20 ઓગસ્ટ 2019નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ

0

1. મેષ – અ,લ,ઈ (Aries):
આજે ખૂબ ખુશીનો દિવસ છે. જુના મિત્રો અને પરિવાર સાથે મળીને કોઈ સારું કાર્ય કરો જેમ કે જરૂરિયાત વાળા લોકોને મદદરૂપ થાવ. આજે તમને તમારા સહકાર્યકરો તરફથી પણ સારો સપોર્ટ મળી રહેશે. આજે ખુશીમાં ને ખુશીમાં કોઈ અજાણ્યાની પાછળ વધારાનો ખર્ચ ના થઇ જાય તેનું ધ્યાન રાખજો. તમારો ખુશમિજાજ સ્વભાવ દરેક લોકોને તમારી તરફ આકર્ષિત કરશે. આજે બેન્કના કાર્ય કરો ત્યારે ખાસ તકેદારી રાખો. સાંજનો સમય પરિવાર માટે ફાળવો જેનાથી તમે પરિવારના સભ્યો તમારા માટે સુ વિચારે છે તે જાણી શકશો.
શુભ અંક : ૭
શુભ રંગ : પીળો
2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
આજે તમારે સોના ચાંદી જેવી વસ્તુઓની ખરીદી કરશો તો ભવિષ્યમાં ખૂબ લાભ થાય એવા યોગ બની રહ્યા છે, સ્વાસ્થ્ય પ્રત્યે વધુ બેદરકાર બનશો નહિ, આજે જુના મિત્રોને યાદ કરો એમની વાતો સાંભળીને તમારું ભારે મન હળવું થઇ જશે. કોઈ બહારની વ્યક્તિને કારણે તમારે ઘરમાં ઝઘડા ના થાય એની સાવધાની રાખજો. આજે તમારા પ્રિયપાત્ર દ્વારા તમને દુઃખ પહોચશે તો એની માટે તૈયાર રહો અને માફી માંગો અને નવી શરૂઆત કરો.
શુભ અંક : ૧
શુભ રંગ : સફેદ
3. મિથુન – ક,છ,ઘ (Gemini):
આજનો દિવસ સૌથી શુભ છે તમારે આજે તમારા પરિવાર અને ઉપરી અધિકારીની મદદથી નવા પ્રોજેક્ટ અને નવા કામ માટે ઝંપલાવાનું છે. આજે કોઈપણ લલચાવતી સ્કીમ કે રોકાણવાળા પ્રોજેક્ટમાં પૈસા રોકતા પહેલા ભવિષ્યમાં થનારા ફાયદા અને નુકશાનનો વિચાર કરી લેજો. આજે તમારા જીવનસાથી તરફથી તમને સારા સમાચાર અથવા સરપ્રાઈઝ ગીફ્ટ મળવાની શક્યતા છે. કોઈપણ બહારના કાર્ય માટે કોઈ બીજા પર ભરોસો કરશો નહિ એ તમને નુકશાન પહોચાડશે માટે પોતાનું કામ જાતે જ કરવાનો આગ્રહ રાખો.
શુભ અંક : ૯
શુભ રંગ : જાંબલી

4. કર્ક – ડ,હ (Cancer):
લાંબા સમયની બીમારી અને દુખાવાને દૂર કરવા માટે તમારે આજથી જ કસરત કે પછી યોગ કરવાની શરૂઆત કરવાની છે. જો આજથી આની શરૂઆત નહિ કરો તો થોડા સમયમાં બીમારી તમારા શરીરમાં ઘર કરી જશે. તમારા જીવનસાથીને અવગણશો નહિ એ પણ તમારા જીવનનો ભાગ છે. આજે તમારા કોર્ટ અને કચેરીને લગતા કામનો અંત આવી શકે છે. તમારા કોઈ સારા મિત્રની સાથે મળીને તમારું ભારે મન હળવું કરવાનો સમય છે તો આ પળને ગુમાવશો નહિ અને મળો તમારા જુના મિત્રોને.
શુભ અંક : ૪
શુભ રંગ : લાલ

5. સિંહ – મ,ટ (Lio):
આજનો દિવસ માતાના સ્વાસ્થ્યને લઈને તમારી ચિંતામાં વધારો થશે. નોકરી કરતા મિત્રોને રજાઓ લેવાનો અવસર મળશે, ઘરમાં કોઈ શુભ પ્રસંગ આવવાનો અવસર બનશે. સંતાનો તરફથી સારા સમાચાર મળશે. વિદ્યાર્થી મિત્રોએ આવનાર પરીક્ષા માટે વધુ મહેનત કરવાની જરૂર છે. સ્ત્રીમિત્રોએ પોતાના સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી. વેપારીમિત્રો માટે આજનો દિવસ ઘણો શુભ સાબિત થશે. ઘણા સમયથી અટકેલા પૈસા પરત મળશે. એકંદરે આજનો દિવસ શુભ રહેશે.
શુભ અંક : ૭
શુભ રંગ : કેસરી

6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
આજે જીવનસાથી તરફથી તમને પુરતો સપોર્ટ મળશે જેના કારણે તમારો આજનો દિવસ ખુશનુમા વ્યતીત થશે. કોઈ ઉપરી અધિકારી કે પછી સહકર્મચારી સાથે વાત કરો ત્યારે વાણી અને વર્તન પ્રત્યે સભાન રહો, તમારા બોલવાથી કોઈને દુઃખ પહોચી શકે છે. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે થોડા સજાગ રહો. આજે પરિવાર સાથે અને ઘરના નાના બાળકો સાથે સમય પસાર કરો માતા અને પિતાના સ્વાસ્થ્યનું પણ વિશેષ ધ્યાન રાખો. આજનો દિવસ રોજ કરતા થોડો વધારે થકવી દેનારો હશે.
શુભ અંક : ૫
શુભ રંગ : પીળો

7. તુલા – ર,ત (Libra):
જો તમે ટૂંક સમયમાં ડોક્ટરની મુલાકાત લેવા નથી માંગતા તો આજથી જ તમારા રોજીંદા જીવનમાં થોડા ફેરફાર લાવો. બહારનું બહુ ખાવું નહિ આજે બીમારીનો યોગ બની રહ્યો છે. આજે એક સુંદર ભવિષ્ય બનાવવાની તક પણ તમને મળી શકે છે તો થોડી સાવધાની અને સમજદારીથી નિર્ણય કરો જેનાથી તમારું ભવિષ્ય સુધરી જશે. આજે તમારા બાળકો પણ તમારાથી ખુશ રહેશે તેમને તમે આપેલી સરપ્રાઈઝથી તેઓ તમને વધુ ચાહવા લાગશે. તમારા વધારે પડતા ખર્ચને કારણે તમારા જીવનસાથી સાથે અણબનાવ બનવાની શક્યતાઓ રહેલી છે તો સાવધાની રાખજો. વાતાવરણ પલટાને કારણે સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બનશો નહિ.
શુભ અંક : ૨
શુભ રંગ : ગુલાબી

8. વૃશ્ચિક – ન,ય(Scorpio):
પરિવાર સાથે સમય વિતાવવા માટે આજે સારો સમય છે. જો કોઈ જુનો કેસ કે કાર્યવાહી ચાલી રહી હોય તો તેનો આજે અંત આવી શકે છે. નાણાકીય વ્યવહારને લઈને કોઈ બીજા અર આજે બહુ ભરોસો કરશો નહિ આજે બને ત્યાં સુધી કોઈ બીજાને ઉધાર પૈસા આપતા પહેલા પણ વિચાર કરજો નહિ તો તમારા પૈસા ડૂબવાના યોગ છે. બજેટને ધ્યાનમાં રાખીને જીવતા લોકો માટે આજનો દિવસ નિરાશા ભરેલો હશે તમે ઈચ્છો એ રીતે ખર્ચ નહિ કરી શકો. આજે તમારા સંતાનો પણ તમારાથી નારાજ થઇ શકે છે તો એમને તમારી પરિસ્થિતિ સમજાવો. દિવસનો અંત પરિવાર સાથે પ્રેમથી પસાર થશે.
શુભ અંક : ૮
શુભ રંગ : લીલો

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આજે ઘરના વડીલોના સ્વાસ્થ્ય તરફ વધુ ધ્યાન આપો. નિયમિત ચેકઅપ અને દવાઓ લેવાનું રાખજો. આજે તમને લલચાવનારી અને વધુ આર્થિક લાભ થશે એવી સ્કીમ આવશે પણ તેનાથી અંજાઈ જઈને પૈસાનું રોકાણ વિચાર્યા વગર નિર્ણય કરતા નહિ. આ સ્કીમ અત્યારે તો તમને ખુબ સારી લાગશે પણ ભવિષ્યમાં તેનાથી તમને ખુબ નુકશાન થશે. પૈસાની મોકળાશને કારણે થોડો ખર્ચ પણ થશે તો આજે ખરીદી કરો ત્યારે નકામી વસ્તુઓ પાછળ વધારાનો ખર્ચ ના થાય એ ધ્યાન રાખજો. આજે ઓફિસમાં તમારું કામ પૂર્ણ થવાના કારણે લોકો તમારી ઈર્ષા કરશે.
શુભ અંક : ૭
શુભ રંગ : લીલો

10. મકર – જ, ખ (Capricorn):
આજે લાંબી મુસાફરી કરવાનો યોગ છે જેના લીધે તમે આજે ખૂબ થાક મહેસુસ કરશો. મુસાફરીના કારણે તમારા જીવનસાથી સાથે દુરી વધી જશે જેનાથી તમે થોડા દુઃખી થશો. નવરાશના સમયમાં કોઈપણ જાતના ટાઇમપાસ કર્યા વગર એ સમયનો સદુપયોગ કરજો. આજે તમારા હાથ નીચે કામ કરતા દરેક લોકો તરફથી તમને ખૂબ માન અને સન્માન મળશે. જેના કારણે તમારા આખા દિવસનો થાક ઉતરી જશે અને તમારી સાંજ ખુશનુમા જશે. તમે ઘરે પરત ફરતા તમારા પાર્ટનર માટે કોઈ સારી ભેટ લઇ જાવ. આજે ગૃહિણીઓ માટે પણ સારો દિવસ છે આજે તમને તમારા પ્રિય વ્યક્તિ સાથે સારો સમય પસાર કરી શકશો.
શુભ અંક : ૭
શુભ રંગ : સોનેરી

11. કુંભ – ગ,શ,સ(Aquarius):
તમારા સંતાનો તરફથી આજે તમને સારા સમાચાર મળશે. જો તમે ઈચ્છો છો કે તમારા કામની સરાહના થાય તો પછી સૌથી પહેલા તમારે તમારા સાથી કર્મચારી દ્વારા કરવામાં આવતા સારા કાર્યોને વધાવવા પડશે. આમ કરવાથી તમારા અટકી પડેલા પ્રોજેક્ટ ફરી શરુ થશે અને તમને સાથી કર્મચારી મિત્રોનો સહકાર પણ પ્રાપ્ત થશે. આજે દરેક નિર્ણય તમારા વડીલો અને જીવનસાથીની સલાહ લઈને જ કરો. નોકરી શોધતા મિત્રોને નોકરીની સારી તક મળશે પણ પરિવારથી દૂર જવું પડશે.
શુભ અંક : ૮
શુભ રંગ : લાલ

12. મીન – દ,ચ,જ,થ(Pisces):
ભવિષ્યમાં જો સારું વળતર મેળવવા માંગો છો તો આજે થોડી સાવધાનીથી પૈસા ઇન્વેસ્ટ કરો. આજનો દિવસ તમારી માટે ખૂબ દોડધામ ભર્યો રહેશે. જુના અને જાણીતા મિત્રોને તમારા પ્લાનમાં સાથે રાખીને કાર્ય કરો. આજનો દિવસ તમે ખૂબ ઉત્સાહથી વીતાવશો. તમારા પ્રિયપાત્ર સાથે આજે લોંગડ્રાઈવ પર જાવ જે તમારા લગ્નજીવનમાં નવો ઉત્સાહ લઈને આવશે. તમારે આજે સફળ થવા માટે બહુ મહેનત નહિ કરવી પડે હા માનસિક તૈયારી રાખો કે કોઈપણ મુશ્કેલીનો સામનો કરી શકો. આજે સંતાનના સ્વાસ્થ્યને લઈને થોડી પરેશાની દિવસના અંતે આવી શકે છે.
શુભ અંક : ૪
શુભ રંગ : જાંબલી

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – વાતાવરણમાં બદલાવને કારણે વર્ષની શરૂઆતમાં માથાનો દુખાવો સાથે સાથે સાંધામાં પણ દુખાવો રહેશે. પરિવારના વડીલોના સ્વાસ્થ્યને આ વર્ષે વિશેષ સાચવજો. નિયમિત દવાઓ અને યોગ્ય સારવાર કરાવવી.

નોકરી-ધંધો – નોકરી કરતા મિત્રો જે નોકરી બદલવાનું વિચારી રહ્યા છે તેમની માટે સારા સમાચાર આવશે, દિવાળી પછી નોકરી કરતા મિત્રોને પ્રમોશનના યોગ છે. વેપારીમિત્રોને વિદેશથી સારી કમાણી થશે.

કૌટુંબિક-પારિવારિક – વર્ષના અંતે જે મિત્રો સંતાન ઈચ્છે છે તેમની માટે સારા સમાચાર આવશે. જેના લીધે પરિવારમાં પણ બધા ખુશ થઇ જશે. તમારા જીવનસાથીને ભરપુર પ્રેમ આપો. તેમની અને પરિવારની ખુશીથી પૈસા વધુ નથી એટલું યાદ રાખશો તો જીવન આનંદથી વ્યતીત થશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here