મનોરંજન

પ્રિયંકા ચોપરા માટે ખુબ જ કિંમતી છે આ બે વસ્તુઓ, પિતાએ આપેલી આ બે ભેંટ આજે પણ રાખે છે સંભાળીને

પ્રિયંકા ચોપરા અને નિક જૉનસની જોડી સૌથી બેસ્ટ જોડીમાંની એક માનવામાં આવે છે. બંન્ને મોટાભાગે પોતાની ફેશન સ્ટાઇલ કે રોમેન્ટિક તસ્વીરોને લીધે ચર્ચામાં આવી જ જાય છે. એવામાં તાજેતરમાં જ આ વર્ષના બેસ્ટ ડ્રેસ્ડ સેલેબ્સની લિસ્ટમાં નિક-પ્રિયંકા પણ શામિલ થઇ ગયા છે. પ્રિયંકાએ આપેલા ઇન્ટરવ્યૂમાં પોતાના જીવન સાથે જોડાયેલા ઘણા ખુલાસાઓ કર્યા હતા.

 

View this post on Instagram

 

❤️

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

પ્રિયંકાએ કહ્યું કે એક તેનું મંગલસૂત્ર અને તેના પિતા દ્વારા ભેંટમાં આપેલી હીરાની વીંટી તેના માટે ખુબ કિંમતી છે. પ્રિયંકાએ કહ્યું કે,”મારું મંગલસૂત્ર..આ એક હાર હોય છે જેને ભારતીય લગ્નમાં વરરાજો પોતાની દુલ્હનને પહેરાવે છે અને એક હીરાની વીંટી જે મારા પિતાજી એ એક સમયે મને આપી હતી”.

Image Source

પ્રિયંકાએ આગળ કહ્યું કે,”પોતાના પિતા દ્વારા આપેલા સોનાના સિક્ક્કાઓ પણ તે પોતાની પાસે રાખે છે, પિતાજીએ તેને આ સિક્કાઓ લકી ચાર્મના સ્વરૂપે આપ્યા હતા”.

Image Source

જણાવી દઈએ કે પ્રિયંકાના મંગલસૂત્રની ડિઝાઇન સબ્યસાચી દ્વારા તૈયાર કરવામાં આવી હતી જે એક નીઓ-ટ્રેડિશનલ મંગલસૂત્ર છે. ગોલ્ડ ચેન વાળા મંગલસૂત્રમાં ટીયર શેપ્ડ ડાઈમંડ લોકેટ છે. લોકેટની ઉપર અન્ય ત્રણ ડાઈમંડ લાગેલા છે.
અમુક સમય પહેલા જ પ્રિયંકાએ નિક સાથે જોડાયેલી એક પોસ્ટ શેર કરી હતી.

Image Source

પોસ્ટમાં નિકની ઉંમરનો ખુલાસો કરતા તેની ઉંમર 27 વર્ષ જણાવામાં આવી હતી. એવામાં ટ્રોલર્સને પણ તેની આલોચના કરવાનો મૌકો મળી ગયો હતો. પ્રિયંકાને નિકની સાચી ઉંમર પણ ખબર નથી તેને લઈને તેની આલોચના કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

🧡 #Cannes2019

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

આ બાબતને લીધે નિક જૉનસે પણ ટ્રોલર્સને કરારો જવાબ આપ્યો હતો. એક પોસ્ટ શેર કરતા નિકે લખ્યું કે,”પ્રિયંકા મારો જન્મદિસવ સારી રીતે જાણે જ છે”.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.