ખબર

આ 20 તસ્વીરોમાં જુઓ દુનિયા જે આપણી આસ-પાસ હોવા છતાં પણ આપણી આંખોથી બહાર છે

આપણે લોકો એક રંગ-બેરંગી દુનિયામાં જીવીએ છીએ. આ દુનિયા બહારથી જોવામાં ખુબ જ સુંદર લાગે છે. પણ તેની પાછળની હકીકત શું છે, તે આપણને જાણ નથી હોતી. જેમ કે હિન્દી માં એક કહેવત છે કે,”દરેક સિક્કાની બે બાજુઓ હોય છે.” તેવી જ રીતે કોઈપણ વસ્તુની પાછળ એક ખુબ જ સુંદર રહસ્ય છુપાયેલું હોય છે. આજે અમે તમને એવી જ અમુક ધરતી પરની સુંદર તસ્વીરો દેખાડીશું જે તમે ક્યારેય પણ જોઈ નહિ હોય.

1. પ્રશાંત મહાસાગરના દ્વિપ પર બનેલા આ ઇસ્ટર મહાકાય હેડ જેને મોમાઈ પણ કહેવામાં આવે છે, જે એક ઐતિહાસિક બનેલા છે. એવું કહેવાય છે કે તેને 12 મી અને 15 મી શતાબ્દી પોલિનેસિયેનશએ બનાવ્યું હતું. આ માંન્યુમેન્ટના માથા પર પહેલા માત્ર મસ્તક જ જોવા મળતા હતા પણ એક વાર થયેલા ખોદકામમાં જાણ થઇ કે તેનું પૂરું શરીર પણ છે. એ પણ જાણવા મળ્યું છે કે તે હજારો વર્ષ પહેલાની મૂર્તિઓ છે.

2. બટેટાની શોધ સૌ પ્રથમ સન 1537 માં બોલિવિયા અને પેરુના એન્ડિઝમાં થઇ હતી. બટેટા અમેરિકન લોકોની સૌથી પ્રિય શાકભાજી છે.

3. પીપલ પૈરામિલિટ્રી પોલીસવાળાઓની એક કઠિન ડ્રિલ હોય છે, જેમાં તેનું પોસ્ચર ચેક કરવામાં આવે છે. ત્યારે તેની ડ્રેસમાં આવી રીતની પિન પણ લગાવવામાં આવે છે.

4. આ મશીનો દ્વારા બેકરી ફેક્ટરીમાં બિસ્કિટ બને છે. સૌથી પહેલા આ મશીન સન 1839 માં બે સ્વીડનના ડોક્ટર્સ દ્વારા બનાવવામાં આવી હતી.

5. કોઈપણ ઇવેન્ટ, કોન્સર્ટ કે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં એક નાનું એવું કેબીન સ્નાઇપર્સ માટે હોય છે. આ સ્નાઇપર્સને આતંકી ગતિવિધિ રોકવા માટે ઉભું કરવામાં આવે છે.

6. Verdun ની તે જગ્યા જ્યાં સૌથી પહેલું વીશ્વ યુદ્ધ થયું હતું. 303 દિવસો સુધી ચાલેલા આ યુદ્ધમાં 714,231 લોકો મૃત્યુ પામ્યા હતા.

7. ધરતીથી ગ્રહણની તસ્વીરો તમે ઘણીવાર જોઈ હશે. પણ આ તસ્વીર સ્પેસથી દેખાતા ગ્રહણની છે. તસ્વીરમાં ધરતી પર ચાંદનો પળછાયો પણ દેખાઈ રહ્યો છે.

8. સ્ટ્રોબેરીના બીજ ખુબ જ નાના હોય છે. Alexey Kljatov નામના એક વ્યક્તિએ સ્ટ્રોબેરીની સપાટીની આવી તસ્વીર લીધી છે.

9. સ્પર્મ વ્હેલ સામાન્ય વ્હેલ કરતા ખુબ જ મોટી હોય છે. આ વ્હેલની એક ખાસ વાત એ છે કે તેના દાંત માત્ર એક સાઈડ જ હોય છે.

10. આ કોઈ વીજળીના તાર નથી, પણ હાથીની પૂંછળી છે. હાથીઓને આ પૂંછળી ખુબ જ કામ આવે છે. પૂંછળી દ્વારા તેઓ એકબીજા સાથે વાતચીતો કરે છે.

11. આ તસ્વીર ડાયનાસોરના પગની છે. ફિશર વૈલીના આ નિશાન 200 મિલિયન વર્ષ પહેલાના જણાવવામાં આવ્યા છે.

12. મીઠું(નિમક) બનાવવાની ખાણ કંઈક આવી રીતે દેખાય છે.

13. સ્પેસસૂટ કંઈક આવું દેખાય છે. જેનું વજન 280 પાઉન્ડ હોય છે. આ સ્પેસ સૂટ પહેરવામાં 45 મિનિટ જેટલો સમય લાગે છે. સ્પેસસૂટ સફેદ રંગનું એટલા માટે હોય છે કેમ કે તે ગરમીને રિફ્લેક્ટ કરી શકે.

14. અમુક સ્ટારફિશ(તારા માછલી) ચોરસ શેપમાં જન્મે છે.

15. ગ્લાસ ફ્રૉગ દેડકાની તે પ્રજાતિ છે જેમાં તેના બધા જ અંગો દેખાય છે. આ ગ્લાસ ફ્રૉગ કોસ્ટા રીકા, કોલંબિયા અને ઇક્વાડોરના જંગલોમાં મળી આવે છે.

16. આપણા શરીરમાં કેટલી નસો આવેલી છે, તે આ તસ્વીરનાં આધારે જોઈ શકાય છે. M.A. Schalck અને L.P. Ramsdell એ 1500 કલાક પછી તેને બનાવ્યું હતું.

17. એક વાઘની સ્ટ્રાઇપ્સ બહારથી કંઈક આવી દેખાય છે. તેની અંદર સ્કિન કંઈક આવી રીતે હોય છે.

18. એક રિપોર્ટર કે એન્કર જે સામેથી ખુબ જ સુંદર દેખાય છે, તેની પાછળ માઈક મશીન પણ લાગેલી હોય છે જેથી અવાજ સારી રીતે આવી શકે.

19. આ તસ્વીર ચંદ્રના તે ભાગની છે જે આપણને દેખાતો નથી. આ તસ્વીરને 10 લાખ કિલોમીટરના અંતરેથી લેવામાં આવેલી છે.

20. અંધ લોકો માટે ગ્લોબ કંઈક આવી રીતે બનાવવામાં આવે છે જેથી તેઓ સ્પર્શ કરીને તેનો અનુભવ કરી શકે. વર્ષ 1980 માં પહેલી વાર Stephen Preston Ruggles એ અંધ લોકો માટે આ નકશો બનાવ્યો હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.