ધાર્મિક-દુનિયા

20 જાન્યુઆરી 2020 ષટતિલા એકાદશી આ એક મહા ઉપાય અવશ્ય કરો તમારી દરેક મનોકામના પૂર્ણ થશે.

માઘ મહિનાની ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આ એકાદશીને શાસ્ત્ર અનુસાર આ એકાદશી નું વ્રત દાન-પુણ્ય ખૂબ જ મહત્વ હોય છે મહિનાના કૃષ્ણ પક્ષમાં આવવાવાળી એકાદશીને ષટતિલા એકાદશી ના નામથી ઓળખવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે ષટતિલા એકાદશીનું વ્રત કોઈ સાચા મનથી ભગવાન વિષ્ણુની પૂજા કરે તો વ્યક્તિને બધી જ મનોકામના પૂર્ણ થાય છે.

ષટતિલા એકાદશી વ્રત પૂજા વિધિ શુભ મુહૂર્ત:-

ષટતિલા એકાદશી શુભ મુહૂર્ત 2020:-

વર્ષ 2020 ષટતિલા એકાદશી જાન્યુઆરી સોમવારના દિવસે આવે છે.

એકાદશી પ્રારંભ 20 જાન્યુઆરી 2 :51 મિનિટ પર.
એકાદશી સમાપ્તિ થી 21 જાન્યુઆરી 2:05 મિનિટ પર.

ષટતિલા એકાદશી ની પૂજા વિધિ:-

સવારે વહેલા ઊઠીને પાણીમાં તલ નાખીને સ્નાન કરી વ્રતનો સંકલ્પ કરવો જોઈએ ત્યારબાદ પીળા વસ્ત્ર ધારણ કરવા જોઈએ અને વિધિ વિધાનથી ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચના કરવી જોઈએ.

જો સંભવ હોય તો સ્વસ્છ આસન પર બેસીને નારાયણ કવચનો પાઠ કરવો અને શ્રદ્ધાપૂર્વક એકાદશીના વ્રતની કથા સાંભળવી. એકાદશીના દિવસે જાગરણ અને હવન કરવું જોઈએ અને બીજા દિવસે બારસની તિથિ ના દિવસે. ભગવાન વિષ્ણુને ભોગ આપીને વ્રતનું પારણ કરવું જોઈએ. તેમજ બ્રાહ્મણોને ભોજન અને દાન-દક્ષિણા આપવી જોઈએ.

ષટતિલા એકાદશીનું મહત્વ:-

માન્યતા અનુસાર જે પણ વ્યક્તિ આ એકાદશીનું વ્રત રાખે છે તેને ભગવાનને કૃપાથી અજાણ્યા માં કરેલા પાપોમાંથી મુક્તિ મળે છે. આ દિવસે પૂજામાં તલનો ઉપયોગ કરવો જોઈએ તેનો વિશેષ મહત્વ છે આ દિવસે પૂજામાં તલનો ઉપયોગ કરવાથી વ્યક્તિને પુણ્ય પ્રાપ્તિ થાય છે. અને મનની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. આ એકાદશી તલ નો ઉપયોગ હોવાથી બધી એકાદશી કરતા અલગ છે. આ દિવસે તલનું નાં નો હવન તલનો તર્પણ ,તલનો ભોજન અને તલનું દાન કરવું જોઈએ.

ષટતિલા એકાદશી મહા ઉપાય:-

શાસ્ત્ર અનુસાર એવી માન્યતા છે કે આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને પૂજા કરવામાં આવે ત્યારબાદ તલનો ઉપયોગ કરવામાં આવે તો વ્યક્તિને સુખ સમૃદ્ધિ અને સફળતા માં લક્ષ્મીજી નો આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

ધનપ્રાપ્તિ આર્થિક સમસ્યા દૂર કરવા માટે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજી એમ જ શનિદેવને કાળા તલને મીઠાઈ આપવી શુભ માનવામાં આવે છે.

એકાદશીના દિવસે જલ માં દૂધ અને કાળા તલ નાખીને સૂર્યદેવને અર્ધ્ય આપવા સફળતાના માર્ગ ખુલી જાય છે. આ દિવસે જળ માં કાળા તલ અને દૂધ નાખીને શિવજીને અભિષેક કરવા પણ શુભ માનવામાં આવે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App