ખબર

કોરોનાની મહામારી વચ્ચે CM રૂપાણી દ્વારા લેવામાં આવ્યો રૂપાળો નિર્ણય, લગ્નમાં આટલા લોકો રહી શકશે હાજર

હાલ કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલ ગુજરાતમાં 12 હજાર જેટલા કોરોનાના એક્ટિવ કેસ છે. તો આ સાથે જ અનલોકની પ્રક્રિયામાં વધુ છૂટછાટ આપવામાં આવી રહી છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

Image source

મુખ્યમંત્રી રૂપાણી દ્વારા લગ્ન સમારંભમાં 200 લોકોની છૂટ આપવામાં આવી છે. રાજ્યભરમાં આ છૂટછાટ આવતીકાલથી અમલી થશે. બંધ હોલમાં કેપેસિટીના 50% સુધી જ છૂટ આપવામાં આવશે. સરકારે એવી પણ સ્પષ્ટતા કરી છે કે છૂટ ભલે 200 લોકોને એકત્ર થવાની આપી હોય, પરંતુ તેમાં માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું પાલન કરવાનું રહેશે.

નોંધનીય છે કે, લગ્ન અને મરણ જેવા પ્રસંગોમાં જ સૌથી વધુ લોકો એકત્ર થતા હોય છે.આ ભીડભાડને કારણે કોરોના વધુ ફેલાતો હોય સરકારે તેના પર નિયંત્રણ કરવા પગલાં ભર્યા હતા. બીજી તરફ, લોકડાઉન અને કોરોનાને કારણે અનેક લગ્નપ્રસંગો પણ રદ્દ થયા હતા.