તમે ચોરીના અનેક કિસ્સાઓ તો સાંભળ્યા જ હશે. પરંતુ હાલમાં એક એવો ચોરીનો કિસ્સો બન્યો છે કે તમે સાંભળી હેરાન રહી જશો. એક શાતિર ચોરે જયપુરના મશહૂર ડોકટર સુનીતા સોનીના ઘરથી 400 કિલો ચાંદી સહિત અનેક કિંમતી સામાન ચોરવા માટે 90 લાખ રૂપિયાનું મકાન ખરીદ્યુ હતુ અને 20 ફૂટ લાંબી સુરંગ ખોદી તેના બેઝમેન્ટમાં દાખલ થઇ ગયો.
રાજસ્થાનની રાજધાની જયપુરના વૈશાલીનગર પોલીસ મથક વિસ્તારમાં અનોખી ચોરીનો ખુલાસો થયો છે. ચોરોએ 20 ફૂટ લાંબી સુરંગ બનાવીને પ્રસિદ્ધ હેર ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાત ડોક્ટર સુનીતા સોનીના ઘરમાં ચોરી કરી હતી.
ચોરોએ બેઝમેન્ટમાં ત્રણ પેટી ભરીને રાખવામાં આવેલી કરોડો રૂપિયાની ચાંદીની ચોરી કરી હતી. આ ચોર કેટલો શાતિર છે, તેણે ઘટનાને અંજામ આપવા માટે 90 લાખ રૂપિયામાં ડોક્ટરના ઘરની પાછળનું ઘર ખરીદ્યું હતું. જે બાદમાં આ મકાનના એક રૂમમાં ખોદકામ કરીને સુરંગ બનાવી ડોક્ટરના બેઝમેન્ટ સુધી પહોંચ્યાં.
બે દિવસ પહેલા ડોક્ટરને માલુમ પડ્યું કે, બેઝમેન્ટમાં રાખવામાં આવેલી ત્રણ પેટી ગાયબ છે. જે બાદમાં શુક્રવારે ચોરીની ફરિયાદ કરવામાં આવી હતી.ડો.સોનીએ જણાવ્યું છે કે તે 2 દિવસ અગાઉ બેઝમેન્ટમાં ગયા હતા. ત્યાંથી ચાંદીના દાગીના ગાયબ હતા.
બોક્સને બહાર કાઢીને જોયું તો આ બોક્સ તોડવામાં આવ્યું હોય એવું જણાયું હતું. જ્યારે બોક્સને ઉઠાવીને જોયું તો તેની નીચે સુરંગ જોવા મળી. તપાસ કરતા માલૂમ પડ્યું કે નીચે આશરે 20 ફૂટ લાંબી સુરંગ બનાવી ચાંદીની ચોરી કરવામાં આવી છે.
ડોકટર સોનીના મકાનની પાછળ જે પ્લોટથી સુરંગ ખોદવામાં આવી તેને એક મહિના પહેલા 90 લાખ રૂપિયામાં બનવારી લાલ જાંગિડ નામના વ્યક્તિએ ખરીદ્યુ હતું. આ પ્લોટમાં એક રૂમ બનેલો છે અને તેના ફર્શને ઉખાડીને સુરંગ ખોદવામાં આવી હતી. ચોર પહેલા તો સુરંગ બનાવી બેઝમેન્ટ સુધી પહોંચ્યા. તે બાદ તેમણે બોકસોને કાપીને હજારો કિલો ચાંદીની ચોરી કરી અને પછી સુરંગને બંધ કરાવી દીધી અને ફર્શ પર ટાઇલ્સ લગાવી દીધી. કારણ કે બાહરથી જોઇને કોઇને ચોરીની ઘટના વિશે ખબર પડે નહિ.
એસીપીનું કહેવું છે કે, આ ઘટનામાં બે કે ત્રણ લોકોના શામિલ હોવાની આશંકા છે. ડોકટરના નજીકના લોકોમાં જ કોઇ આ ઘટનામાં સામેલ છેે કારણ કે તેમની સારી રીતે ખબર હતી કે ઘરના બેઝમેન્ટમાં ચાંદીની બોકસ છે અને તે કયાં રાખવામાં આવ્યા છે.
મીડિયા રીપોર્ટ્સ અનુસાર, ચોરી થયેલ ચાંદી અંદાજે 400 કિલો જણાવવામાં આવે છે. જો કે, ડોકટર સુનાતી સોનીએ ફરિયાદમાં કેટલી ચોરી થઇ છે અને બોક્સોમાં કેટલું ચાંદી હતુ તેના વિશે કોઇ ઉલ્લેખ કર્યો નથી.