આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 20 જાન્યુઆરી 2020

0

મેષ – અ, લ, ઈ
જો લાંબા સમયથી કોઈ શારીરિક તકલીફથી પીડાઈ રહ્યા છો તો આજથી જ તેના માટે કસરત અને યોગ્ય ઉપચાર કરવાની શરૂઆત કરો દો. આજે તામ્ર કોઈ નજીકના સગા તરફથી તમને આર્થિક સહાય મળશે. ઓફિસમાં કામ કરતા દરેક સહકાર્યકર તરફથી તમને પુરતો સપોર્ટ મળશે. લાંબી મુસાફરી તમને અત્યારે લાભ ના આપે તો તેના કારણે નર્વસ થતા નહિ એ મુસાફરીનો બહુ મોટો ફાયદો તમને ભવિષ્યમાં થવાનો છે. નકારાત્મકતાને હમેશા દૂર રાખો. જીવનસાથી સાથે બને એટલો સમય ફાળવો.
શુભ અંક : ૪
શુભ રંગ : લાલવૃષભ – બ, વ, ઉ
પૈસા સંબંધિત કાર્યમાં ધીરજ રાખવાની જરૂરત છે. નોકરી કરતા મિત્રોને ઓફિસમાં અગત્યનું કામ મળશે જેની પાછળ તમારો આજનો દિવસ પૂર્ણ થઇ જશે. આર્થિક સ્થિતિમાં બદલાવ આવશે. તમે પોતાની જાત સાથે લાંબી ધાર્મિક યાત્રા પર જઈ શકશો. આજે કોઈ ધાર્મિક સંસ્થા સાથે જોડાઈ શકો છો. તમારા અટકેલા કામ આજે પૂર્ણ થશે. જો લાંબા સમયથી કોઈ શારીરિક તકલીફથી પીડાઈ રહ્યા છો તો આજથી જ તેના માટે કસરત અને યોગ્ય ઉપચાર કરવાની શરૂઆત કરો દો. ઓફિસમાં કામ કરતા દરેક સહકાર્યકર તરફથી તમને પુરતો સપોર્ટ મળશે. નકારાત્મકતાને હમેશા દૂર રાખો. જીવનસાથી સાથે બને એટલો સમય ફાળવો.
શુભ અંક : ૩
શુભ રંગ : કાળોમિથુન – ક, છ, ઘ
કામ કરવાની જગ્યાએ તમારા હાથ નીચે કામ કરતા લોકોને ખુશ રાખો તેઓના ખુશ રહેવાથી તમારા કામમાં ખુબ ફાયદો થશે. આજે ખરીદી કરવા જવાનું બની શકે છે. આજે વધારાનો અને બિનજરૂરી વસ્તુ પાછળ ખર્ચ ના થાય એનું ધ્યાન રાખજો. આજે કોઈપણ નાણાકીય નિર્ણય એકલા લેશો નહિ તમારા નિર્ણયમાં તમારા ઉપરી અધિકારી અથવા તો તમારા વડીલોની સલાહ લેવાનું રાખજો. રસ્તો ક્રોસ કરો ત્યારે સાવચેતી રાખવી.
શુભ અંક : ૩
શુભ રંગ : ગુલાબીકર્ક – ડ, હ
તમારે હવે બધું નસીબ અને ભાગ્ય પર છોડવાની આદત બદલવાનો સમય આવી ગયો છે. હંમેશા બીજાને દોષ દેવો એવું ના કરશો. તમને એકવાર નિષ્ફળતા મળી એનો અર્થ એવો બિલકુલ નથી કે તમને સફળતા મળશે જ નહિ. આજથી જ નવા દિવસની નવા જોશ અને ઉત્સાહ સાથે શરૂઆત કરો ઈશ્વર તમારી સાથે જ છે. બસ થોડી હજુ વધારે મહેનત તમને સફળતાનો સ્વાદ જરૂર કરાવશે. આજે ગમે એવી મુશ્કેલી આવે તમારે ડરવાની કે ડગવાની જરૂરત બિલકુલ નથી. વિશ્વમાં એવું કશું નથી જે ના થઇ શકે એ મંત્ર હંમેશા યાદ રાખો. આજે નોકરી કે ધંધાની શરૂઆત કરતા પહેલા મહાદેવજીના મંદિરે દર્શન કરવા અચૂક જાવ.
શુભ અંક : ૬
શુભ રંગ : સફેદસિંહ – મ, ટ
આજે શેર માર્કેટમાંથી સારા પૈસા મેળવી શકશો. આજે લોટરી અને શરતી વાતોથી દૂર રહેવું. આજે મિત્રો સાથે બહાર ફરવા જઈ શકો છો. આજે નવા લોકો સાથે મુલાકાત થશે. આજે પરિણીત અને પ્રેમીઓ માટે સારો દિવસ છે. એકબીજાની સાથે તમે સારો સમય વિતાવી શકશો. આજે તબિયત નરમગરમ રહેશે. આજે કોઈ ચીજ વસ્તુનું એલર્જી તમને થઇ શકે છે. વિદ્યાર્થીઓ પોતાના નવા ક્ષેત્રની પસંદગી કરી શકશો. આજે સ્થાયી મિલકત ખરીદવાના ચાન્સ છે. આજે નજીકના કોઈ સંબંધીઓ તમારી મદદ માંગશે, આજે કોઈ તમારી ઈમાનદારી અને ભરોસાનો ગેરફાયદો ઉઠાવશે. આજે વધારાનો ખર્ચ કરતા ખાસ બચજો.
શુભ અંક : ૬
શુભ રંગ : કાળોકન્યા – પ, ઠ, ણ
જે મિત્રો નોકરી શોધી રહ્યા છે તેમની માટે સારી ઓફર આવે તેવી સંભાવના છે. જે મિત્રો નોકરી બદલવાનું વિચારી રહ્યા છે તેઓએ બીજી નોકરી વિષે પહેલા સંપૂર્ણ તપાસ કરી લેવી અને પછી જ કોઈ યોગ્ય નિર્ણય લેવો. આજે કોઈપણ કામ આવે તો તેને ઉત્સાહથી કરો તમારો એ સ્વભાવ જ તમને સફળતાના શિખરો સર કરાવશે. આજે તમારા માટે ખૂબ સારો દિવસ છે તો કોઈપણ પ્રકારની મૂંઝવણ હોય તો તમારા વડીલોની સલાહ લો અને આગળ વધો. આજે નાણાકીય ભીડ ઓછી થવાના યોગ છે તમારા પર ઈશ્વરના ચાર હાથ છે પણ ખરી સફળતા તમને મહેનત કરીને જ મળશે. આજે નોકરી બદલવા માટે પણ સારા યોગ છે.
શુભ અંક : ૭
શુભ રંગ : લીલોતુલા – ર, ત
તમને ઘણા લોકોએ અને પ્રિયજનોએ પણ સલાહ આપેલી જ હશે કે બોલવામાં અને લોકો સાથે વાત કરો ત્યારે થોડી કાળજી રાખો તમારા વાણી અને વર્તનથી કોઈના હૃદયને ઠેસ ના પહોચે તેનું ખાસ ધ્યાન રાખો. તમારી આ એક ભૂલના કારણે આજે તમારે કોઈ મિત્ર સાથે મત ભેદ થવાની શક્યતાઓ છે. આજનો દિવસ છે મહાદેવજીને અર્પણ તો પછી આજથી મનની શાંતિ અને તનની સુરક્ષા માટે બની શકે તો ઉપવાસ કરો અથવા તો મહાદેવજીના મંદિરે આવેલા પીપળાને જળ અર્પણ કરો. આજે ધનલાભ પણ થઇ શકે છે પણ પરિવારને ધ્યાનમાં રાખીને નિર્ણય કરશો તો જ.
શુભ અંક : ૮
શુભ રંગ : લાલવૃષિક – ન, ય
આજે ખૂબ ખુશીનો દિવસ છે. જુના મિત્રો અને પરિવાર સાથે મળીને કોઈ સારું કાર્ય કરો જેમ કે જરૂરિયાત વાળા લોકોને મદદરૂપ થાવ. આજે તમને તમારા સહકાર્યકરો તરફથી પણ સારો સપોર્ટ મળી રહેશે. આજે ખુશીમાં ને ખુશીમાં કોઈ અજાણ્યાની પાછળ વધારાનો ખર્ચ ના થઇ જાય તેનું ધ્યાન રાખજો. તમારો ખુશમિજાજ સ્વભાવ દરેક લોકોને તમારી તરફ આકર્ષિત કરશે. આજે બેન્કના કાર્ય કરો ત્યારે ખાસ તકેદારી રાખો. સાંજનો સમય પરિવાર માટે ફાળવો જેનાથી તમે પરિવારના સભ્યો તમારા માટે સુ વિચારે છે તે જાણી શકશો.
શુભ અંક : ૮
શુભ રંગ : ગુલાબીધન – ભ, ધ, ફ, ઢ
તમારામાં રહેલી નકારાત્મકતા તમને આગળ વધતા રોકે છે. તમે ઘણા સમયથી કરેલી મહેનતનું યોગ્ય ફળ મળતું નથી તો તમારે આજથી જ હકારાત્મક વલણ અપનાવવાનું છે. તમારા પરિવાર સાથે વાત કરો તેઓ આજે તમારી ખુબ મદદ કરી શકશે. કોઈપણ પરિવારજનો સાથે કે મિત્રો સાથે વાત કરો તો વાણી અને વર્તનમાં થોડી સાવધાની રાખજો. નાની નાની રમૂજમાં માટે કોઈને ઉતારી પડવાની જો આદત છે તો એ આજથી બદલી દો. આજે જો ઘરમાં કોઈપણ વાતને લઈને વિવાદ થાય તો તેને વડીલોની સલાહ લઈને સુલજાવી દો. આજે તમારા જીવનસાથીની તબિયત નરમ ગરમ રહેશે. મન હળવું કરવા માંગો છો તો જુના મિત્રોને ફોન કરીને કે મળીને વાતો કરો.
શુભ અંક : ૧
શુભ રંગ : લીલોમકર – જ, ખ
સવારથી મન થોડું વ્યથિત જણાશે. બપોર સુધીમાં સ્વાસ્થ્યમાં સુધારો આવશે. ઓફિસમાં નાની નાની વાતે ગુસ્સે થવાનું ટાળજો નહિ તો કોઈ મહત્વના કામમાં સુધારો કરવા જતા એ કામ બગડી જશે. આજે તમને તમારા પરિવાર તરફથી પુરતો સપોર્ટ મળશે, આજે ભવિષ્યમાં ઘણો ફાયદો થાય તેવી રોકાણ કરવાની સ્કીમ તમારી સામે આવશે. ઉપરી અધિકારી અને વડીલોની સલાહથી આગળ વધો. દિવસનો અંત આજે ખુબ સુખદ હશે. તમારા જીવનસાથી સાથે આજે પ્રેમભરી વાતો કરો.
શુભ અંક : ૯
શુભ રંગ : આસમાનીકુંભ – ગ, શ, સ
તમને જે વિષયમાં રસ નહિ હોય તેવી જગ્યાએથી પૈસાની અઢળક કમાણી થશે. આજે મિત્રશત્રુઓથી બચીને રહેજો. નોકરી કરતા મિત્રો આજે ઓફિસમાં સારો દેખાવ કરી શકશે જેનાથી તમારી સાથે કામ કરતા લોકો તમારી ઈર્ષા કરશે. નાના બાળકો આજે તમને ખુશ કરી શકશે તો આજે બાળકો સાથે સમય વિતાવો. આજે કોઈપણ ટેસ્ટી અને તીખું તળેલું ખાતા પહેલા તમારા સ્વાસ્થ્યનો વિચાર કરજો. નાની નાની વાતોને લઈને આજે તમારે ગુસ્સે થવાનું નથી નહીતો માથાનો સખત દુખાવો થઇ શકે છે. આજે તમને કોણ તમારી સાચી કેર કરે છે એ તમને ખબર પડશે. જીવનસાથી સાથે ચાલતા અણબનાવનો આજે અંત આવશે.
શુભ અંક : ૯
શુભ રંગ : પીળોમીન – દ, ચ, જ, થ
આજે દિવસ થોડો નિરાશાજનક છે તો જરા સાવધાન રહેવાની જરૂરત છે. આજે તમારા ઉપરી અધિકારી અને તમારા સાથી કર્મચારી તમારાથી નારાજ થઇ શકે છે. કોઈપણ અજાણ્યા પર વિશ્વાસ કરતા પહેલા સો વાર વિચાર કરજો. કોઈપણ પ્રકારનું રોકાણ આજે જોખમી સાબિત થઇ શકે છે. માટે જ્યાં સુધી બધી જ ચકાસણી જેમકે ફાયદાની અને નુકશાનની વાત જોઈ ના લો ત્યાં સુધી કોઈપણ નિર્ણય લેવાનો નથી. પરિવારમાં આજે નાની નાની વાતો મોટા ઝઘડાનું સ્વરૂપ ધારણ ના કરે તેની તકેદારી તમારે રાખવાની છે.
શુભ અંક : ૭
શુભ રંગ : પીળો

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – વર્ષની શરૂઆતમાં વાતાવરણમાં કારણે સ્વાસ્થ્ય ઉપર નીચે રહેશે. નિયમિત ડોકટરની મુલાકાત લેવાનું અને દવા લેવાનું ભૂલતા નહિ. વર્ષના વચ્ચેના સમયમાં તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. વર્ષના અંતે કોઈ અકસ્માત થવાના યોગ છે.

નોકરી-ધંધો – નોકરી કરતા મિત્રોને આ વર્ષે દિવાળીની આસપાસ પ્રમોશન મળશે. વેપારી મિત્રો આ વર્ષ દરમિયાન પોતાનો વેપાર વિદેશમાં શરુ કરવાના ચાન્સ મળશે. યોગ્ય માર્ગદર્શન હેઠળ કામ શરુ કરો. કોઈપણ નવો પ્રોજેક્ટ લેતા પહેલા તેના વિષે પુરતું વિચારી લેજો.

કૌટુંબિક-પારિવારિક – આ વર્ષ દરમિયાન જો કોઈ જુનો કેસ ચાલી રહ્યો છે તો તે તમારી તરફેણમાં રહેશે. માતા પિતાનું સ્વાસ્થ્ય સારું રહેશે પણ વર્ષના અંતિમ સમયમાં તેમની વિશેષ કાળજી રાખજો. આ વર્ષે પરિવાર સાથે કોઈ લાંબી ધાર્મિક યાત્રા પર જવાના યોગ છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.