અજબ પ્રેમની ગજબ કહાની: બોલો બે મહિલાઓને થયો એકબીજાના પતિ સાથે પ્રેમ તો કરી લીધા લગ્ન

ગજબ હો બાકી ! બે પરણિત મહિલાઓને થયો એકબીજાના પતિ સાથે પ્રેમ તો કરી લીધી બદલા-બદલી

તમે ઘણીવાર લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે પ્રેમ આંધળો હોય છે. જ્યારે બે લોકો પ્રેમમાં હોય છે, ત્યારે તેઓ ન તો એકબીજાની જાતિ, ધર્મ, સમુદાય, આવક કે પછી ઉંમર અને ઊંચાઈ જોતા હોય છે. જો કે, આજના સમયમાં તો લોકો પરણિત વ્યક્તિને પણ પ્રેમ કરી બેસતા હોય છે. ત્યારે હાલમાં એક અજબ પ્રેમની ગજબ કહાની સામે આવી છે. જેમાં બે પરિણીત મહિલાઓ એકબીજાના પતિના પ્રેમમાં પડી ગઈ અને હવે બંનેએ લગ્ન પણ કરી લીધા.

તે બાદ તેમના પરિવારમાં એવો બદલાવ આવ્યો કે જે રીતે તાશના પત્તા..સૌથી નવાઈની વાત એ છે કે બંને મહિલાઓનું નામ એક જ હતું ! આ મામલો બિહારના ખાગરિયાનો છે. આ બંને મહિલાઓના નામ રૂબી દેવી છે. કહાની નીરજ કુમાર સિંહ નામના વ્યક્તિથી શરૂ થાય છે. નીરજે વર્ષ 2009માં ચૌથમ પોલીસ સ્ટેશન હેઠળના પસરાહા ગામની રૂબી દેવી સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન જીવનથી તેને 4 બાળકો પણ થયા.

આ દરમિયાન 4 બાળકોની માતા રૂબી દેવીને તેના જ ગામમાં રહેતા મુકેશ કુમાર સિંહ સાથે પ્રેમ થઈ ગયો. મુકેશનું ઘર રૂબીના પિયરથી નજીક હતું. યોગાનુયોગ એ છે કે મુકેશની પત્નીનું નામ પણ રૂબી દેવી હતું અને તેને લગ્ન જીવનથી 2 બાળકો હતા. પહેલા તો રૂબી દેવી ગયા વર્ષે 6 ફેબ્રુઆરીના રોજ મુકેશ સિંહ સાથે ભાગી ગઈ હતી. તે તેના 2 પુત્રો અને એક પુત્રીને પણ પોતાની સાથે લઈ ગઈ હતી.

આ પછી નીરજ કુમાર સિંહે પણ મુકેશ વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ, નીરજ તેની એક પુત્રી અને મુકેશ સિંહની પત્ની એટલે કે રૂબી દેવી તેના બે બાળકો સાથે એકલો રહી ગયો હતો. એક દિવસ અચાનક નીરજને બીજી રૂબી દેવીનો નંબર મળ્યો અને બંને વચ્ચે વાતો શરૂ થઈ. જે બાદ બંને એકબીજાના પ્રેમમાં પડ્યા અને આ વર્ષે 18 ફેબ્રુઆરીએ બંનેએ કોર્ટમાં લગ્ન કરી લીધા.

મીડિયા અહેવાલો અનુસાર, હવે બંને કપલ મધ્યપ્રદેશના અલગ-અલગ શહેરોમાં રહે છે. નીરજ ટાટા કંપનીમાં કામ કરે છે, મુકેશ રોજીરોટી મજૂર તરીકે કામ કરે છે. નીરજે બીજી રૂબી દેવીના બંને બાળકોને દત્તક લીધા છે, તેથી હવે બંને દંપતીને 3-3 બાળકો છે.

Shah Jina