જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 20 એપ્રિલ : હનુમાન દાદાની કૃપાથી આજના મંગળવારનો દિવસ 5 રાશિઓ માટે રહેવાનો છે ખુબ જ ખાસ, જાણો તમારો દિવસ કેવો રહેશે

1. મેષ – અ, લ ,ઈ (Aries): મેષ રાશિના જાતકોને આજે તમારી કોઈ મહત્વાકાંક્ષી ઈચ્છાને પૂર્ણ કરવાનો અવસર મળી શકશે. જેના કારણે આજે મનમાં ખુશી રહેશે. આજના દિવસે આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. પરણિત લોકોના જીવનમા આજે પોતાના પાર્ટનર સાથે સારો મનમેળ સધાતો જોવા મળી શકે છે. પ્રેમી પંખીડાઓ આજે કોઈ વાતને લઈને નારાજ થતા જોવા મળશે.
2.વૃષભ – બ, વ, ઉ (Taurus): વૃષભ રાશિના જાતકોને આજે કોઈ સ્નેહી સ્વજન કે પ્રિય વ્યક્તિ દ્વારા કોઈ ભેટ મળી શકે છે. નોકરી કરતા લોકોને આજે પ્રમોશન થવાના ચાન્સ છે. ધંધામાં પણ આજે વૃદ્ધિ થતી જોવા મળશે. આજે તમારા કામને તમારે વધારે મહત્વ આપવાનું છે. પરણિત લોકોના જીવનમાં આજે પાર્ટનર તમને ખુશ કરી શકે છે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ સારો રહેશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): મિથુન રાશિના જાતકોએ આજના દિવસે ખુશીમાં વીતશે. આજ મારુ જીવનસાથી તમને ભરપૂર પ્રેમ આપવાનો અનુભવ કરાવશે. આજે કામનું પણ ભારણ ઓછું રહેશે જેના કારણે આજે મૂડ પણ સારો જોવા મળશે. આજે ઘરમાં કોઈ નવી વસ્તુ તમે લાવી શકો છો. પ્રેમી પંખીડાઓ આજે સાથે બેસીને સારો સમય પસાર કરશે.

4. કર્ક – ડ, હ (Cancer):કર્ક રાશિના જાતકોએ આજે ખાવા પીવામાં ખુબ જ કાળજી રાખવાની જરૂર છે. નહીં તો તમારી તબિયત પણ બગડી શકે છે. નવી નોકરી શોધતા લોકોને આજે કોઈ સારા સમાચાર મળશે. વ્યવસાય સાથે જોડાયેલા લોકોને આજે લાભ મળશે. પરણિત લોકોના જીવનમાં આવેલી સમસ્યાનો આજે ઉકેલ મળશે. પ્રેમી પંખીડાઓ આજે ઘરમાં પોતાના સંબંધને આગળ વધારવા માટે વાત કરી શકે છે.

5. સિંહ – મ, ટ (Leo): સિંહ રાશિના જાતકો આજે તમે તમારી ક્રિએટીવીટી અને સારા વિચારને લઈને તમારા પ્રિય વ્યક્તિ માટે સારી ગિફ્ટ આપી શકો છો. આજના દિવસે તમારી આવકમાં વધારો થશે જેનાથી મનમાં ખુશી થશે. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન આજના દિવસે સારું રહેશે. ધંધાને લઈને આજના દીવસે થોડું સાવધાન રહેવું પડશે. આજના દિવસે ધંધામાં કરેલી નાની ભૂલ પણ મોટી મુસીબતમાં મૂકી શકે છે. આજના દિવસે સ્વાસ્થ્યને લઈને સાવધાની રાખવી પડશે. આજના દિવસે પ્રેમીપંખીડાને ખુશનુમા બનાવવા માટેનો પ્રયાસ કરશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): કન્યા રાશિના જાતકો આજના દિવસે પોતાના પરિવાર માટે કઈ ખાસ કરી શકે છે. જેના કારણે પરિવારમાં પણ તેમનું માન સન્માનમાં વધારો થશે. કાર્યક્ષેત્રમાં આજે તમારા બોસ તમારા કામથી ખુશ નજર આવશે. પરણિત લોકોને આજે સાસરી તરફથી કોઈ મહત્વના સમાચાર મળી શકે છે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ અનુકૂળ રહેશે.

7. તુલા – ર, ત (Libra): તુલા રાશિના જાતકોએ આજે થોડા સાવચેત રહેવાની જરૂર છે. આજે તમારી નજીક રહેલો વ્યક્તિ જ તમારું દુશ્મન બની શકે છે. આજે કોઈ તમને છેતરી પણ શકે છે. માટે આજે ખુબ જ સાવધાની રાખવી. નોકરીમાં પણ તમારા સહકર્મી તમારા સારાપણાનો ફાયદો ઉઠાવી શકે છે. પરણિત લોકો પોતાના પાર્ટનરને પોતાના દિલમાં રહેલી વાત કરી શકે છે. પ્રેમી પંખીડાઓ આજે હળવાશના મૂળમાં જોવા મળશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): વૃશ્ચિક રાશિના જાતકોને આજે પોતાના કામ ઉપર વધારે ધ્યાન રાખવું પડશે. આજે તમારી મહેનત જ તમને સાચા પરિણામ તરફ લઇ જશે. દિવસ દરમિયાન કાર્યક્ષેત્ર ઉપર કરેલી મહેનત સાંજે જ તમારા બોસને નજર આવશે. પરણિત લોકો આજે ઘરમાં કોઈ નવી વસ્તુ વસાવવા વિશે ચર્ચા કરી શકશે. પ્રેમી પંખીડાઓ એકબીજાને દિલની વાત સારી રીતે કરી શકશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): ધન રાશિના જાતકોએ આજના દિવસે પોતાની માતા માટે કઈ સારું કરી શકે છે. તેમને કોઈ ભેટ પણ આપી શકે છે. આજે કોઈ જુના મિત્રને મળવાના યોગ બની રહ્યો છે. કામની બાબતમાં આજે થોડી માનસિક શાંતિ અનુભવશો. જીવનસાથી તરફથી આજે તમને કોઈ સારા સમાચાર મળશે. પ્રેમી પંખીડાઓ આજે રોમેન્ટિક વૉક ઉપર જઈ શકે છે.

10. મકર – જ, ખ (Capricorn): મકર રાશિના જાતકોએ આજના દિવસે પોતાની નકારાત્મકતાને દૂર કરી અને સકારાત્મકતા તરફ આગળ વધવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેના કારણે તમે તમારી પ્રગતિના પંથે આગળ વધી શકશો. આજે તમારી મહેનતથી તમે લોકોના દિલ પણ જીતી શકો છો. પારિવારિક જીવનમાં આજે ક્લેશ જોવા મળી શકે છે. મિત્રો પાસેથી આજે તમને આર્થિક મદદ મળશે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ મધ્યમ બની રહેશે
11. કુંભ – ગ, શ, સ (Aquarius): કુંભ રાશિના જાતકોએ આજે તમારા કામ ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે, નહિ તો આજે તમારા બોસ દ્વારા તમને સાંભળવું પડી શકે છે. આજે આવકનો કોઈ નવો રસ્તો મળશે. જેના કારણે મનમાં ખુશી પણ રહેશે. પરણિત લોકોના જીવનમાં આજે કોઈ મહત્વના મુદ્દા ઉપર ચર્ચા થઇ શકે છે. પ્રેમી પંખીડાઓ આજે ઘરમાં પોતાના સંબંધને આલગ વધારવા માટે વાત કરી શકે છે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): મીન રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો ચિંતા ભરેલો રહેશે. પરિવારમાં કોઈ જૂનો વિવાદ ચિંતાનું કારણ બની શકે છે. કાર્યસ્થળ ઉપર પણ આજે જોઈએ એટલી ખુશી નહીં મળે. આજના દિવસે મનને જેમ બને તેમ શાંત રાખવાનો પ્રયત્ન કરવો, પરણિત લોકોના જીવનમાં આજે થોડા મતભેદ થઇ શકે છે. પ્રેમી પંખીડાઓએ આજના દિવસે કોઈ એવી વાત ના કરવી જેનાથી તકલીફ થાય.