પાટણમાં તો શખ્સને ન્હાતા-ન્હાતા એટેક આવ્યો, હે ભગવાન … કેમ ગુજરાતીઓ ને રોજે રોજ હાર્ટ એટેક આવી રહ્યા છે….જાણો સમગ્ર મામલો
ગુજરાતમાંથી હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત છે, લગભગ દરરોજ હાર્ટ એટેકથી મોતના કિસ્સા સામે આવી રહ્યા છે. કોઇને લગ્નમાં નાચતી વખતે તો કોઇને ગરબા રમતી વખતે તો કોઇને ક્રિકેટ રમતી વખતે તો કોઇને બેઠા-બેઠા કે પછી કોઇને વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાના બનાવો બને છે.

ત્યારે હાલમાં જ છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકને કારણે બે વ્યક્તિના મોત થયા હોવાનું સામે આવ્યું છે. પાટણમાં ન્હાતા સમયે રાજુભાઈ પ્રજાપતિ નામના વ્યક્તિને હાર્ટ આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને તે પછી તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

જો કે ફરજ પરના ડોક્ટરે તેમણે મૃત જાહેર કર્યા હતા. તો બીજી બીજુ સાબરકાંઠાના પ્રાંતિજના સાપડ ગામમાં વિષ્ણુભાઈ રાવળનું અચાનક હાર્ટ એટેકથી મોત થતા પરિવારજનો સહિત ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.