જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 20 ઓગસ્ટ : શુકવારના દિવસે મળશે ગણપતિ બાપ્પાની કૃપા, 9 રાશિના જાતકો બની જશે માલામાલ

1. મેષ – અ, લ ,ઈ (Aries): જીવનમાં લક્ષ્યો હાંસલ કરવું ખૂબ જ સરળ છે. આજે તમારી સાથે પણ આવું થશે. ખાસ ઉદેશ્ય માટે આજનો આખો દિવસ લાગશે સાંજ સુધીમાં સફળતા મળશે. કામને લઈને દિવસ મૂંઝવણ ભર્યો રહેશે. યોગ્ય સમયે યોગ્ય કામ કરવું તમને થોડું મુશ્કેલ લાગશે. અંગત જીવન આજે તમને ખુશીઓ સાથે આગળ વધવાની પ્રેરણા આપશે. તમારા ખર્ચ પણ નિયંત્રણમાં રહેશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): આ રાશિના જાતકોના મનમાં આજના દિવસે બધા માટે પ્રેમ આવશે. આજના દિવસે તમે કામ ઓછા સમયમાં પૂરું કરી શકો છો. ઘરમાં કોઈ સરકારી કામને લઈને વાતચિત પ્રબળતાથી થશે. આજના દિવસે તમારું મન ઘરમાં નહીં લાગે. જો તમે કોઈને પ્રેમ કરો છો તો આજના દિવસે તમને સૂકુન મળશે. અને તમારું પ્રિય વ્યક્તિ તમારા દિલની નજીક આવશે. આજના દિવસે સ્વાસ્થ્યનું ધ્યાન રાખો નહીં તો તબિયત ખરાબ થઇ શકે છે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): આજના દિવસે ભાવુકતામાં આવીને કોઈ નિર્ણય લેવાથી નુકસાન થઇ શકે છે. આજના દિવસે સાવધાનીથી કોઈ કામ હાથમાં લો. રોકાણને લઈને દિવસ સામાન્ય રહેશે. આજના દિવસે કોશિશ કરો કે કોઈ રોકાણ ના કરો. આજે તમને આવક વધારવાની તક મળી શકે છે જેને હાથથી જવા ના દો. કામને લઈને સ્થિતિ સારી રહેશે. આજે તમારા ટ્રાન્સફરના યોગ બની શકે છે.

4. કર્ક – ડ, હ (Cancer): આજના દિવસે મિત્રો સાથે ક્યાંક બહાર જવાનો પ્લાન કરી શકો છો. સરકારી કામમાં આજના દિવસે લાભ થવાના યોગ છે. તમારા જીવન સાથી આજે કોઈ બુદ્ધિની વાત કરશે તેની સલાહ સાંભળીને આજના દિવસે કોઈ કામ આગળ વધારી શકો છો.આજના દિવસે વિરોધીઓથી થોડું સાવધાન રહેવાની જરૂર છે. આજનો દિવસ પ્રબળ રહેશે. બુદ્ધિ સારી રહેશે જેનાથી તમે સમય અનુસાર કામ કરી શકો છો.

5. સિંહ – મ, ટ (Leo): આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો છે. ખર્ચને કેવી રીતે નિયંત્રિત કરશો તે સારી રીતે સમજશો. આવક તો સારી રહેશે પરંતુ ખર્ચ પણ વધારે રહેશે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચડાવ આવી શકે છે. જેની અસર તમારા કામ પર પડી શકે છે.કામને લઈને પ્રયાસ વધારે કરશો અને લાભ ઓછા થશે તેવી સ્થિતિ સર્જાશે.તેથી ધ્યાનથી કામ કરો.પરણિત લોકોનું ગૃહસ્થ જીવન સારી રીતે વીતશે. પ્રેમી પંખીડા આજના દિવસે સંબંધમાં પ્રેમ અને રોમેન્ટિક નજરે આવશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): આજના દિવસે ઘરમાં કોઈની આવવાથી ખુશીઓ મળશે. ઘરમાં કોઈ ફંક્શન કરાવી શકો છો. ઘરની ખુબસુરતી વધારવા માટે કોઈ નવી વસ્તુની ખરીદી કરી શકો છો. આજના દિવસે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. આજના દિવસે તમે ખુબ આનંદ કરશો. ધંધાને લઈને સ્થિતિ સારી રહેશે. રોકાણ કરવા માટે આજનો દિવસ સારો રહેશે. ફક્ત એક વાતનું ધ્યાન રાખો કે ખુશીમાં આવીને તમે કોઈને સાચું ખોટું ના કહો નહીં તો તકલીફ થઇ શકે છે.

7. તુલા – ર, ત (Libra): આ રાશિના જાતકો આજના દિવસે કામમાં ખૂબ વ્યસ્ત રહેશો. શેરબજારથી સારો ફાયદો થશે. ધાર્મિક કાર્યમાં પણ મન લાગશે. કોર્ટ સંબંધિત બાબતો માટે દિવસ તમારા પક્ષમાં રહેશે. પારિવારિક સુખ મળશે, પરંતુ થોડો વિવાદ થઈ શકે છે. વિવાહિત લોકો તેમના ઘરના જીવન વિશે થોડી ચિંતા કરશે. તમે તમારા જીવનસાથીની વર્તણૂકને સમજી શકશો નહીં. આવી સ્થિતિમાં ખુલીને વાત કરવી સારી રહેશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): આ રાશિના જાતકો આજના દિવસે મગજથી કામ કરવું પડશે. માનસિક રીતે આજના દિવસે થાકી જશો.ખુદને આરામ આપવા માટે સમય કાઢો. આજના દિવસે તમે બીમાર પડી શકો છો. પૈસાને લઈને વિચારવાનું બંધ કરો. પરિવાર વિષે વિચારો. ગૃહસ્થ જીવનમાં તણાવ ઓછું કરવાની કોશિશમાં સફળ રહેશો. પ્રેમી પંખીડા આજના દિવસે તેના સંબંધમાં તિરાડને લઈને પરેશાન થઇ શકે છે. તમે જ્યાં કામ કરો છો ત્યાં તમને સફળતા મળશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આજના દિવસે આ રાશિના જાતકોએ જમવામાં પૂરું ધ્યાન આપવું પડશે. કોઈ સાથે ખરાબ વાત ના કરો જેનાથી તમારો સંબંધ બગડે. પરણિત લોકોનું ગૃહસ્થ જીવનને લઈને બેહદ ખુશ રહેશો. જીવનસાથી પણ મનની વાત કરશે. પ્રેમી પંખીડા આજના દિવસે તેના પ્રિય વ્યક્તિને કોઈ જવેલરી ગિફ્ટ આપી શકે છે. આજે તમારા ઓફિસમાં નવા રૂપ રંગ જોવા મળશે.

10. મકર – જ, ખ (Capricorn): આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે. કામને લઈને આજના દિવસે ધ્યાન રાખવાથી સફળતા જરૂર મળશે. પરણિત લોકો ગૃહસ્થ જીવન સારી રીતે વિતાવશે. સાસરામાં કોઈ સમસ્યા થઇ શકે છે. પ્રેમી પંખીડા માટે દિવસ સામાન્ય રહેશે. આજના દિવસે તમારું પ્રિય વ્યક્તિ ક્યાંક બહાર જવાની જીદ કરી શકે છે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): આજના દિવસે આ રાશિના જાતકો સારા મૂડમાં જોવા મળશે. સ્વાસ્થ્યને લઈને ગંભીર થવું જરૂરી છે. શરદી અને ઉધરસ જેવી બીમારી થઇ શકે છે. અંગત જીવનમાં ખુશીઓ જોવા મળશે. આજે તમારી પર્સનલ લાઈફમાં બહુ જ ખુશ જોવા મળશે તમને લાગશે કે તમારા માથા પર કોઈ ભાર કે ટેનશન નથી. કામને લઈને થોડી લાપરવાહી થઇ શકે છે જેનાથી બચવાની કોશિશ કરો. તમે જો કોઈને પ્રેમ કરતા હોય તો તેની દિલની વાત સાંભળવા માટે આજનો દિવસ સારો રહેશે. પરિવારના લોકો સાથે આજના દિવસે સારો તાલમેલ રહેશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): આ રાશિના જાતકોમાં આજના દિવસે સંતુલન રાખવું પડશે. આજના દિવસે ગૃહસ્થ જીવનને લઈને ઘણા સજાગ રહેશો. આજના દિવસે કોઈ તકલીફ ચાલી રહી હોય તો તેમાંથી છુટકારો મળશે. પ્રેમી પંખીડા આજના દિવસે તેના સંબંધમાં ખુશ રહેશે. આજના દિવસે તેના પ્રિય વ્યક્તિના દિલની વાત જાણવાની કોશિશ કરશે. કામને લઈને આજના દિવસે તમારે થોડું ટ્રાવેલિંગ કરવું પડી શકે છે. ખર્ચ પર ધ્યાન રાખવાની જરૂર છે.