આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 20 ઓક્ટોબર 2019

0

1. મેષ – અ,લ,ઈ (Aries):
આજે ખૂબ ખુશીનો દિવસ છે. જુના મિત્રો અને પરિવાર સાથે મળીને કોઈ સારું કાર્ય કરો જેમ કે જરૂરિયાત વાળા લોકોને મદદરૂપ થાવ. આજે તમને તમારા સહકાર્યકરો તરફથી પણ સારો સપોર્ટ મળી રહેશે. આજે ખુશીમાં ને ખુશીમાં કોઈ અજાણ્યાની પાછળ વધારાનો ખર્ચ ના થઇ જાય તેનું ધ્યાન રાખજો. તમારો ખુશમિજાજ સ્વભાવ દરેક લોકોને તમારી તરફ આકર્ષિત કરશે. સાંજનો સમય પરિવાર માટે ફાળવો જેનાથી તમે પરિવારના સભ્યો તમારા માટે સુ વિચારે છે તે જાણી શકશો.
શુભ અંક : ૭
શુભ રંગ : પીળો
2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
નવા ક્ષેત્રમાં પૈસા રોકવા માટે સારો દિવસ છે, આજે નસીબના તારા તમારો સાથ આપશે. તમારી આર્થિક પરીસ્થિતિ મજબુત થશે. અમુક મહત્વના નિર્ણય લેવામાં તમને ઉપરી અધિકારી તરફથી દબાણ થશે. આજે સ્વાસ્થ્ય નરમગરમ રહેશે. પ્રિયપાત્રને પ્રેમનો પ્રસ્તાવ મુકવા માટે સારો સમય છે. જીવનસાથી સાથે સંબંધ વધુ ને વધુ મજબુત થશે. વધારે ગુસ્સો કરવાવાળા લોકોએ આજે ખાસ સંભાળવું. નોકરી કરતા મિત્રોને પોતાના કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. વેપાર કરી રહેલ મિત્રોને વધારે આર્થિક લાભ મળશે. ઉતાવળે નિર્ણય કરવો નહિ.
શુભ અંક : ૯
શુભ રંગ : લીલો
3. મિથુન – ક,છ,ઘ (Gemini):
વેપાર વધારવા માટે આજે તમને અમુક લોકોની મદદ મળશે. આજે બીજાને ઉધાર આપેલ પૈસા પરત મળશે. આજે તમે અમુક લોકોની મદદ માંગશો પણ જોઈએ એવી મદદ કોઈ તમને કરશે નહિ. આજે તમારા જીવનસાથી સાથે પણ વિવાદ થવાની સંભાવના છે. આજે સંતાન સંબંધિત કોઈ મુશ્કેલી તમને હેરાન કરી શકે છે. બાળકોની તબિયતની ખાસ કાળજી રાખો. વાતાવરણમાં બદલાવને કારણે તબિયત પર અસર કરી શકે છે. વિદ્યાર્થી મિત્રો માટે આજે સફળતા મળશે. વેપારી મિત્રોએ પૈસા રોકતા પહેલા અમુક નિષ્ણાત મિત્રોની સલાહ જરૂરથી લેજો. આજે કોઈની પર આંધળો વિશ્વાસ કરવો એ તમને નુકશાન પહોચાડી શકે છે.
શુભ અંક : ૯
શુભ રંગ : લાલ
4. કર્ક – ડ,હ (Cancer):
આજે કામના સ્થળે દરેક મિત્રો અને તમારા બોસ તમારા નવા આપેલા આઈડિયાથી ખુશ રહેશે. આજે તમારી સફળતાનો દિવસ છે તો તેને સંપૂર્ણ રીતે માણો. તમારા દ્વારા આપવામાં આવેલા નવા વિચારોથી તમારી આવકમાં પણ વધારો થશે. જે મિત્રો પોતાનો પગાર વધારવા માટે એપ્લાય કરવાનું વિચારે છે તેઓની માટે આજે સારો સમય છે. આજે તમે થોડી નવી વસ્તુઓની ખરીદી પણ કરી શકો છો. આજે પરિવારમાં કોઈની તબિયત બગડે તેવા યોગ બની રહ્યા છે તો તેમની તકેદારી વિશેષ રાખજો. આજે તમારે કોઈનું મન દુભાવવાનું નથી. આજનો દિવસ વ્યસ્તતાથી ભરપુર રહેશે. આર્થિક સ્થતિ સધ્ધર બનશે.
શુભ અંક : ૭
શુભ રંગ : સફેદ
5. સિંહ – મ,ટ (Lio):
લેવડ દેવડમાં અને પૈસા ઇન્વેસ્ટ કરવામાં ખાસ કાળજી રાખવી. આજે કોઈપણ વિશ્વાસપાત્ર વ્યક્તિ તમારી સાથે દગો કરી શકે છે. આજે પારિવારિક જીવન થોડું તણાવથી ભરેલું હશે. કોઈપણ વાદ વિવાદમાં પડતા પહેલા વિચારજો. જીવનસાથી સાથે સારો સમય વિતાવી શકશો. રસ્તા પર ગાડી ચલાવતા અને રસ્તો ઓળંગતા ખાસ તકેદારી રાખજો. આજે સ્વાસ્થ્યને સારું રાખવા માટે તીખું, તળેલું અને જંકફૂડ ખાવાથી બચવું. આજે કામના ભારણમાં વધારો થશે. નોકરી કરતા મિત્રો દ્વારા કરવામાં આવેલ કામથી ઉચ્ચ અધિકારીઓ ખુશ હશે. આજે ઠંડાપીણા અને હોટલના બિઝનેસ સાથે જોડાયેલ મિત્રોને ધનલાભ થશે.
શુભ અંક : ૬
શુભ રંગ : લાલ
6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
આવક વધારવા માટે તમે એક્સ્ટ્રા મહેનત કરીને એક્સ્ટ્રા ઇન્કમ વધારી શકશો. આજે જીવનસાથી અને પરિવાર તરફથી તમને સંપૂર્ણ સહયોગ મળશે. તમારા સ્વભાવમાં આજે નરમાશ અને ધાર્મિકતા આવશે. તમારી આર્થિક પરીસ્થિતિ મજબુત થવાના યોગ છે. નોકરી કરતા મિત્રોને આજે પ્રમોશન અને પગાર વધારાનો યોગ છે. આજે સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને ઘરમાં પરિવારની સુખ સુવિધા માટે અમુક સાધનો વસાવી શકશો. શેર માર્કેટ સાથે જોડાયેલ મિત્રોને અચાનક ધનલાભ થશે. આજે પરિવાર સાથે વાતાવરણ બદલવા માટે લાંબી મુસાફરી પર જઈ શકશો. નોકરી કરવા માંગતા મિત્રોને સારી કંપની તરફથી સારી ઓફર મળશે.
શુભ અંક : ૮
શુભ રંગ : લીલો
7. તુલા – ર,ત (Libra):
આજનો દિવસ તમારો ખુશીઓથી ભરપુર રહેશે. આજે તમારા પરિવાર તરફથી તમને સારા સમાચાર મળશે. આજે તમને મળતી દરેક વ્યક્તિ સાથે હસતા હસતા વાત કરો તમારા દરેક કામ આસાનીથી પાર પડી જશે. આજે તમને બીજા ઘણાં વિચારો આવશે જેને તમે તમારા ભવિષ્ય માટે અમલમાં મૂકી શકો છો. આજે તમે કોઈને પ્રેમનો પ્રસ્તાવ આપવા માંગતા હોવ તો સારો સમય છે તમને રીપ્લાય પોઝીટીવ જ મળશે. જુના મિત્રો સાથે સંપર્ક કરો અને તમારી ખુશીમાં એમને પણ સામેલ કરો. આજે જીવનસાથી સાથે વિતાવેલ સમય તમારા લગ્નના સમયની યાદ અપાવશે.
શુભ અંક : ૧
શુભ રંગ : આસમાની
8. વૃશ્ચિક – ન,ય(Scorpio):
આજે તમારી નજીકના કોઈ મિત્ર મુશ્કેલીમાં મુકાશે. આજે તમે મિત્રોની મદદ કરજો જયારે તમે કોઈ મુશ્કેલીમાં મુકશો ત્યારે એ મિત્રો જ તમારી મદદે આવશે. આજનો દિવસ વ્યસ્તતાથી ભરપુર રહેશે. કોઈપણ જગ્યાએ લાંબા મૂડીરોકાણમાં સાચી માહિતી અને સાચી વિગતો જાણ્યા વગર નિર્ણય કરશો નહિ. નકારાત્મકતાને તમારાથી દૂર રાખો. કોઈપણ મુશ્કેલીમાં તમારી ધીરજ ગુમાવશો નહિ. જો કોઈ તમારા પ્રેમનું મૂલ્યાંકન પૈસાથી કરે તો એ વ્યક્તિથી દૂર રહો તમારી ગેરહાજરી તેમને તામારા સાચા પ્રેમની અનુભૂતિ કરાવશે.
શુભ અંક : ૫
શુભ રંગ : આસમાની
9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આજે અચાનક ધનલાભ થવાના યોગ છે. બંને તરફથી આજે તમારી આવક વધશે. પરિવારની માટે આજે તમે વાહન કે પછી બીજી કોઈ વસ્તુ ખરીદવાના યોગ છે. ઘર સાજ સજાવટ માટે ખર્ચ થશે. તમારા મિત્રોની સંખ્યામાં વધારો થશે. જે લોકો પોતાનું જીવન એકલું ગાળી રહ્યા છે તેમના જીવનમાં નવા લોકોનું આગમન થશે. આજે કાન, ગળું અને સ્કીન સંબંધિત કોઈ તકલીફ થશે. નોકરી કરતા મિત્રોને પ્રમોશન મળી શકે છે. સમાજમાં તમારી નામના થશે લોકોની ભીડમાંથી આજે તમે તમારી ઓળખાણ બનાવી શકશો. આજે વેપારી મિત્રોને કોઈપણ ઉતાવળમાં પૈસા રોકવાના નથી. ટૂંક સમયમાં તમારી આર્થિક પરીસ્થિતિ મજબુત થવાના ચાન્સ છે.
શુભ અંક : ૨
શુભ રંગ : પીળો
10. મકર – જ, ખ (Capricorn):
આર્થિક પરીસ્થિતિ માટે સમય અનુકુળ હશે. એક્સ્ટ્રા ઇન્કમના સોર્સ વધશે. આજે તમારે કોઈપણ કામમાં ઉતાવળ કરવાની નથી. ઘણા કામ આજે ધાર્યા કરતા વહેલા પૂર્ણ થઇ જશે. પ્રેમમાં હોવ અને કોઈને પ્રપોઝ કરવા માંગો છો તો આજે તમને પોઝીટીવ જવાબા મળશે. ઉપરી અધિકારી અને બોસ તમારા કામથી ખુશ હશે. આજે કામના ભારને કારણે તણાવ અનુભવશો. આજે તમારી વાણી અને વર્તન પર કાબુ રાખો. ગુસ્સમાં તમે કોઈને ના કહેવાની વાત કહેવાઈ જશે અને તમારું બનતું કામ બગડવાના યોગ છે. ફેક્ટરી, ઓટોમોબાઇલ અને મનોરંજન સાથે જોડાયેલ મિત્રોને સારો ધનલાભ મળશે.
શુભ અંક : ૧
શુભ રંગ : જાંબલી
11. કુંભ – ગ,શ,સ(Aquarius):
આર્થિક પરીસ્થિતિ મજબુત થશે. ઘણા સમય પહેલા શેર માર્કેટમાં કરેલ ઇન્વેસ્ટમેન્ટથી સારું રીટર્ન મળશે. લોટરી અને શરતી સ્કીમથી દૂર રહેવું. આજે તમારે તમારામાં આત્મવિશ્વાસ રાખવી જરૂરત છે. આજે લગ્ન ઈચ્છુક મિત્રો માટે સારો દિવસ છે. તમારા પ્રિયપાત્ર તરફથી આજે પ્રેમ પ્રસ્તાવ મળવાની સંભાવના છે. કોર્ટ અને કચેરી સાથે જોડાયેલ વિવાદમાં તમને સફળતા મળશે. સ્વાસ્થ્યમાં ખાસ બહુ ફરક નહિ રહે, સામાન્ય દિવસ છે. વેપારી મિત્રોને સફળતા મળશે. મિત્રો સાથે આજે સારો સમય વિતાવી શકશો. આજે તમારું મનગમતું કામ પૂર્ણ થશે અને તમારામાં ઊર્જા અને ઉત્સાહનો વધારો થશે. ધનલાભ પણ સારો થશે.
શુભ અંક : ૩
શુભ રંગ : લાલ
12. મીન – દ,ચ,જ,થ(Pisces):
આજે તમારા કામના સ્થળ પર તમારો સમય ખૂબ સુંદર અને શાંતિથી પસાર થશે. ઓફિસમાં કોઈપણ કામ કરવા માટે તમે સક્ષમ છો એવા વિચાર સાથે જ આગળ વધો. આજે તમને તમારા પ્રિયપાત્ર સાથે સમય વિતાવવા માટેની ઉત્તમ તક મળશે. લગ્નજીવનમાં અને કારકિર્દી માટે આજનો દિવસ સૌથી શ્રેષ્ઠ છે તો આજે તમારા હાથમાં આવેલી કોઈપણ તક ચુકી ના જાવ એની સાવધાની રાખજો. આજે સવારનો સમય તમારી માટે શ્રેષ્ઠ છે જે પણ વિચાર તમને સવારના સમય દરમિયાન આવે તેને બને એટલો વહેલા અમલમાં મુકો.
શુભ અંક : ૯
શુભ રંગ : પીળો

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – આ વર્ષના શરૂઆતના દિવસમાં તમારા સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખવાની જરૂરત છે. સંતાનની તબિયત વર્ષ દરમિયાન સારી રહેશે. વડીલોને નિયમિત ડોક્ટરની મુલાકાત કરાવજો. આ વર્ષે યોગા અને કસરત આજથી જ શરુ કરી શકો છો.

નોકરી-ધંધો – ઓફિસમાં આ વર્ષે તમારા સાથી કર્મચારી તમારું સ્થાન લેવા માટે પ્રયત્ન કરશે. તમારું પ્રમોશન જોઇને તમારાથી લોકો ઈર્ષા અનુભવ કરશે. તેવા લોકો સાથે પણ પ્રેમથી વાત કરો પણ હંમેશા સાવધાન રહેજો ક્યાંક એ તમને નુકશાન ના કરે.

કૌટુંબિક-પારિવારિક – ઘરમાં તમારી સાથે રહેતા વડીલોની તબિયત આ વર્ષે ખુબ સાચવજો. તમારી કરેલી સેવાથી તેઓ હંમેશા ખુશ રહેશે. વડીલોના આશીર્વાદ આ વર્ષે તમને સારા ફળશે. તમે ઈચ્છો એવી નોકરી અને ઈચ્છો એ ટાર્ગેટ પુરા કરી શકશો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.