રખડતા ઢોરથી ચેતી જજો જલ્દી, પોરબંદરમાં આનંદ ખૂંટી અને રાજ દાસાને મળ્યું ખુબ જ ભયાનક મોત – જાણો સમગ્ર મામલો
ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણા તેજ રફતાર વાહનોને કારણે અકસ્માત થતા હોય છે, તો ઘણા અકસ્માત રખડતા ઢોરને કારણે થતા હોય છે. રખડતા ઢોરને કારણે ઘણા લોકોના જીવ ગુમાવવાના તો ઘણાને ગંભીર ઇજા પહોંચવાના સમાચાર સામે આવે છે, ત્યાર હાલ પોરવંદર કુતિયાણા હાઇવે પર અકસ્માતનો કિસ્સો સામે આવ્યો, જેમાં આખલાને કારણે 2 યુવકોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. (તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર)
કુતિયાણામાં રહેતા બે યુવક રાણાકંડોરણા ખાતે દર્શન કરી બાઇક પર ઘરે જઇ રહ્યા હતા ત્યારે જ આખલો આડે આવતા અથડાયા હતા અને તેને કારણે બંનેને ગંભીર ઈંજા પહોંચી હતી અને બંનેના મોત નિપજ્યા હતા. કુતિયાણા ગામમાં આ બનાવને લઈને ભારે ગમગીની છવાઈ ગઈ છે.ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર, કુતિયાણા ગામે બહારપુરા વિસ્તારમાં રહેતો આનંદ ખૂંટી અને તેના પાડોશમાં રહેતો તેનો મિત્ર રાજ દાસા અષાઢી બીજના દિવસે સાંજે રાણા કંડોરણા ગામે આવેલ લીરબાઇ માતાજીના મંદિરે દર્શન કરવા ગયા હતા.
આ દરમિયાન બંને દર્શન કરી બાઇક પર પરત ફરી રહ્યા હતા ત્યારે કુતિયાણા હાઇવે રોડ પર આવેલ આઈટીઆઈ સામે રોડ પાર પહોંચ્યા ત્યારે અચાનક બાઇક આડે આખલો આવી ગયો અને તેના કારણે બાઇક અથડાયું અને બંને રોડ પર ફંગોળાઈ ગયા. જેને કારણે બંનેને શરીરે ગંભીર ઈંજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફત પોરબંદરની ખાનગી હોસ્પિટલે ખસેડયા હતા. પરંતુ ત્યાં હાજર તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા.
આનંદની વાત કરીએ તો, તે ઇલેક્ટ્રોનિક્સનો વેપારી હતો જ્યારે રાજ ડેરી પ્રોડકટમાં નોકરી કરતો હતો. આનંદ તેના પરિવારમાં એકનો એક પુત્ર હતો અને તેની એક નાની બહેન છે. જ્યારે રાજ બે બહેનોનો એકનો એક ભાઇ હતો. પરિવારે એકના એક દીકરા ગુમાવતા કુતિયાણા પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.