બાપના દેવામાં માસુમ દીકરીનો શો વાંક ? સગા બાપને દીકરીનો જીવ લેતા જરા પણ સંકોચ ના થયો, પહેલા ગળે લગાવી અને પછી મોતને ઘાટ ઉતારી

ફેરવી..રમાડી, ગળે લગાવી… છતાં પણ 2 વર્ષની દીકરીની ઓછી ના થઇ ભૂખ તો ગુજરાતી પિતાએ મારી નાખી..આ હતું કારણ

ગુજરાત સમેત દેશભરમાં હત્યા અને આપઘાતના ઘણા બધા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ઘણા લોકો આર્થિક તંગીના કારણે તો ઘણા લોકો દેવામાં ડૂબી જવાના કારણે આપઘાત કરી લેવાનો વિચાર કરતા હોય છે, ઘણીવાર તો દેવામાં ડૂબેલો આખો પરિવાર પણ આપઘાત કરી લેતો હોય છે, પરંતુ હાલ જે ઘટના સામે આવી છે તે જાણીને તમારા રૂંવાડા પણ ઉભા થઇ જશે.

બાપ હંમેશા પોતાની દીકરીને ખુબ જ પ્રેમ કરતો હોય છે, દીકરી પણ તેના બાપને ખુબ જ પ્રેમ કરે છે, પરંતુ હાલ જે ઘટના સામે આવી છે તેણે સૌના હૈયા કપાવી દીધા છે. એક બાપે જ પોતાની 2 વર્ષની માસુમ દીકરીની હત્યા કરી નાખી. પોતે પણ આપઘાત કરવા માટે ગયો પરંતુ તે બચી ગયો હતો. પરંતુ તેની માસુમ દીકરીનો જીવ ચાલ્યો ગયો. આખરે તે માસુમ દીકરીનો શું વાંક હતો ? બાપ દેવામાં ડૂબ્યો અને દીકરીને મારી નાખી. કારણ કે તેની પાસે દીકરીને ખવડાવવાના પૈસા નહોતા.

આ ઘટના સામે આવી છે બેંગલુરુમાંથી. જ્યાં મૂળ ગુજરાતનો રાહુલ પરમાર સોફ્ટવેર એન્જીનીયર તરીકે કામ કરે છે. તેણે બીટકોઈનમાં મોટા પ્રમાણમાં રોકાણ કર્યું હતું, પરંતુ તેને આમાં ખોટનો સામનો કરવો પડ્યો, આ કારણે તે દેવામાં ડૂબી ગયો. તેણે તેની પત્નીના ઘરેણા અને સોનુ પણ ગીરવે મૂકી દીધું હતું. આ દરમિયાન તેની નોકરી પણ છૂટી ગઈ અને તે સતત દેવામાં ડૂબતો રહ્યો.

15 નવેમ્બરના રોજ તે દીકરીને સ્કૂલમાં લઇ જવાના બહાને ઘરેથી નીકળ્યો હતો. દેવામાં ડૂબેલો રાહુલ પોતે પણ આપઘાત કરવા ઈચ્છતો હતો. પરંતુ દીકરીના સામે હોવાના કારણે તે નિર્ણય નહોતો લઇ શકતો. આખો દિવસ તે બેગલુરૂ અને કોલારમાં આસપાસ ચક્કર લગાવતો રહ્યો. સાંજે તળાવના કિનારે ગાડી ઉભી રાખી અને તે વિચારતો રહ્યો કે શું કરવું જોઈએ. તેને ઘરે પરત ફરવાનું પણ વિચાર્યું. પરંતુ તેને એ વિચાર પણ આવ્યો કે જો ઘરે પરત ફરશે તો તેને પૈસા આપનારા લોકો હેરાન કરશે.

રાહુલે તળાવની પાસેની એક દુકાનમાંથી પોતાની દીકરીને ચોકલેટ અને બિસ્કિટ ખરીદીને ખવડાવ્યા. પરંતુ દીકરી બપોરથી ભૂખી હોવાના કારણે રડી રહી હતી. હવે રાહુલ પાસે દીકરીને ખવડાવવા માટે પણ પૈસા નહોતા અને છેલ્લે તેણે દીકરી સાથે જ પોતાનો જીવ આપી દેવાનું નક્કી કર્યું. પહેલા તે પોતાની દીકરી સાથે મોડા સુધી રમતો રહ્યો, અને પછી ગળે લગાવી લીધી અને દબાવી દીધી. જેના કારણે દીકરીનો શ્વાસ રૂંધાયો અને તે મોતને ભેટી, જેના બાદ તે તળાવમાં તેની સાથે કૂદી ગયો. પરંતુ રાહુલ બચી ગયો. જેના બાદ તેણે ટ્રેનની નીચે આવીને કૂદી જવાનું વિચાર્યું અને બીજા દિવસે બેંગલુરુ રેલવે સ્ટેશન પહોંચ્યો પરંતુ ત્યાં તેને પોલીસે ઝડપી લીધો.

Niraj Patel