અજબગજબ ખબર

આંખોમાં થઇ અસહ્ય પીડા તો ડૉક્ટરે ઓપરેશન કર્યું અને નીકળી આ ખતરનાક વસ્તુ

આંખોમાંથી જે નીકળ્યું એ જોઈને ડોક્ટર પણ સ્તબ્ધ થઇ ગયો

એક શખ્સની આંખમાં દર્દ થતા તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ડોકટરો આ વ્યક્તિની આંખમાં જોયું તો તે પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતા.

Image source

ચીનમાં ડોકટરે એક વ્યક્તિની આંખમાંથી 20 જીવતા કીડા કાઢ્યા છે. આટલા બધા કીડા આંખમાંથી કાઢ્યા બાદ આખી હોસ્પિટલમાં હંગામો મચી જવા પામ્યો હતો. ડેલી સ્ટારના રિપોર્ટ અનુસાર, આ 60 વર્ષીય દર્દીની ઓળખ ઉપનામ વાનથી થઇ હતી. વાનને થોડા સમય પહેલા જયારે આંખમાં દર્દ થવા લાગ્યું ત્યારે તેને વિચાર્યું કે થાકના કારણે થયું છે. આ વાત પર વધુ ધ્યાન આપ્યું ના હતું. વાનની આંખમાં જયારે દર્દ થવા લાગ્યું ત્યાર ટી સુઝોઉ શહેરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

Image source

હોસ્પિટલના ડોકટરોએ ટોટલ મેડિકલ પરીક્ષણ કર્યું હતું. આ આ બાદ જમણી આંખમાંથી ઓછામાં ઓછા 20 જીવતા કીડા જોવા મળ્યા હતા. ડો.શી ટીંગએ કીડાને હટાવવા માટે એક મેડિકલ પ્રોસિઝર રાખ્યો હતો.તે કીડાને નેમાટોડ્સ તરીકે ઓળખ્યા અને આંખમાંથી ઓછામાં ઓછા 20 કીડા કાઢ્યા હતા.

નેમાટોડ્સ એ સામાન્ય પરોપજીવી છે. તે કૂતરાં, બિલાડીઓ અને બીજા ઘણા પ્રાણીઓમાં મળી શકે છે. ડો. શી ટીંગના જણાવ્યા મુજબ, લાર્વાને જંતુઓમાં વિકસિત થવામાં 15 થી 20 દિવસનો સમય લાગે છે.

Image source

જોકે, હજી સુધી તે સ્પષ્ટ થઈ શક્યું નથી કે જંતુઓ આંખમાં કેવી રીતે આવ્યા. વાને હોસ્પિટલના તબીબી કર્મચારીઓને કહ્યું કે તેની પાસે કોઈ પાલતુ પ્રાણી નથી. આ સ્થિતિમાં તે કામ દરમિયાન પરોપજીવી સંપર્કમાં આવ્યો હશે.
અમેરિકામાં પણ 2018 માં એક મહિલા તેના ચહેરા પર કોઈ દાગ જોઈને સ્તબ્ધ થઈ ગઈ હતી. બાદમાં તપાસમાં બહાર આવ્યું કે તે ખરેખર તેની ત્વચા હેઠળ રહેલો પરોપજીવી કીડો હતો.