ખબર

હવે ગુજરાતની ખાનગી હોસ્પિટલમાં મળશે આટલા રૂપિયામાં મળશે કોરોનાની વેક્સીન ? જાણો કેટલી છે કિંમત

આજના સૌથી સારા સમાચાર: ફક્ત આટલામાં જ મળી જશે વેક્સીન…જાણો વિગત

છેલ્લા એક વર્ષથી કોરોના વાયરસ દુનિયાભરમાં ફેલાઈ રહ્યો છે ત્યારે ભારતમાં હવે કોરોનાની વેક્સીન પણ ઉપલબ્ધ છે અને ઘણા બધા લોકોને વેક્સીન લગાવી પણ દેવામાં આવી છે. ભારત સરકાર દ્વારા કોરોનાની ફ્રી વેક્સીન આપવામાં આવતી હતી. પરંતુ હવે ગુજરાત સરકાર દ્વારા કોરોના વેક્સિનના ભાવ નક્કી કરવામાં આવ્યા છે.

ગુજરાતની રૂપાણી સરકાર દ્વારા વેક્સિનના ભાવ નક્કી કરતા ખાનગી હોસ્પિટલમાં વેક્સિનનો ચાર્જ 150 રૂપિયા નક્કી કરાયો છે. જેમા વહીવટી ચાર્જ 100 રૂપિયા આપવો પડશે. આરોગ્ય વિભાગ માન્ય હોસ્પિટલમાં 250 રૂપિયામાં વેક્સિન મળશે.

આ જાહેરાત ગુજરાતના ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા ટ્વીટ કરીને આપવામાં આવી છે. જે લોકો ખનિજી હોસ્પિટલમાં જઈને કોરોનાની વેક્સીન લેવા માંગતા હોય તેવા લોકો 250 રૂપિયાનો ચાર્જ ચૂકવીને હવે આરોગ્ય વિભાગ દ્વારા માન્ય હોસ્પિટલમાં રસી મુકાવી શકે છે.

ઉલ્લેખનીય છે કે 25 ફેબ્રુઆરી સુધી દેશભરમાં 1 કરોડ 34 લાખ 72 હજાર 643 સ્વાસ્થ્યકર્મિઓ અને કોરોના યોદ્ધાઓને કોવિડ-19ની વેક્સીન લગાવી દેવામાં આવી છે. ગતરોજ 8 લાખ 1 હજાર 480 લોકોને રસી આપવામાં આવી. એક દિવસમાં અત્યાર સુધી સૌથી વધુ વેક્સીન લગાવવાની આ સૌથી મોટી સંખ્યા છે. વેક્સીનનું બીજું ચરણ 13 ફેબ્રુઆરથી શરૂ થયું હતું.

સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે 60 વર્ષથી વધારે ઉંમરના લોકો અને કોઈ બીજી બીમારીથી પીડાતા 45 વર્ષથી વધારેની ઉંમરના લોકોને 1 માર્ચથી કોરોના વાયરસની વેક્સીન સરકારી કેન્દ્રો ઉપર નિઃશુલ્ક આપવામાં આવશે. એ પહેલા ગુજરાત સરકાર દ્વારા કોરોના વેક્સિનના ભાવ નક્કી કરવામાં આવ્યા છે.

છેલ્લા એક મહિનાથી કોરોના કેસોમાં 400થી નીચે રહેલો આંકડો હવે 400 પર પહોંચ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકની અંદર જ કોરોનના નવા 424 કેસ નોંધાયા છે. હાલ ગુજરાતની અંદર કુલ એક્ટિવ કેસોની સંખ્યા 1991 છે જયારે વેન્ટિલેટર ઉપર 35 દર્દીઓ છે.