ખબર

કોરોના વચ્ચે ભારતમાં પર વધુ એક આફત? આ રાજયમાં બ્લેક ફંગસના હોઇ શકે છે 2000થી પણ વધુ દર્દી

કોરોનાથી રિકવર થઇ ચૂકેલા દર્દીઓમાં દુર્લભ પરંતુ ગંભીર બ્લેેક ફંગસના મામલા દેખાયા બાદ ચિંતા વધી ગઇ છે. અત્યાર સુધી આ બીમારીના દર્દી દિલ્લી, મુંબઇ અને ગુજરાતમાં મળી આવ્યા છે. હવે જાણકારી છે કેે, મહારાષ્ટ્રમાં આ સંક્રમણના 2000થી વધુ મામલા સામે આવ્યા છે.

કોવિડની બીજી લહેરમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. જયારે મહત્વ પણે મહારાષ્ટ્ર અને ગુજરાતનાં કેટલાક જિલ્લાઓમાં આવા કેસની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો છે. આ નવા સ્ટ્રેનને કારણે હોઈ શકે છે. કાળી ફૂગના આ કેસો હવે પહેલા કરતા 10 ગણા થયા છે. પૂણે જિલ્લામાં દરરોજ સરેરાશ એક નવો કિસ્સો સામે આવી રહ્યો છે, જ્યારે પ્રથમ લહેરમાં તે એક મહિનામાં સરેરાશ 1 કેસ આવતો હતો.

તે ડાયાબિટીઝવાળા દર્દીઓ અથવા ઓછી ઇમ્યુનીટી, કેન્સરવાળા લોકો માટે પણ જીવલેણ બની શકે છે. બ્લેક ફંગસમાં મૃત્યુ દર 50 થી 60 ટકા છે. કોવિડ 19 નાં ગંભીર દર્દીઓની સારવારમાં સ્ટીરોઇડ્સનાં ઉપયોગને કારણે બ્લેક ફંગસનાં કેસ વધી રહ્યા છે.

તમને જણાવી દઇએ કે, બ્લેક ફંગસના સામાન્ય રીતે એ લોકો શિકાર બની રહ્યા છે જેમની રોગ પ્રતિકારક શક્તિ દવાઓના કારણે ખૂબ જ ઓછી થઈ ગઈ છે. જો યોગ્ય સમય પર તેની સારવાર ન થાય તો તેનાથી જીવ પણ જઈ શકે છે.

ફૂગ શરીરમાં શ્વાસ અથવા ચામડીના ઘા મારફતે પ્રવેશ કરે છે. તેનું ઈન્ફેક્શન સ્કિન, મગજ અને ફેફસાંમાં થઈ શકે છે. આ બીમારીમાં કેટલાક દર્દીઓની આંખોની દ્રષ્ટી જતી રહે છે. કેટલાક દર્દીઓના જડબા અને નાકના હાડકાં ખવાઈ જાય છે.

ઈન્ફેક્શન બાદ 20થી 30 ટકા કેસમાં આંખોની દ્રષ્ટી જતી રહે છે. ઈન્ફેકશનને મગજ સુધી પહોંચતું રોકવા માટે દર્દીઓની આંખ જ કાઢી નાખવામાં આવે છે. આમ છતાં આ રોગનો મૃત્યુદર લગભગ 50 ટકા જેટલો ઊંચો છે. આ રોગને પકડવા માટે સિટી સ્કેન, એન્ડોસ્કોપી કે બાયોપ્સી કરાવવા પડે છે.

મ્યુકોરમાઈકોસિસના લક્ષણો જોઇએ તો, આંખ અને ગાલ પર સોજો, આંખોમાં બળતરા, ધૂંધળું દેખાવું, નાક બંધ થઈ જવું, નાકમાં કાળુ ક્રસ્ટ જમા થવું, નાકની ઉપરના ભાગે કાળા ડાઘ થવા, માથામાં દુખાવો, સાયનસ, ઉધરસ અને શ્વાસની તકલીફ આ રોગના મુખ્ય લક્ષણો છે….

કોરોનાથી સાજા થયેલા લોકોએ નીચે પ્રમાણેની ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઇએ.

કોરોનાથી રિકવર થયા બાદ ડાયાબિટીસના પેસેન્ટનું લોહી અને ગ્લૂકોઝ લેવલ ચેક કરતા રહેવું

સ્ટીરોઈડન લેતા સમયે  સમય, ડોઝ અને ટાઇમનું ધ્યાન રાખો

એન્ટીબાયોટિક્સ અને એન્ટીફંગલના ઉપયોગ વખતે સાવચેતી રાખો

ઓક્સીજન થેરાપી દરમિયાન સ્વરછ પાણીનો ઉપયોગ કરો.

કોરોના રિકવરી પછી ઈમ્યુનિટી ઘટી ગઈ હોય છે. જેને કારણે આવા દર્દીઓ સરળતાથી ઝપેટમાં આવી જાય છે. ખાસ કરીને ડાયાબિટીસ, કિડની, હાર્ટ એટેક અને કેન્સર જેવા કોમોર્બિડ પેશન્ટ તેનો શિકાર બને છે. જે દર્દીઓને સારવારમાં સ્ટીરોઈડ અપાયું છે તેમના માટે વધુ ખતરો રહે છે.

આ બીમારીના લક્ષણો શું છે

1. બ્રિથિંગમાં તકલીફ

2. આંખ ઝીણી થવી અથવા ચહેરા પર એક બાજુ સોજો આવવો

3. હેડેક થવો, ફીવર કે પછી નાક ભરાઈ જવું

4. મો તેમજ નાકની અંદરની બાજુની સાઈડે કાળાં નિશાન પડી જવા,

5. ચેસ્ટ, પેટમાં દુ:ખાવો અથવા વોમીટીંગ થવી

6. થોડાક દિવસ પછી આંખની નીચેના ભાગપર તથા ગાલ પર સોજા આવે.

7. ખાંસીઅને શરદી શરૂ થાય, નાકમાંથી કાળુ પ્રવાહી નિકળવાનું શરૂ થાય.

તકેદારી શું રાખવી જોઈએ

1. N-95 માસ્ક પહેરી વાતાવરણથી થતા ઈન્ફેકશનથી સાવચેત રહેવું

2. પાણી અને ધૂળના ભેજથી દૂર રહેવું

3. શરીર ઢંકાય તેવા કપડા પહેરવાં જોઈએ

4. ચામડી પર વાગ્યું  અથવા ચામડી કપાઈ ગઈ હોય તો તાત્કાલિક ડેટોલવાળા પાણીથી ઘાને ધોઈ નાખવો જોઈએ.

5 કોવિડ સંક્રમિત હોય કે ન થયો હોય લોકોએ સુગર લેવલ મર્યાદા કરતા ઓછું રાખવા પ્રયાસ કરવો

6. કોવિડની સારવાર સમયે છઠ્ઠા દિવસ પછી સ્ટિરોઈડનો ઉપયોગ કરવો અને તે પણ જરૂર જણાય તો તથા ડોક્ટરના ઓબ્ઝર્વેશનમાં જ ઉપયોગ કરવો

7. કોરોનાના દર્દીઓએ શરીરની યોગ્ય રીતે સાફ સફાઈ એ ખાસ ધ્યાન રાખવું

8. મોમાં ક્યાંય પણ ચાંદી પડે ત્યારે  સારવાર દ્વારા તેનો ઝડપી ઉકેલ લાવવો જોઈએ.