આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 20 ફેબ્રુઆરી 2020

0

1. મેષ – અ, લ ,ઈ (Aries):
પૈસા કમાવવા અને ભવિષ્ય માટે પૈસા બચાવવા માટે આજે પ્લાન કરી શકશો. જીવનસાથીની પણ વાત સાંભળો અને તેઓ શું સમજવા માંગે છે તે સમજો. જીવનસાથી સાથે લાંબા સમયથી બહાર ફરવા જવાનો કોઈ પ્લાન બનાવી રહ્યા છો તો આજે સફળ થશો. પાર્ટનર સાથે આજે સારો સમય પસાર કરી શકશો. વેપારી મિત્રોને આજે નુકશાન થઇ શકે છે. પૈસા ઇન્વેસ્ટના પ્લાન માટે પહેલા ભવિષ્યમાં થવાવાળા દરેક ફાયદા અને નુકશાનને ધ્યાનમાં રાખજો. વિદ્યાર્થીઓને આજે મિત્રોના સહકારથી કોઈ લાંબા સમયની સમસ્યાથી બહાર આવી શકશો. આજે જુના મિત્રોને પણ મળી શકો છો. ઘરની જરૂરી અને મનોરંજન માટે કોઈ સાધન ખરીદી શકો છો. એકંદરે આજનો દિવસ સામાન્ય છે.
શુભ અંક : ૭
શુભ રંગ : જાંબલી

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
શેર માર્કેટ કે પછી ઘણા સમય પહેલા કરેલ ઇન્વેસ્ટમેન્ટથી તમને ધનલાભ થશે. આજે જમીન કે નવું મકાન ખરીદવાના યોગ છે. આજે સુખ સુવિધાનો ભરપુર લાભ મળશે અને ખર્ચ પણ વધી જશે. જો તમે પૈસાની બચત કરવા માંગો છો તો તમારે આજથી જ નાહકના ખર્ચ પર રોક લગાવવી જોઈએ. આજે સ્વાસ્થ્ય વિષે ખાસ તકેદારી રાખવી, બહારનું ખાવાનું અવગણજો. હંમેશા ખુશમિજાજ અને પોઝીટીવ રહો એ જ તમારે યાદ રાખવાનું છે. જે મિત્રોના લગ્નને થોડો જ સમય થયો છે તેમને ક્યાંક ફરવા જવા માટે મળી શકે છે.
શુભ અંક : ૪
શુભ રંગ : લાલ

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આજે જીવનસાથી તરફથી તમને સારા સમાચાર મળવાના યોગ છે. ઘરમાં કોઈપણ નાની વાત મોટા ઝઘડાનું સ્વરૂપ ના બની જાય એની તકેદારી તમારે રાખવાની છે. આજે થોડો ખર્ચ પણ વધી શકે છે. કોઈપણ નવા લોકો સાથે મળતા સમયે તમારા વાણી અને વર્તન પર કાબુ રાખો. જીવનસાથીના ઇશારાને બરોબર સમજો. આજે સ્વાસ્થ્ય પ્રત્યે થોડી તકેદારી રાખો. હંમેશા ખુશમિજાજ અને પોઝીટીવ રહો એ જ તમારે યાદ રાખવાનું છે. લગ્ન કરવા માંગતા મિત્રોની તેમના જીવનસાથી સાથે મુલાકાત થશે. પરિવાર સાથે આજે બહાર કોઈ નવા લોકોને મળવા માટે જઈ શકો છો. બહારનું અને ખુલ્લું ખાવાનું અવગણજો. સંતાન તરફથી સારો પ્રતિસાદ મળશે.
શુભ અંક : ૫
શુભ રંગ : લાલ

4. કર્ક – ડ, હ (Cancer):
જે મિત્રો નોકરી શોધી રહ્યા છે તેમની માટે સારી ઓફર આવે તેવી સંભાવના છે. જે મિત્રો નોકરી બદલવાનું વિચારી રહ્યા છે તેઓએ બીજી નોકરી વિષે પહેલા સંપૂર્ણ તપાસ કરી લેવી અને પછી જ કોઈ યોગ્ય નિર્ણય લેવો. આજે કોઈપણ કામ આવે તો તેને ઉત્સાહથી કરો તમારો એ સ્વભાવ જ તમને સફળતાના શિખરો સર કરાવશે. આજે તમારા માટે ખૂબ સારો દિવસ છે તો કોઈપણ પ્રકારની મૂંઝવણ હોય તો તમારા વડીલોની સલાહ લો અને આગળ વધો. આજે નાણાકીય ભીડ ઓછી થવાના યોગ છે તમારા પર ઈશ્વરના ચાર હાથ છે પણ ખરી સફળતા તમને મહેનત કરીને જ મળશે. આજે નોકરી બદલવા માટે પણ સારા યોગ છે.
શુભ અંક : ૨
શુભ રંગ : જાંબલી

5. સિંહ – મ, ટ (Lio):
ઘણા સમયથી તમે જે કામ અને પ્રોજેક્ટની રાહ જોઈ રહ્યા હતા તો એ આજે પૂર્ણ થશે. જે પણ કામ તમે આજે પૂરું કરવા માટે ધાર્યું હોય એ કામ આજે જ પૂરું કરો આવતીકાલ પર એ કામ છોડશો નહિ. આવતીકાલ તમારી માટે અનેક નવી તકો લઈને આવશે. સ્વાસ્થ્ય પર્ત્યે બેદરકારી તમને ભરી પડી શકે છે. લોકોની વાતોમાં આવીને કોઈપણ નિર્ણય ઉતાવળે લેતા નહિ. આજે સાંજનો સમય પરિવાર સાથે વિતાવો. મોટેથી બોલવામાં આવતું અસત્ય એ અસત્ય જ રહે છે આ એક વાત આજે તમારે યાદ રાખવાની છે કોઈપણ પરિવારજનો સાથે કે મિત્રો સાથે વાત કરો તો વાણી અને વર્તનમાં થોડી સાવધાની રાખજો. નાની નાની રમૂજમાં માટે કોઈને ઉતારી પડવાની જો આદત છે તો એ આજથી બદલી દો.
શુભ અંક : ૧
શુભ રંગ : કાળો

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
તમારા આજના દિવસની શરૂઆત ધમાકેદાર રહેવાની છે આજે તમને તમારા બાળકો અને જીવનસાથી તરફથી પુરતો સપોર્ટ મળશે. આજે વેપારીમિત્ર, નોકરિયાતમિત્ર કે પછી હોવ તમે ગૃહિણી આજનો દિવસ તમારા જીવનનો સૌથી ઉત્તમ દિવસ બની રહેશે. આજે તમારા અટકી ગયેલા કામનો અંત આવશે. આજે ફક્ત તમારે એક જ સાવધાની રાખવાની છે તમને મળેલ સફળતા’થી તમારે છકી જવાની કે અભિમાન કરવાની જરૂરત નથી એ તમને નુકશાનકારક થઇ શકે છે. ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિની ભૂખ સંતોષાય એની માટે પ્રયત્ન કરો.
શુભ અંક : ૩
શુભ રંગ : ગુલાબી

7. તુલા – ર, ત (Libra):
આજે બહારનું ખાવા પીવામાં ધ્યાન આપજો બને ત્યાં સુધી પ્રયત્ન કરજો કે ઘરનું અને સાદું ભોજન કરી શકો. માથાનો દુખાવો આજે બપોરથી જ રહેશે. આજે ઓફિસમાં પણ તમારું મન બેચેન રહેશે. સાંજના સમયે ફ્રેશ થવા માટે તમારો સમય પરિવાર સાથે વિતાવો, તમારા જીવનસાથી માટે આજે નાનકડી સરપ્રાઈઝ પ્લાન કરો તમે પણ ખુશ રહેશો અને પરિવારમાં દરેક તમારી હાજરીથી ખુશ રહેશે. આજે પૈસા કમાવા માટેનો સારો દિવસ છે પણ તેની સાથે આજે વધારાનો ખર્ચ પણ થઇ શકે એમ છે. તમારા મોજીલા અને રમૂજી સ્વભાવ પર થોડો કંટ્રોલ રાખો.
શુભ અંક : ૧
શુભ રંગ : નારંગી

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આજે તમારી મુલાકાત કોઈ ઉચ્ચ હોદ્દા અધિકારી સાથે થશે. તેમની સાથે વાત કરો ત્યારે સાવધાની રાખજો ક્યાંક તમારા વાણી વર્તનના કારણે ક્યાંક તમારી ઇમ્પ્રેશન બગડી ના જાય. આજે જો મૂંઝવણમાં હોવ તો જુના મિત્રોનો સંપર્ક કરો અને મિત્રતાના એ દિવસો યાદ કરો. જૂની વાતો યાદ કરીને મન આજે રાહતનો અનુભવ કરશે. તમારા કામનો બોજ પત્નીના સાથના કારણે ઓછો થઇ જશે. રોકાણ કરવા માટેની અનેક તકો આજે આવશે તમારી સામે પણ ખુશીમાં અને ખુશીમાં તેની પુરતી ચકાસણી કરવાનું ભૂલતા નહિ તમને આર્થિક નુકશાન થઇ શકે છે. દિવસનો અંતિમ સમય પરિવાર સાથે વિતાવો જેનાથી તમે સાચો આનંદ માણી શકશો.
શુભ અંક : ૯
શુભ રંગ : લીલો

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આજે સાંજના સમયે ઘર અને પરિવારના સભ્યોની જરૂરતની વસ્તુઓ ખરીદવા જવાનો પ્લાન બની શકે છે. વધારાનો અને ફાલતું વસ્તુઓ પાછળ ખર્ચ કરશો નહિ. ભવિષ્ય માટે આજથી જ બચત કરવાનું શરુ કરો. પ્રેમીઓ માટે આજનો દિવસ સારો છે. એકબીજાને સારી જગ્યાએ મળી શકશો અને એકબીજા સાથે સમય પસાર કરી શકશો. કપડા, રંગ-મંચ, કળા, સંગીત, નાટક, વાહન અને મોંઘી એન્ટીક વસ્તુઓના બિઝનેસમાં જે મિત્રો જોડાયેલ છે તેમને આજે ધનલાભ થશે. વિદેશથી તમારા પ્રિય પાત્ર તરફથી તમને સરપ્રાઈઝ મળશે. આજે આંખ, મોઢામાં અને પગ સંબંધિત કોઈ તકલીફ થઇ શકે છે.
શુભ અંક : ૩
શુભ રંગ : સફેદ

10. મકર – જ, ખ (Capricorn):
પૈસા કમાવવા માટે પણ આજનો દિવસ સૌથી યોગ્ય છે કોઈપણ રોકાણ કરવા માટેની સ્કીમ આજે તમારી સામે આવે તો પુરતી ચકાસણી કરીને યોગ્ય નિર્ણય કરો. દિવસનો અંત આજે થોડો થકવી દેનારો હશે. સાંજના સમયે થોડો ગુસ્સા પર કાબુ રાખો. તમારા સંબંધો બગડી શકે છે અજાણ્યા લોકો પર બહુ ભરોસો કરશો નહિ. તમારે હવે બધું નસીબ અને ભાગ્ય પર છોડવાની આદત બદલવાનો સમય આવી ગયો છે. હંમેશા બીજાને દોષ દેવો એવું ના કરશો. તમને એકવાર નિષ્ફળતા મળી એનો અર્થ એવો બિલકુલ નથી કે તમને સફળતા મળશે જ નહિ.
શુભ અંક : ૮
શુભ રંગ : લાલ

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આજના દિવસે તમારે તમારા મિત્રશત્રુ થી સંભાળવાનું છે. આજે કોઈપણ લોભામણી સ્કીમમાં પડશો નહિ તે તમને ભવિષ્યમાં નુકશાન પહોચાડી શકે છે. આજે તમારા કાર્યસ્થળ પર તમારા પ્રોજેક્ટ કે કામને લઈને ઘણા સલાહ અને સૂચનો મળશે હવે તેને માનવી કે ના માનવી એ તમારા પર આધાર રાખે છે. આજે જુના મિત્રોને લઈને તમારી સાંજ બની જશે. આજે પરિવારમાં કોઈની તબિયત બગડી શકે છે. ઘરમાં નાની નાની વાતે ઝઘડાનું મોટું સ્વરૂપ ના બની જાય એની તકેદારી રાખજો. આજે કોઈ નવા જ લોકો સાથે તમારી મુલાકાત થશે જેના લીધે તમને થોડી મુશ્કેલી થશે.
શુભ અંક : ૮
શુભ રંગ : લીલો

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
જો તમે કોઈ સારું કાર્ય કરવા જઈ રહ્યા છો તો તમારે કોઈનાથી ડરવાની જરૂરત નથી. તમારા દરેક સારા કામમાં ઈશ્વર તમારી સાથે જ હશે. આજે તમારા પરિવારમાં કોઈની તબિયત નરમ ગરમ રહી શકે છે. અણધાર્યું કોઈ કામ આવી ને તમને વ્યસ્ત કરી દેશે. આજે હતાશ થઈને તમારે બેસી રહેવાનું નથી આજે કોઈ નવા અને અલગ કામમાં ધ્યાન લગાવો જે તમને ફ્રેશ કરી શકે. હંમેશા પોઝીટીવ રહો નેગેટીવ વિચારોને કારણે તમે દુખી થઇ શકો છો. એક વાત જરૂર યાદ રાખો કોઈપણ દુઃખ કાયમ નથી રહેવાનું તમારી મહેનતથી તમે આગળ વધી શકશો.
શુભ અંક : ૪
શુભ રંગ : લાલ

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.
જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – વર્ષની શરૂઆતમાં વાતાવરણમાં ફેરફારના કારણે સ્વાસ્થ્ય ઉપર નીચે રહેશે. નિયમિત ડોકટરની મુલાકાત લેવાનું અને દવા લેવાનું ભૂલતા નહિ. વર્ષના વચ્ચેના સમયમાં તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. વર્ષના અંતે કોઈ અકસ્માત થવાના યોગ છે.

નોકરી-ધંધો – નોકરી કરતા મિત્રોને આ વર્ષના એપ્રિલ મહિનાની આસપાસ પ્રમોશન મળશે. વેપારી મિત્રો આ વર્ષ દરમિયાન પોતાનો વેપાર વિદેશમાં શરુ કરવાના ચાન્સ મળશે. યોગ્ય માર્ગદર્શન હેઠળ કામ શરુ કરો. કોઈપણ નવો પ્રોજેક્ટ લેતા પહેલા તેના વિષે પુરતું વિચારી લેજો.

કૌટુંબિક-પારિવારિક – આ વર્ષ દરમિયાન જો કોઈ જુનો કેસ ચાલી રહ્યો છે તો તે તમારી તરફેણમાં રહેશે. માતા પિતાનું સ્વાસ્થ્ય સારું રહેશે પણ વર્ષના અંતિમ સમયમાં તેમની વિશેષ કાળજી રાખજો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.