લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઇ ! દુલ્હનના ઘરમાં ફાટ્યો સિલિન્ડર, આગમાં આટલા લોકો ભડથુ થયા, હે ભગવાન….

ઘરમાં જાન આવવાની હતી અને ત્યારે જ ધમાકા સાથે ફાટ્યો સિલિન્ડર, આટલા બધાનું ભડથુ થઇ ગયું, હિમ્મત થાય તો જોઈ લેજો તસવીરો

Cylinder Blast In Uttar Pradesh : ગુજરાત સહિત દેશભરમાંથી કેટલીકવાર લગ્ન સમારોહ દરમિયાન કોઇ અઘટિત ઘટના ઘટતી હોય છે જેને કારણે લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઇ જાય છે. ત્યારે હાલમાં એક ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી અને આ દરમિયાન જ કન્યાની માતા અને ફોઇ લગ્નમાં હાજરી આપવા આવેલા મહેમાનોની સંભાળ રાખવામાં વ્યસ્ત હતા.

બંને રસોડામાં હતા ત્યારે જ તેમણે જેવો ગેસ સળગાવ્યો કે તરત જ તેમાં જોરદાર વિસ્ફોટ થયો. ગેસ સિલિન્ડરમાં લીકેજ હતું અને આ વિશે કોઈને કોઈ માહિતી નહોતી. જ્યારે વિસ્ફોટ થયો ત્યારે આગ ઝડપથી ફેલાઈ અને નણંદ-ભાભી બંને જીવ બચાવવા બહાર દોડવા લાગ્યા. પણ પગ સિલિન્ડરની પાઈપમાં ફસાઈ જતા બંને ત્યાં જ પડી ગયા. આગ એટલી ઝડપથી ફેલાઈ કે બંને તેમાં લપેટાઈ ગયા અને સળગી જવાને કારણે બંનેના મોત થયા.

આ દરમિયાન કેટલાક લોકોએ નણંદ અને ભાભીને બચાવવાનો પ્રયાસ પણ તેઓ આગમાં ખરાબ રીતે દાઝી ગયા હતા. ઘાયલને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. સંજીવની પત્ની 45 વર્ષીય મંજુ મહેમાનો માટે કંઈક બનાવવા રસોડામાં ગઈ અને સંજીવની બહેન શર્મિલા પણ મદદ કરવા રસોડામાં પ્રવેશી. જો કે, બંનેએ જેવો ગેસ સળગાવ્યો કે તરત જ જોરદાર ધડાકો થયો.

આ આગમાં બિટ્ટા દેવી, રેણુ અને રામુ ખરાબ રીતે દાઝી ગયા હતા. જેમને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં લઈ જવાયા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. સાથે જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લીધી હતી. જો કે, આ ઘટનામાં લગ્નનો ઘણો સામાન બળીને રાખ થઈ ગયો. હાલ તો દુલ્હન અને તેના પિતાની રડી રડીને હાલત ખરાબ છે.

Shah Jina