જ્યોતિષ શાસ્ત્ર

આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ- 2 સપ્ટેમ્બર 2020

1. મેષ – અ, લ ,ઈ (Aries):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે આવકમાં વધારો થવાથી તમને ખુશી થશે. કામને લઈને પરિણામો તમારી તરફેણમાં કામ કરશે. ભાગ્યનો સિતારો મજબૂત થશે. આજના દિવસે સ્વાસ્થ્ય મજબૂત રહેશે.
ઘરમાં શાંતિ રહેશે. વિવાહિત લોકોનું ગૃહસ્થ જીવન તણાવપૂર્ણ રહેશે. પ્રેમીપંખીડા માટે આજનો દિવસ ખૂબ જ સારો છે. આજના દિવસે તમે કોઈ કામમાં તમારા પ્રિયજનની મદદ મેળવી શકો છો.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો છે. આ રાશિના જાતકો માટે આજના દિવસે કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી તો તમને ખૂબ સારા પરિણામ મળશે. ગૃહસ્થ જીવન માટે દિવસ થોડો નબળો છે. આજના દિવસે ઝઘડા કરવાનું ટાળો. પ્રેમીપંખીડા માટે આજનો દિવસ સારો રહેશે. તમારા પ્રિય વ્યક્તિ વિષે કુટુંબને જણાવવાનો સારો સમય છે. ધાર્મિક વિચારો મનમાં આવશે. આજના દિવસે આરોગ્ય નબળું રહેશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ ચિંતા લાવી શકે છે. આજના દિવસે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે નહીં તો બીમાર થવાની પ્રબળ સંભાવના છે. આજના દિવસે ખાવા પીવા પર ધ્યાન આપો. આજના દિવસે બેદરકારી ન રાખશો. ગૃહસ્થ જીવન સારું રહેશે. પ્રેમીપંખીડા માટે આજનો દિવસે થોડી નિરાશા થઈ શકે છે. કામને લઈને દિવસ સારો રહેશે.

4. કર્ક – ડ, હ (Cancer):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. ગુહસ્થ જીવનને સારું બનાવવાનો પ્રયાસ આખો દિવસ કરશો. પ્રેમીપંખીડા આજના દિવસે કંઇક બાબતે હતાશ થઈ શકે છે. કામના સિલસિલામાં દિવસ ખૂબ સારો છે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

5. સિંહ – મ, ટ (Lio):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સાધારણ ફળદાયક રહેશે. આ રાશિના જાતકોએ આજના દિવસે વિશ્વાસ રાખીને કરવામાં આવેલ કાર્ય સફળતા આપશે. પારિવારિક જીવન માટે દિવસ શુભ રહેશે. પરસ્પરના સંબંધોમાં પ્રેમ વધશે. પ્રેમીપંખીડાઓને આજના દિવસે પરિવાર પાસેથી પ્રિય વ્યક્તિ વિષે જાણવાની તક મળશે. આજ તમે કોઈ વાતને લઈને દિલથી ખુશ થશો.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આ રાશિના જાતકો માટે આજના દિવસે કેટલાક પડકારો લાવશે. ખર્ચમાં ઝડપથી વધારો થશે. નોકરીમાં સખત મહેનત કરશે. ગૃહસ્થ જીવન માટે આજનો દિવસ સારો છે. પ્રેમીપંખીડા આજના દિવસે કોઈ વાતને લઈને ગુસ્સો કરી શકે છે.

7. તુલા – ર, ત (Libra):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે આવકમાં વધારો થવાથી મનમાં આનંદની ભાવના રહેશે. પારિવારિક જીવનમાં થોડો તણાવ રહેશે. પરંતુ કામને લઈને દિવસ સારો રહેશે. પારિવારિક જીવન સારું રહેશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે ઘરની સાથે-સાથે ઓફિસની પણ જવાબદારી નિભાવવી પડશે. કામને લઈને દિવસ સારો છે. આજના દિવસે સમજણથી કામ કરશો. આજના દિવસે સાથી કર્મચારીઓનો સહયોગ મળશે. પારિવારિક જીવન પ્રેમથી ભરેલું રહેશે. પ્રેમીપંખીડા આજના દિવસે સરળતાથી દિલની વાત કરશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સાધારણ ફાયદાકારક રહેશે. આજના દિવસે વધારે મુસાફરી કરવાનું ટાળો. જાતકોને આજના દિવસે ધાર્મિક વિચારો મનમાં આવશે. સ્વાસ્થ્ય સારું રહેશે. કોઈ પણ બાબતમાં મૂંઝવણ રહેશે. ગૃહસ્થ જીવન શાંતિપૂર્ણ રહેશે.

10. મકર – જ, ખ (Capricorn):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આવકમાં વધારો થશે. હળવા ખર્ચ પણ થશે. ગૃહસ્થ જીવનમાં પ્રેમ વધશે પણ મતભેદો થઇ શકે છે. આજના દિવસે મતભેદો ટાળવાનો પ્રયાસ કરો. પ્રેમીપંખીડા માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે તમે લવમરેજ માટે પ્રપોઝ કરી શકો છો.
11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. ખુદ પર વિશ્વાસ રાખવાથી કામમાં સફળતા મળશે. આજના દિવસે ગૃહસ્થ જીવન ખુશહાલથી ભરેલું રહેશે. જીવનસાથી કોઈ મહત્વપૂર્ણ કામમાં સારી સલાહ આપશે. પ્રેમીપંખીડા માટે આજનો દિવસ સારો રહેશે. તમારી પ્રિય વ્યક્તિ સાથે કલાકો સુધી વાતો કરશે. કામને લઈને તમારે સાથીદારો પર નિર્ભર રહેશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો નબળો છે. આજના દિવસે ખર્ચમાં વધારો થશે. આવક સારી રહેશે. કેટલાક એવા ખર્ચ થશે જેના વિશે તમે વિચાર્યું ન હતું. જે બજેટ બગાડી શકે છે. કામને લઈને દિવસ શુભ રહેશે. તમારી કાર્યક્ષમતા તમને ટેકો આપશે. ઘરના જીવનમાં તણાવ વધી શકે છે. સંબંધોમાં પ્રેમ વધશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.