સગી બહેનોએ જ રક્ષાબંધન પહેલા આપી ભાઇની હત્યાની સોપારી, કારણ જાણી તમે પણ રહી જશો શોક્ડ

હે ભગવાન, કેવો ખરાબ કળયુગ છે…રક્ષાબંધન પહેલા સગી બહેનોએ ભાઇની હત્યા કરાવી, કારણ જાણી ચોકી જશો

ગુજરાત સમેત દેશભરમાંથી અવાર નવાર હત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણા કિસ્સાઓમાં અંગત અદાવત તો ઘણામાં પ્રેમ સંબંધ કે અવૈદ્ય સંબંધ મુખ્ય કારણ હોય છે. ઘણીવાર તો એવું પણ બનતુ હોય છે કે, પતિ તેની પત્નીની અથવા તો પત્ની તેના પતિની અફેરના કારણે હત્યાનો પ્લાન ઘડતી હોય છે. પરંતુ હાલમાં સગા ભાઇની રક્ષાબંધન પહેલા તેની બે બહેનોએ હત્યાની સોપારી આપી હોવાનું સામે આવ્યુ છે. આ કિસ્સો કર્ણાટકના કલબુર્ગીમાંથી સામે આવી છે. કર્ણાટકના કલબુર્ગીમાં એક યુવકની હત્યા મામલે તેની બે સગી બહેનોની પોલિસે ધરપકડ કરી છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

પોલિસનું કહેવુ છે કે, બંને બહેનોના તેના ભાઇ સાથે મતભેદ હતા. આ કારણે બંનેએ મળી ભાઇની હત્યા માટે ચાર હત્યારાઓને સોપારી આપી હતી. મીડિયા અહેવાલ અનુસાર, બહેનોએ પોલિસને જણાવ્યુ કે, તેનો ભાઇ કથિત રીતે ઘણો જ સખ્ત સ્વભાવનો હતો. તે બંનેના અંગત જીવનમાં પણ દખલ દેતો હતો. બંને બહેનોના લગ્ન તૂટી ગયા હતા. તેનાથી નારાજ બહેનોએ ભાઇને રસ્તામાંથી હટાવવા માટે તેની હત્યા કરાવી.બંને બહેનો અને 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રીપોર્ટ અનુસાર, નાગરાજ જેની ઉંમર 29 વર્ષ હતી તે માતામારી કલબુર્ગીના ગાઝીપુરનો રહેવાસી હતો.

29 જુલાઈના રોજ તેની લાશ આલંદ રોડ પર ભોસગા ક્રોસિંગ પરથી મળી આવી હતી. ઓળખ છુપાવવા માટે તેના ચહેરા પર મોટો પથ્થર મારવામાં આવ્યો હતો. તપાસ બાદ પોલીસે તેની બહેનો અનિતા અને મીનાક્ષીની ધરપકડ કરી હતી. અનિતા-મીનાક્ષીના નિવેદનના આધારે જેને સોપારી આપવામાં આવી તે અવિનાશ, આસિફ, રોહિત અને મોહસીનની પણ ધરપકડ કરવામાં આવી. બંને બહેનો ઘણા વર્ષો પહેલા પોતપોતાના પતિથી અલગ થઈ ગઈ હતી. આ પછી તે કલબુર્ગી શહેરમાં ભાઈ નાગરાજ અને માતા સાથે રહેતી હતી.

આનાથી નાગરાજ નારાજ થયો અને નાગરાજને શંકા હતી કે તેની બહેનો તેના પતિથી અલગ થયા બાદ અન્ય લોકો સાથે કથિત રીતે સંબંધોમાં હતી. તેણે ઘણી વખત તેની બહેનોને તેમના જીવનસાથી સાથે લગ્ન કરવા અથવા ઘર છોડી દેવા માટે કહ્યું હતું. જેના કારણે ભાઈ-બહેન વચ્ચે બોલાચાલી થઈ હતી. આ ઉપરાંત બહેનોને તેમના ભાઈની વારંવારની અડચણો અને અંગત જીવન અંગેની સલાહ ગમતી ન હતી. જેથી બહેનોએ કથિત રીતે ભાઈને હટાવવાનું કાવતરું ઘડ્યું હતું. આ માટે હત્યારાઓની મદદ લેવામાં આવી હતી.

હત્યારાઓએ કથિત રીતે ઓટોરિક્ષામાં નાગરાજનું ગળું કાપી નાખ્યું હતું. ત્યારબાદ મૃતદેહને શહેરની હદમાં ફેંકી દીધો હતો. ઓળખ છુપાવવા માટે પથ્થર વડે માથું કચડી નાખ્યું હતું. પોલીસે કપડાં પરથી લાશની ઓળખ કરી અને તેની બહેનો અને અન્ય લોકોને જાણ કરી. બહેનો દ્વારા સોપારીના હત્યારાઓને કરવામાં આવેલા ફોન કોલના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

Shah Jina