જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 20 ઓક્ટોબર : માતાજીની કૃપાથી આ 4 રાશિઓના જીવનમાં થશે ખુશીઓનું આગમન

1. મેષ – અ, લ ,ઈ (Aries):
આ રાશિના જાતકોમાં આજના દિવસે ઉતાર-ચડાવ જોવા મળશે. આજના દિવસે કામ વધારે રહશે. આજના દિવસે જીવનસાથી એક આદર્શ જીવનસાથીના રૂપમાં આગળ વધવા માટે મદદ કરશે.
જો તમે કોઈને પ્રેમ કરો છો તો આજના દિવસે તમે રોમેન્ટિક થતા નજરે આવશો. જમીન-મકાન મામલે ખર્ચ થઇ શકે છે. ભાગ્ય પ્રબળ હોવાને કારણે આજના દિવસે કામમાં સફળતા મળશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આ રાશિના જાતકો આજના દિવસે કરશે કંઈક અલગ અને કહેશે કંઈક અલગ. આજના દિવસે ગૃહસ્થ જીવનમાં તણાવ આવી શકે છે. જીવન સાથીને માનસિક તણાવ રહેશે જેથી તેને તમારા સહારાની જરૂર પડશે. પ્રેમી પંખીડા આજના દીવસે તેના સંબંધમાં વધતા જતા ગુસ્સાથી પરેશાન થશે. આજના દિવસે તમને ખબર નહીં પડે કે તમારા પ્રિય વ્યક્તિને કેવી રીતે સમજાવશો. આજના દિવસે તમારા વિરોધીઓ તમારા પર ભારે પડશે. પરિવારમાં સ્થિતિ સામાન્ય રહેશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આ રાશિના જાતકોને આજના દિવસે તેની કામની શૈલી કામ આવશે. આજના દિવસે તમને કોઈ મોટો લાભ અથવા પદ મળી શકે છે. નોકરી કરતા લોકોને તેના કામમાં પ્રગતિ જોવા મળશે. વેપારી વર્ગને આજના દિવસે ફાયદો થઇ શકે છે. અંગત જીવનની વાત કરવામાં આવે તો તેનું ગૃહસ્થ જીવન સુખમય રહેશે. પ્રેમી પંખીડા આજના દિવસે તેના મિત્રો અને પ્રિય વ્યક્તિની મુલાકાત કરાવશે. આજે તમારા પ્રિય વ્યક્તિને તમારા દિલની વાત કરશો. કામને લઈને મહેનત કરવી પડશે.

4. કર્ક – ડ, હ (Cancer):
આ રાશિના જાતકો આજના દિવસે ભાવુકતામાં આવીને પરેશાન રહેશે. પરિવારમાં ચાલી રહેલી તણાવને કારણે માનસિક રીતે પરેશાન રહેશે. ખુદ પર વિશ્વાસ રાખીને ગમે તેવી મુશ્કેલી સામે જીતી શકો છો. ધંધાને લઈને આજનો દિવસ સારો છે. આજના દિવસે મહેનતનું ફળ તમને મળશે. નોકરી કરતા લોકો માટે આજનો દિવસ થોડો કમજોર રહેશે. આજે તમને લાગશે કે આજના દિવસે તમારી વાત કોઈ સાંભળતી નથી. અંગત જીવન માટે આજનો દિવસ સારો નથી જેથી શાંત રહેવું જ સારું રહેશે.

5. સિંહ – મ, ટ (Leo):
આ રાશિના જાતકો માટે આજના દિવસે પરિવારની ચિંતાને લઈને પરેશાન રહેશો. આજના દિવસે તમારા માતાની તબિયત બગડી શકે છે. આજના દિવસે પરિવારમાં કોઈ વાતને લઈને હલચલ થઇ શકે છે. આજનો દિવસ શાંતિથી વીતશે. કામને લઈને સ્થિતિ સારી છે. આજના દિવસે કામ પર ધ્યાન આપો અંગત જીવન વિષે વધુ વિચાર ના કરો. આજનો દિવસ શાંતિથી વિતાવવા માટે સારો રહેશે. પ્રેમી પંખીડા આજના દિવસે લગ્ન વિષે વિચારી શકે છે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આ રાશિના જાતકો આજના દિવસે મનમાં જે વાત હોય તેના પર ધ્યાન આપો. પારિવારિક જીવન આજે તમને ઘણું શીખવી શકે છે. ભાઈ-બહેન સાથે નિરાશ થઇ શકે છે. ખર્ચમાં વધારો થશે સાથે જ ઘરના વૃદ્ધ વ્યક્તિના આશીર્વાદ મળશે. અંગત જીવનને લઈને ઘણી સમસ્યા થશે. તમારા અને તમારા જીવનસાથી સાથે ઝઘડો થઇ શકે છે. જો તમે કોઈને પ્રેમ કરો છો તો આજના દિવસે વધુ વાતચીત ના કરો. કામને લઈને સ્થિતિ સારી રહેશે. આજના દિવસે તમે કરેલી મહેનતનું ફળ મળશે.

7. તુલા – ર, ત (Libra):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. પરિવાર અને પોતાના સ્વાસ્થ્ય અંગે ચિંતા થઇ શકે છે. ઘર પરિવારની જરૂરત પુરી કરતા-કરતા આજના દિવસે તમે દુઃખી થઇ શકો છો કારણ કે આજે કોઈ વિવાદ સામે આવી શકે છે. આવક વધવાની સંભાવના પણ છે. કામને લઈને આજનો દિવસ સારો રહેશે. જીવનસાથી સાથે કોઈ વાતને લઈને ઝઘડો કરી શકે છે. તેથી સાવધાની રાખો.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આ રાશિના જાતકો આજના દિવસે દબાણભર્યો રહેશે. ગ્રહની સ્થિતિના કારણે આજ ખુદને અસહજ મહેસુસ કરશે. બપોર બાદ સ્થિતિ સારી રહેશે. આજના દિવસે કામને લઈને ટ્રાવેલિંગ કરવું પડશે. વિદેશ જવાની સંભાવના થઇ રહી છે. આજના દિવસે તમારું તેજ મગજ અને બુદ્ધિ તમારું વિરોધીઓ પર ભારે પડશે. ઘરમાં કોઈ પૂજા-પાઠ થવાની સંભાવના રહેશે અને કોઈ શુભ કામની શરૂઆત થઇ શકે છે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ માથાના દુખાવા જેવી સમસ્યાથી દિવસ બગડી શકે છે. આવકને લઈને સ્થિતિ સારી રહેશે. આજે કોઈને કોઈ જગ્યાએથી પૈસા આવી શકે છે. આજના દિવસે કામને લઈને દિવસ સારો રહેશે. અંગત જીવન માટે આજનો દિવસ સારો રહેશે. આજે તમારી અંગત જીવન માટે કોઈ મોટું સપનું જોઈ શકો છો. આજના દિવસે કોઈ નવી ચીજ ખરીદી કરી શકો છો.

10. મકર – જ, ખ (Capricorn):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉતાર-ચડાવ ભર્યો રહેશે. આજના દિવસે તમારે કામમાં પૂરું ધ્યાન આપો. આજના દિવસે પારિવારિક ચિંતામાં પસાર થશે. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન આજના દિવસે નવું કામ કરવા પ્રેરિત કરશે. જીવનસાથીથી સલાહ લઈને કામ કરવાથી લાભ થશે. પ્રેમી પંખીડા આજના દિવસે તેના પ્રિય વ્યક્તિના વ્યવહારથી દુઃખી નજરે આવશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. આજે કોઈ નવું કામ કરવાની યોજના બનાવી શકો છો. પ્રેમી પંખીડા આજના દિવસે કોઈ વાતને લઈને ઝઘડો કરી શકે છે. ગૃહસ્થ જીવન માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે સ્વાસ્થ્ય કથળી શકે છે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
આ રાશિના જાતકો માટે આજના દિવસે કોઈ નવી ડીલ ફાઇનલ થઇ શકે છે જેનાથી નફો થશે. કામને લઈને પ્રવાસ કરી શકો છો. આજના દિવસે પ્રવાસ કરવાથી તમને થાક લાગશે. આજના દિવસે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું પડશે. આજના દિવસે પિતાનું સ્વાસ્થ્ય કથળી શકે છે. ઘરનો માહોલ સારો નહીં રહે.