જ્યોતિષ શાસ્ત્ર

આ 9 રાશિના લોકોનો ખરાબ સમય થયો ખતમ, 2020ની રાજા કહેવાશે આ રાશિઓ

હાલ વર્ષ 2020માં ઘણા ગ્રહોની સ્થિતિઓમાં પરિવર્તનને લીધે ઘણી રાશિઓનો ખરાબ સમય ખતમ થઇ ગયો છે. આ સિવાય ઘણી રાશિઓનું ભાગ્ય ચમકાઈ ગયું છે અને તેઓ માલામાલ પણ થઇ ગયા છે.એવાંમાં જ્યોતિષશાસ્ત્રના અનુસાર વર્ષ 2020 અમુક રાશિઓને રાજા બનાવી રાખશે જયારે અમુક રાશિઓ પર ખરાબ અસર થાવાની છે.

Image Source

1.મેષ રાશિ:મેષ રાશિના લોકો માટે પ્રેમનો માર્ગ એક સુંદર વળાંક લઇ શકે તેમ છે. તમારો આવનારો સમય એકદમ સારી રીતે વીતશે. મિત્રોના તરફથી ઘણા લાભ થાશે. મોટા વડીલો તથા સ્નેહીજનોનો પૂરો સહિયોગ મળશે અને તેઓની સાથે વ્યવહાર પણ વધશે. હનુમાનજીની કૃપાથી તમે તમારા સાચા પ્રેમને મેળવીને આગળ વધી શકશો. તમારા બધી પ્રકારના કષ્ટોના નિવારણ થશે. તમારી સફળતાને હાંસિલ કરવા માટે તમને કોઈ નહિ રોકી શકે. પારિવારિક વિવાદ અને લડાઈ ઝઘડાથી દૂર રહેવાની આવશ્યકતા છે.

Image Source

2.મિથુન રાશિ:મિથુન રાશિના લોકોને તે ભાવનાઓને ઓળખવાની ખાસ જરૂર છે, જે તેઓને પ્રેરિત કરે છે. બીક, શંકા અને લાલચ જેવી નકારાત્મક ભાવનાઓથી દૂર રહો, કેમ કે આ વિચારો તે ચીજોને આકર્ષિત કરે છે,જે તમે ઇચ્છતા ન હોવ. બોલતી વખતે કે કોઈપણ પ્રકારની લેવલ-દેવળ કરતી વખતે સાવધાની વરતવાની ખાસ જરૂર છે. આ રાશિના લોકો સમાજમાં જલ્દી પ્રગતિ કરી એક અલગ જ ઓળખાણ ઉભી કરશે. આ રાશિના લોકો ઉપર હનુમાનજીની કૃપા અપરંપાર હશે. આ સાથે જ તમારું મન પ્રસન્ન રહેશે. સમાજમાં માન-સન્માનમાં વધારો થશે. કોઈ પણ સારું કાર્ય કરતી વખતે એ કોશિશ કરવાની કે તમારા આ કામથી ગરીબો અને જરૂરિયાત મંદ લોકોને લાભ પહોંચે. તમારા જીવનમાં તમે ખુજ પ્રગતિ કરી આગળ વધશો.

Image Source

3.સિંહ રાશિ:સિંહ રાશિના લોકોના ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ છવાયેલું રહેશે, અને મન પણ પ્રસન્ન રહેશે. તમારું આરોગ્ય સારું રહેશે. બીમારીથી પીડિતોની પરિસ્થિતિ સુધરી જાશે. આર્થિક સ્વરૂપે પણ લાભ થાશે. આ રાશિના લોકોના જીવનમાં આવનારા દરેક પ્રકારના કષ્ટ-દુઃખ દૂર થઇ જાશે. સિંહ રાશિના જાતકોનું ભાગ્ય હોય કે ન હોય તેમ છતાં પણ આ લોકો એક સ્ટારની જેમ જિંદગી જીવે છે. આ લોકો જ્યાં પણ જાય છે ત્યાં વગર મહેનતે ચર્ચામાં છવાઈ જાય છે. આમ તો આ રાશિવાળાનું વ્યક્તિત્વ ખુબ જ આકર્ષક હોય છે તેથી જ લોકો તેમની તરફ ખેંચાઈ આવે છે.

Image Source

4.કન્યા રાશિ:કન્યા રાશિ વાળા લોકો વ્યાપારિક દ્રષ્ટિકોણથી પ્રગતિ કરતા આગળ વધશે. વ્યાપારમાં અચાનક ભારે ધનવર્ષા થાવાની સંભાવના છે.વિદ્યાર્થીઓને શિક્ષા ક્ષેત્રમાં કામિયાબી મળશે. સરકારી નોકરીના ઇચ્છુક લોકોને સરકારી નોકરી મળવાના યોગ બની રહ્યા છે. નવા વર્ષે તમારી રોમેન્ટિક લાઈફ સારી રહેવાની છે. આવનારા વર્ષમાં તમારી આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે. નવા વર્ષમાં તમને પૈસાની તંગી નહિ થાય. નવા વર્ષમાં તમને કોઈ નવી વસ્તુમાં રોકાણ કરવાનું વિચારતા હોવ તો આરામથી રોકાણ કરી શકો છો. આમ તો કન્યા રાશિવાળા લોકો રોકાણ કરતા પહેલા ખુબ જ વિચાર કરે છે પણ નવા વર્ષે કોઈ વિચાર કરવાની જરૂર નથી.

Image Source

5.તુલા રાશિ:તુલા રાશિના લોકોને સહકર્મીઓનો પૂરો સહિયોગ મળશે. આ સિવાય પ્રેમ પ્રસંગ જીવનથી લઈને વ્યાપાર ના ક્ષેત્રમાં કરેલા પ્રયત્નો નિશ્ચિત રીતે સફળ થાશે. આવનારો સમય આ લોકો માટે ચુનૌતીપુર્ણ રહેશે. અચાનક ધનલાભના પણ યોગ બની રહ્યા છે.આ રાશિના લોકોએ તેના ગુસ્સા પર નિયઁત્રણ રાખવાની આવશ્કયતા છે. પ્રેમના મામલાના અટકેલા કામો પણ જલ્દીથી પુરા થશે. તમને તમારો સાચો પ્રેમ મળશે. સાથે જ જીવનમાં આવનારા બધા જ દુઃખનો અંત આવશે. તમારી અધૂરી મનોકામના પૂર્ણ થશે.

Image Source

6.મકર રાશિ:મકર રાશિના લોકોને કોઈ મોટી ખુશખબર મળી શકે છે.વ્યાપારના ક્ષેત્રમાં અપાર તરક્કી મળશે. તમારા ઘર-પરિવારમાં અપાર ખુશીઓ આવશે. આવકમાં અનેક ગણો વધારો થાશે. મકર રાશિના જાતકોને આવતું વર્ષ ખુબ જ સારું રહેવાનું છે. નવા વર્ષે તમને ધન લાભ થવાની શક્યતા છે. ગયા વર્ષે તમે જે પણ લક્ષ્ય નક્કી કર્યા છે તે બધાં જ લક્ષ્ય નવા વર્ષે પુરા થશે. તમે એક નવી ઊંચાઈ મેળવવામાં સફળ થશો. પાછલા વર્ષોમાં કરવામાં આવેલી બધી જ મહેનત નવા વર્ષે સફળ થશે.

Image Source

7. કુંભ રાશિ: કુંભ રાશિના લોકોને પ્રેમ સંબંધોમાં ઘણા ઉતાર-ચઢાવ આવવાની શક્યતા છે. પાર્ટનર કહ્યા વગર જ તમારા દિલની વાત સમજી શકે તેમ છે. દંપતીઓ વચ્ચે પ્રેમ વધવાની શક્યતા છે, મધુરતા પણ વધશે. તેમાં તમને સફળતા મળશે અને તમારું મન પ્રસન્ન રહેશે. પરિવારમાંથી તમારા માતા-પિતાનો સહયોગ સૌથી વધુ મળશે. આત્મ વિશ્વાસમાં વૃદ્ધિ થશે. સાચા મનથી હનુમાનજીની આરાધના કરી દિવસની શરૂઆત કરવાથી તમને સફળતા મળશે.

Image Source

8.મીન રાશિ: મીન રાશિના લોકો માટે બગડેલા કામ બની જાશે નોકરી ક્ષેત્રમાં તમને ઘણા મોટા અવસરો પ્રાપ્ત થાતા જણાશે. આ દિવસથી તમારા જીવનમાં આવનારા બધા જ કષ્ટોનું નિવારણ થશે. તમે તમારી સફળતાને નવો મુકામ હાંસિલ કરાવશો. તમારી ઉપર હનુમાનજીની કૃપા દ્રષ્ટિ સૌથી વધુ રહેશે. હનુમાનજીની આરાધના કરીને તમે કોઈ પણ કાર્ય શરૂ કરી શકો છો.

Image Source

તેના સિવાય ધન,વૃષભ,કર્ક અને વૃશ્ચિક રાશિના લોકો માટે પણ આ વર્ષ ખુબ જ લાભદાયક થાવાનું છે. હાલના દિવસોમાં તમને કોઈ મોટી ખુશખબર મળશે તથા તમારા અધૂરા કામ સંપન્ન થઇ જશે.જો તમારા ઘરમાં ધનની ખોટ છે તો તે જલ્દી જ પુરી થતી જણાશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.