ધાર્મિક-દુનિયા નીરવ પટેલ

જલારામ બાપાના ધામમાં ચાલતા અખંડ સદાવ્રતને થયા 200 વર્ષ પૂર્ણ, એક દિવસ પણનથી રહ્યું બંધ, વાંચો બાપાના આ સદાવ્રતનો મહિમા

વીરપુરનું જલારામ ધામ એટલે ભક્તિ અને આસ્થાનું ખુબ જ મોટું કેન્દ્ર, દૂર દૂરથી શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન માટે આવે છે અને છેલ્લા 200 વર્ષથી આ સ્થાનક ઉપર આવેલા માનસ સદાવ્રતમાં પ્રસાદી રૂપી ભોજન લઈને જાય છે. આ સદાવ્રતનો ખાસ મહિમા એટલા માટે પણ છે કે છેલ્લા 200 વર્ષથી ચાલતું આ સદાવ્રત એક પણ દિવસ બંધ નથી રહ્યું, ભલે ભક્તોના પ્રવાહ દિવસેને દિવસે વધતા ગયા પરંતુ સદાવ્રતમાં કોઈ દિવસ કોઈ ભક્ત ભૂખ્યા પેટે હજુ સુધી પાછો નથી ફર્યો.

Image Source

મોહ માયાનો ત્યાગ કરી જેમને લોક સેવા માટે પોતાનું જીવન વિતાવી દીધું એવા જલારામ બાપના ઇતિહાસ વીશે તો આપણે સૌ જાણતા જ હોઈએ છે, બાપાના પરચાઓ પણ અવાર નવાર આપણને સાંભળવા મળે છે, પરંતુ આ સદાવ્રત વિશે આપણે સૌ જાણીએ જરૂર છીએ પરંતુ સદાવ્રત વિશે માહિતી કદાચ ખબર નહિ હોય.

Image Source

વીરપુરમાં ચાલતું આ સદાવ્રત છેલ્લા 200 વર્ષથી એકપણ દિવસ બંધ રહ્યા વિના અવિરત ચાલતું રહ્યું છે, વીરપુરની જેમ જ ઘણા મંદિરોમાં આપણે ત્યાં સદાવ્રતો વર્ષોથી ચાલતા આવ્યા છે, કેટલાક સદાવ્રત તો વીરપુર પહેલાથી પણ સ્થાપિત છે, છતાં પણ વીરપુરના આ સદાવ્રતનો મહિમા એટલા માટે પણ વધારે છે કે આ સદાવ્રત એક પણ દિવસ બંધ નથી રહ્યું, કોઈપણ ભક્ત હજુ સુધી આ સદાવ્રતમાંથી ભૂખ્યા પેટે પાછો નથી ફર્યો. બીજા ચાલતા ઘણા સદાવ્રતો કોઈને કોઈ કારણસર કે કોઈ વિવાદના કારણે એકાદ દિવસ બંધ પણ રહ્યા હશે, પરંતુ વીરપુરનું આ માનસ સદાવ્રત એક પણ દિવસ બંધ નથી રહ્યું. કારણ કોઈપણ હોય પરંતુ જલારામ બાપાએ જગાવેલી આ જ્યોત છેલ્લા 200 વર્ષથી આજે પણ ધમધમી રહી છે.

Image Source

1820માં આ સદાવ્રતને 2020માં 200 વર્ષ પૂર્ણ થયા ત્યારે તેના ઉત્સવ સ્વરૂપે મોરારી બાપુની કથાનું આયોજન પણ વીરપુરમાં થયેલું છે, જયારે બાપુએ સદાવ્રત વિશેના આ મહિમાની વાત કરી ત્યારે  ભક્તોએ 200 વર્ષથી ચાલતા આવતા આ સદાવ્રત પાછળ આંખ કરીને જોયું ત્યારે સૌ ભાવિક ભક્તોનું હૈયું પણ ગર્વથી ઉત્સાહિત થઇ ગયું, કારણ કે 200 વર્ષનો સમય કોઈ નાનો મોટો સમય નથી, આ સમય દરમિયાન લાખો, કરોડો કે અરબો નહીં પરંતુ અસંખ્ય ભાવિક ભક્તોએ પ્રસાદી રૂપી જે ભોજન ગ્રહણ કર્યું છે તેનો આંકડો પણ મેળવવો મુશ્કેલ છે. બાપુએ ગુજરાતના આ પવિત્ર ધામને “તીર્થરાજ”  ધામ નામ પણ આપ્યું હતું.

Image Source

73,000 દિવસથી સતત ચાલતા આ સદાવ્રતમાં એક પણ દિવસ એવો નથી આવ્યો કે કોઈ ભક્તને સદાવ્રતના દરવાજા બંધ જોઈને પાછું ફરવું પડ્યું હોય. કોઈ ભક્ત દ્વારા આજસુધી એવી પણ ફરિયાદ કરવામાં નથી આવી કે ભોજન ખુટ્યું હોય, આ બાપાના પરચા કહો કે અન્નપૂર્ણા દેવીની કૃપા. આપણે ત્યાં સામાન્ય કોઈ પ્રસંગમાં પણ જો ગણતરીમાં ભૂલ થઇ જાય કે થોડા માણસો વધી જાય ત્યારે રસોડામાં કંઈક તો ખૂટી જાય છે પરંતુ વીરપુરમાં આવેલા જલરામધામની અંદરના માનસ સદાવ્રતમાં છેલ્લા 200 વર્ષથી ભક્તોના જમવાનો કોઈ નિશ્ચિત આંકડો ના હોવા છતાં પણ ક્યારેય કોઈ ખોટ નથી પડી, કે ના ક્યારેય કોઈને ભૂખ્યા પેટે પાછું ફરવું પડ્યું છે. કોઈ વાદ વિવાદ કે બીજા કોઈ કારણો ના લીધે આ સદાવ્રતને 200 વર્ષમાં એક પણ દિવસ એવો નથી આવ્યો કે તેને બંધ કરવું પડ્યું હોય.

Image Source

છેલ્લા 200 વર્ષથી ચાલતા આ સદાવ્રતમાં એક ખાસ વાત એ પણ છે કે અહીંયા એક પણ રૂપિયાનું દાન પણ લેવામાં નથી આવતું, કે નથી પ્રસાદી લેવા માટે કોઈ ફાળો ઉઘરાવવામાં આવતો, છતાં પણ આ સદાવ્રત 200 વર્ષથી અવિરત ચાલુ જ છે.

Image Source

ખરેખર બાપાના પરચા અપરંપાર છે, તેમની સેવા અને ભક્તિના પુરાવા રૂપે ચાલતું આ સદાવ્રત તેમના મહિમાના ગુણગાન યુગો યુગો સુધી ગાતા રહેશે, પેઢીઓની પેઢીઓ સુધી બાપાના આશીર્વાદ આપણને મળતા રહે તેવી જ શુભકામનાઓ…

જય જલારામ બાપા!!!
Author: Nirav Patel “Shyam” GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.