હે ભગવાન… રાજકોટમાં વધુ બે યુવાનોને ભરખી ગયો કાળમુખો હાર્ટ એટેક, રાજકોટ વાસીઓમાં ફેલાયો ભયનો માહોલ

રાજકોટમાં 20 વર્ષની કાચી ઉંમરના યુવક અને એક 35 વર્ષના યુવકનું થયું હાર્ટ એટેકથી મોત, મજૂરી કરીને રોટલો રડતા પરિવારમાં છવાયો આક્રંદ

2 youths died of heart attack in Rajkot : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના મામલાઓ સતત સામે આવી રહ્યા છે. હાર્ટ એટેકના કારણે મોતને ભેટનાર લોકોમાં મોટાભાગના યુવાનો હોય છે. ત્યારે ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી કોઈને કોઈ યુવાનનું હાર્ટ એટેકથી મોત થતું હોવાનું સામે આવતું રહે છે. ત્યારે હાલ રાજકોટમાંથી પણ વધુ એક ઘટના સામે આવી છે, જેમાં બે યુવકોના હાર્ટ એટેકથી મોત થવાના કારણે સમગ્ર રાજકોટમાં ભયનો માહોલ પણ ફેલાઈ ગયો છે.

20 વર્ષના યુવકનું મોત :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના રામવન પાસે આવેલા બંસીધર વે-બ્રિજ નજીક મીરા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહેતા 20 વર્ષીય ગુરુપ્રસાદ શિવકુમાર ગોડિયાનું હાર્ટ એટેકનો હુમલો આવવાના કારણે મોત નીપજ્યું છે. ગુરુપ્રસાદ મૂળ નેપાળનો રહેવાસી હતો અને રોટલો રડવા માટે તે રાજકોટમાં આવ્યો હતો.  તે પોતાના જ ઘરે બેભાન થઇ ગયો હતો, જેના બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ પણ લઇ જવામાં આવ્યો, પરંતુ સારવાર કારગત નીવડે એ પહેલા જ તેનું મોત નીપજ્યું હતું.

(પ્રતીકાત્મક તસવીર)

નેપાળથી પેટિયું રડવા આવ્યો હતો રાજકોટ :

પ્રાથમિક તપાસમાં યુવકનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાનું સામે આવ્યું છે. મૃતક બે ભાઈઓમાં નાનો હતો. તેનો મોટો ભાઈ વતનમાં હતો અને ગુરુપ્રસાદ રાજકોટમાં રહીને જ કામ કરતો હતો. ગતરોજ તેની તબિયત સારી ના હોવાના કારણે તે કામ પર પણ ગયો નહોતો. જેના બાદ ઘરે જ તેની અચાનક તબિયત વધારે બગડતા બેભાન થઈને ઢળી પડ્યો અને તેનું મોત નીપજ્યું હતું, આ ઉપરાંત પણ રાજકોટમાંથી વધુ એક હાર્ટ એટેકથી મોતનું મામલો પણ સામે આવ્યો છે.

મજૂરી કામ કરતા 35 વર્ષના યુવકને પણ ભરખી ગયો હાર્ટ એટેક :

જેમાં ખડિયાપરા ફાટક પાસે રહેતા 35 વર્ષીય સુરેશ મગનભાઈ લોરિયા નામનો યુવાન સાંજના સમયે પોતાના ઘરે જ બેભાન થઈને ઢળી પડ્યો હતો. જેના બાદ પરિવારજનો તેને તાત્કાલિક હોસ્પિટલ પણ લઇ ગયાહતા . પરંતુ એ પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. યુવકનું મોત હાર્ટ એટેકના કારણે જ થયું હોવાનું સામે આવ્યું છે. યુવક તેના પરિવારમાં બે ભાઈઓ અને એક બહેનમાં વંચીત હતો અને તેને સંતાનોમાં બે દીકરા અને એક દીકરી પણ હતા અને મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. યુવકના મોત બાદ પરિવારમાં માતમ છવાયો છે.

Niraj Patel