ખબર

ગુજરાતી પ્રજાને મોટો ફટકો: આવી મોંઘવારીમાં સરકારે ઝીંક્યો પેટ્રોલમાં ભાવ વધારો, જલ્દી વાંચો નવો ભાવ

કોવીડ 19 ની મહામારી વચ્ચે આજે ગુજરાતીઓ માટે ખરાબ સમાચાર છે. ગુજરાતમાં લોકડાઉનને કારણે વેપાર-ધંધા સહિતની આર્થિક પ્રવૃતિઓ બંધ થતાં ગવર્મેન્ટને હજારો કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. જેને લીધે સરકારે આવક વધારવા માટે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં 2 રૂપિયાનો વધારો ઝીંકો દીધી છે. આજે મધ્યરાત્રિથી આ ન્યુ ભાવ અમલમાં મૂકાશે. ભાવ વધારા બાદ અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 73.96 રૂપિયા થઈ જશે. અને ડીઝલનો ભાવ 72.21 રૂપિયા થઈ જશે.ડેપ્યુટી CM એ વધુમાં જણાવ્યું કે, ગુજરાતે અગાઉ બે વાર પેટ્રોલના ભાવમાં 7%નો ઘટાડો કર્યો હતો. ટકાવારી પ્રમાણે આજે પણ ભારતના તમામ રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં પેટ્રોલ- ડીઝલનો ભાવ સૌથી ઓછો છે. સરકારની આવક ઘટી છે અને ખર્ચા એનો એ જ છે, ત્યારે ના છૂટકે આ ભાવ વધારો કરવો પડી રહ્યો છે.