રાત્રે જન્મદિવસની પાર્ટી મનાવી રૂમમાં સૂવા ગઇ હતી બે બહેનો, સવારે લાશ મળવાથી મચ્યો હડકંપ

રાતમાં જન્મદિવસની પાર્ટીમાં ખુબ મજા કરી અને સવારે રૂમમાં મળી બે સગી બહેનોની લાશ, જાણો

દેશભરમાંથી ઘણીવાર હત્યા અને આત્મહત્યાના એવા કિસ્સા સાંભળવા મળતા હોય છે કે એ સાંભળીને આપણા પણ રૂંવાડા ઊભા થઇ જાય. ઘણીવાર બે સગી બહેનો કે બે ભાઇઓના આત્મહત્યા કિસ્સા સાંભળવા મળતા હોય છે. આજકાલ તો બાળકો હોય કે મોટા તેઓના આત્મહત્યા કરવાના કિસ્સાઓમાં ઘણો વધારો જોવા મળી રહ્યો છે. હાલ એક એવી ઘટના સામે આવી છે જેણે ચકચાર જગાવી મૂકી છે. ઝારખંડના રાંચીમાંથી બે સગી બહેનોની આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે બહેનોએ ઝેર ખાઈને આત્મહત્યા કરી છે.

પોલીસ અને એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. આ ઘટના બાદ વિસ્તારના તમામ લોકો ચોંકી ગયા છે. પોલીસ સમગ્ર કેસમાં આત્મહત્યા અને હત્યા બંને પાસાઓની તપાસ કરી રહી છે. મોટી બહેન શીતલ લાખાણી રાંચીની એક હોસ્પિટલમાં કામ કરતી હતી જ્યારે તેની નાની બહેન માન્યા સરલા બિરલા સ્કૂલની ધોરણ 9ની વિદ્યાર્થીની હતી. તેના પિતા સંજય લાખાણી રાંચીના મોટા કોન્ટ્રાક્ટરોમાંના એક છે. ગત રાત્રે મોટી બહેન શીતલનો જન્મદિવસ ઉજવાયો હતો. ત્યારબાદ રાત્રે બંને બહેનો રૂમમાં સુઈ ગઈ હતી.

પ્રતિકાત્મક તસવીર

સંબંધીઓએ જણાવ્યું કે બધુ બરાબર હતું પરંતુ સવારે રૂમમાંથી બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. બંનેને ગુરુનાનક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. શીતલ લાખાણીના આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં લગ્ન થવાના હતા. 6 મહિના પહેલા જ તેની સગાઈ HDFC બેંકમાં કામ કરતા એક વ્યક્તિ સાથે થઈ હતી. બંને બહેનોએ શા માટે આત્મહત્યા કરી તે હજુ સ્પષ્ટ થયું નથી.

પ્રતિકાત્મક તસવીર

એક દિવસ પહેલા જ તેમના ઘરના પાલતુ કૂતરાનું પણ મોત થયું હતું. સાથે જ પોલીસ પણ આ કેસની તપાસમાં લાગેલી છે. લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે. બંને બહેનો રાત્રે બર્થડે સેલિબ્રેટ કરીને પોતાના રૂમમાં સૂવા ગઈ હતી. સવારે 5:40 વાગ્યા આસપાસ તેની માતાએ રૂમનો દરવાજો ખોલ્યો ત્યારે બંને બહેનોને ઉલ્ટી થઈ હતી અને બેભાન અવસ્થામાં પડી હતી. રાંચીના રૂરલ એસપીએ જણાવ્યું કે જે રૂમમાં બંને બહેનોની લાશ મળી હતૃી. એફએસએલની તપાસ બાદ તેને સીલ કરવામાં આવ્યું છે. આ સિવાય તેણે જણાવ્યું કે મોટી બહેનના લગ્ન નક્કી હતા અને જન્મદિવસ દરમિયાન તેનો ભાવિ પતિ પણ હાજર હતો.

Shah Jina