે. વ્યવસાયમાં લાભ ઓછો અને હાનિ વધારે થવાની સંભાવના છે.
7. તુલા રાશિ:
તુલા રાશિના ત્રીજા ભાવમાં તાંબુ મળવાથી શનિ ભ્રમણથી દેવી લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ બની રહેશે. વ્યાપારમાં ઉન્નતિ અને સામાજિક પ્રતિષ્ઠાના યોગ બની રહ્યા છે.

8. વૃશ્ચિક રાશિ:
વૃશ્ચિક રાશિના દ્વિતીય ભાવમાં રજત પાદ હોવાથી શુભ, મંગળ, લાભ અને વૃદ્ધિના સંકેતો છે. પ્રસન્નતા રહેવાની સાથે સાથે મકાન, વાહન, જમીન, વ્યાપાર વગેરેમાં લાભના યોગ બની રહ્યા છે.

9. ધનુ રાશિ:
ધનુ રાશિના પ્રથમ ભાવમાં સુવર્ણ પાદ હોવાથી શનિનો પ્રભાવ સુખદ નહીં મળે. આવક કરતા વધારે ખર્ચાઓ થશે. આ સિવાય વ્યાપારમાં પણ હાનિ થવાના યોગ બની રહ્યા છે.

10. મકર રાશિ:
મકર રાશિના બારમા ભાવમાં લોખંડ પાદ હોવાથી શનિનો દુઃખદ પ્રભાવ જોવા મળશે. કલેશ, કષ્ટ, વિઘ્ન-બાધાના પણ યોગ બની રહ્યા છે. વ્યાપારમાં પણ અનિશ્ચિતતા જોવા મળશે.
11. કુંભ રાશિ:
કુંભ રાશિના અગિયારમા ભાવમાં સુવર્ણ મળવાથી શનિનો પ્રભાવ ખાસ મળશે નહીં. જો કે આ લોકો પોતાની મહેનતથી સફળતા મેળવવામાં કામિયાબ રહેશે. આ સિવાય વ્યાપાર અને ઉદ્યોગમાં પણ ઉન્નતિના યોગ બની રહ્યા છે.

12. મીન રાશિ:
મીન રાશિના દસમા ભાવમાં તાંબુ હોવાથી શનિની કૃપા દ્રષ્ટિ રહેશે. જેનાથી ધનલાભ, પરિવારમાં સુખ-શાંતિ બની રહેશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.