ગાંધીનગરમાં AC બ્લાસ્ટ થતાં જ રૂમમાં સૂઇ રહેલા પિતા-પુત્રના મોત- પરિવારજનોને નથી વિશ્વાસ આવી રહ્યો…

AC માં સુતા પહેલા ચેતી જજો: ગાંધીનગરમાં AC ફાટ્યું અને બિચારા પિતા પુત્ર તડપી તડપીને મર્યા, આખું શરીર બળી ગયું…

ગુજરાતમાંથી ઘણીવાર કોઇ ઇલેક્ટ્રિક વસ્તુમાંં બ્લાસ્ટ થવાની ખબરો સામે આવે છે.કેટલીકવાર મોબાઇલમાં તો કેટલીકવાર ઇલેક્ટ્રિક વ્હીકલમાં તો કેટલીકવાર એસીમાં પણ બ્લાસ્ટ થવાની ખબરો સામે આવે છે, હાલમાં ગુજરાતના ગાંધીનગરના પલીયડ ગામમાં રુમમાં એસી ફાટતા 2 લોકોના મોત નીપજ્યા હોવાની ખબરો સામે આવી છે. ઈજાગ્રસ્ત બાળક અને પિતા બંનેને અમદાવાદ સિવિલ લઈ જવાયા હતા. જ્યાં તેમને બન્સ વોર્ડમાં રખાયા હતા. જો કે, બંને 90 ટકાથી વધુ સળગી ગયા હોવાને કારણે બંનેના મોત નિપજ્યા હતા.

આ ઘટના બંધ રૂમમાં બની હતી. બપોરના સમયે આ ઘટના બની હોવાનું સામે આવ્યું. 42 વર્ષના યુવક અને તેમના દોઢ વર્ષના પુત્રનું આ ઘટનામાં કરુણ મોત નિપજ્યું હતુ. બપોરે રૂમમાં પિતા-પુત્ર સુઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. જયારે પિતા-પુત્ર બંધ રૂમમાં હતા ત્યારે અચાનક એસી બ્લાસ્ટ થયું હતું અને આમાં બંનેનું મોત થતા પરિવારમાં શોકનું મોજું ફેલાઇ ગયું હતુ. હાલ તો એસીમાં કેમ બ્લાસ્ટ થયો તે અંગે કોઈ માહિતી સામે આવી નથી.

ઉલ્લેખનીય છે કે, એર કંડિશનરમાં બ્લાસ્ટની બે ખબરો 31 જુલાઈના રોજ પણ આવી હતી. તમિલનાડુના ચેન્નઈના એક વિસ્તારમાં ACમાં બ્લાસ્ટને કારણે 27 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું. મૃતકની ઓળખ પી.શ્યામ તરીકે થઈ હતી, જે તે જ વિસ્તારમાં દૂધ વેચતો હતો. ધ હિંદુના અહેવાલ મુજબ ચેન્નાઈની ઘટનાનો ભોગ બનેલ પી શ્યામ એસી ચાલુ રાખીને સૂઈ ગયો હતો.

થોડી વાર પછી તેના રૂમમાંથી જોરદાર અવાજ આવ્યો. આ જ બિલ્ડિંગમાં રહેતો પ્રભાકરન નામનો વ્યક્તિ જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર ગયો ત્યારે તેણે જોયું કે ત્યાંથી ઘણો ધુમાડો નીકળી રહ્યો હતો.આ દરમિયાન પડોશીઓએ દરવાજો તોડ્યો ત્યાં સુધીમાં અંદરનો સામાન બળી ગયો હતો.

Shah Jina