સંકષ્ટી ચતુર્થીનું વ્રત ભગવાન ગણેશજીને સમર્પિત હોય છે. આ દિવસે વિશેષ રૂપથી ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે શાસ્ત્રોમાં એવું કહેવામાં આવે છે કે, આ મહિનામાં પડનારી ચતુર્થીનું વિશેષ મહત્વ છે. કહેવામાં આવે છે કે આ દિવસે ભગવાન ગણેશજીની પૂજા-અર્ચના પૂરી વિધિ વિધાન અને સાચા મનથી કરવામાં આવે તો જીવનમાં બધી જ વિઘ્નો બાધાઓ દૂર થાય છે.આ દિવસે ગણેશ ભગવાનની પૂજા કરવાથી વ્યક્તિને વિદ્યા બળ બુદ્ધિનું વરદાન પ્રાપ્ત થાય છે.
સંકષ્ટી ચતુર્થી તિથિ શુભ મુહૂર્ત :–
આ મહિનામાં આંબાવાડી સંકષ્ટી ચતુર્થી જેને ક્રિષ્ના પિંગલા ચતુર્થીના નામથી પણ ઓળખવામાં આવે છે. વર્ષ 2019 માં સંકષ્ટી ચતુર્થી 20 જૂન ગુરૂવારના દિવસે આવે છે. સંકષ્ટી તિથિ પ્રારંભ 20 જુન ગુરુવાર 17 :8 મિનિટ પર થાય છે. જયારે સંકષ્ટી તિથિ સમાપ્ત 21 જૂન શુક્રવાર 19: 8 મિનિટ પર થાય છે.

સંકષ્ટી ચતુર્થી વ્રત પૂજા વિધિ :–
સંકટ ચતુર્થીનું વ્રત ભગવાન ગણેશજીની પૂજા માટે કરવામાં આવે છે. ગણેશજીની ઉપાસના કરવા માટે આ દિવસે સૂર્યોદયથી લઇ ચંદ્રોદય સુધી ઉપવાસ કરવામાં આવે છે. ચતુર્થી તિથિના દિવસે પોતાના દૈનિક કાર્યોમાંથી નિવૃત્ત થઈને સ્નાન કરીને વ્રતનો સંકલ્પ કરવો જોઈએ. ત્યારબાદ ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપિત કરી. ભગવાન ગણેશજીને ધૂપ દીપ અગરબત્તી ચોખા હળદર કુમકુમ વગેરે અર્પિત કરવા જોઈએ. ભગવાન ગણેશજીને લાડુનો ભોગ ધરાવવો જોઈએ. ભગવાન ગણેશજીને દૂર્વા ખૂબ જ પ્રિય હોવાથી પૂજા સમય દરમિયાન દૂર્વા અર્પણ કરવી.

સંકષ્ટી ચતુર્થીનું મહત્વ :––
સંકટ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા વિધી કરવામાં આવે છે. આ દિવસે ગુરુવાર હોવાથી તેનું મહત્વ વધારે છે. માન્યતા છે કે આ દિવસે શુભ ફળ આપવા વાળો છે. જે વ્યક્તિ આખો દિવસ શ્રધ્ધા ભાવથી આ વ્રત કરે છે. તેમ જ ભગવાન ગણેશની પૂજા કરે છે. તેને ભગવાન ગણેશજીની કૃપાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે અને તેની બધી જ પરેશાનીનો અંત આવે છે. તેને બોલ બુદ્ધિ વિદ્યા અને સમૃદ્ધિનું વરદાન મળે છે.
સંકષ્ટી ચતુર્થીનો ચંદ્ર ઉદયનો સમય :–
20-6 -2019 ને ગુરુવાર સંકટ ચતુર્થી ગણેશ ચોથ ચંદ્ર ઉદય રાતે 10:05.
તેમજ આ દિવસે ઓમ્ ગં ગણપતયે નમઃ ની એક માળા કરવાથી તમને લાભ પ્રાપ્ત થશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks