પાલનપુરના આકેસણમાં ખેતરમાં કામ કરતા કરતા ઢળી પડી 20 વર્ષીય યુવતી, હાર્ટ એટેક આવતા મોત
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં
ગુજરાતમાં હાર્ટ એટેકથી થતા મોતનો સિલસિલો યથાવત છે, ત્યારે હાલમાં બનાસકાંઠાના પાલનપુરમાંથી 20 વર્ષની યુવતીનું હાર્ટ એટેકના કારણે મોત થયુ હોવાનું સામે આવ્યુ છે. યુવતી ખેતરમાં ઘાસચારો વાઢી રહી હતી અને આ દરમિયાન અચાનક જ તે ઢળી પડી. જે પછી પરિવાર તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી.
પાલનપુરના આકેસણ ગામમાં 20 વર્ષિય ભૂમિકા મોર ખેતરમાં કામ કરી હતી અને ઢોર માટે ઘાસચારો વાઢતા સમયે જ તેને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડૃ્યો. તે પછી તે ઢળી પડી અને પછી પરિજનો તાત્કાલિક તેને લઈને હોસ્પિટલ પહોંચ્યા. પરંતુ સારવાર મળે એ પહેલા જ તેનું મોત થઈ ગયું હતું.
ત્યારે આટલી નાની ઉંમરે દીકરીના મોતને પગલે પરિવારજનો આઘાતમાં સરી પડ્યા છે.ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જ નહીં પણ સુરત, રાજકોટ સહિત રાજ્યભરમાં અત્યાર સુધીમાં ઘણા લોકો હાર્ટ એટેકના કારણે જીવ ગુમાવી ચૂક્યા છે.
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં