હે ભગવાન આ શું થઇ રહ્યુ છે…સુરતમાં હાર્ટ એટેકથી વધુ બેના મોત ! ટીવી જોતાં જોતાં તોડ્યો દમ, જાણો વધુ

ગુજરાતમાંથી હાર્ટ એટેકથી મોતને સિલસિલો યથાવત છે. અત્યાર સુધી ઘણા લોકોના હાર્ટ એટેકના કારણે મોત થઇ ચૂક્યા છે અને તેમાં પણ યુવાઓના હાર્ટ એટેકને કારણે મોત એ ચિંતાજનક બાબત છે. સુરતમાંથી હાલમાં એક જ દિવસમાં હાર્ટ-એટેકની શંકાથી મોતની બે ઘટના બની છે. સચિનમાં 46 વર્ષીય મહિલા ટીવી જોતાં જોતાં ઢળી પડી હતી. બાદમાં તેનું મોત નીપજ્યું હતું. જ્યારે સચિનના જ 27 વર્ષીય યુવકનું શ્વાસની તકલીફ બાદ મોત થયું હતું.

યુવકના પરિવારજને જણાવ્યું હતું કે અમને સાઇલન્ટ એટેક જેવું જ લાગે છે. ત્યારે બંનેના મોતનું સાચુ કારણ જાણવા તેમના મૃતદેહોનું પીએમ હાથ ધરવામાં આવ્યું છે. સચીન વિસ્તારમાં આવેલ રેલવે સ્ટેશન પાસે રહેતો 27 વર્ષીય વિકાસ લાખલાલ જમીને ઘરમાં ટીવી જોતો હતો અને આ દરમિયાન તે અચાનક બેભાન થઈ ગયો જેને કારણે તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો. પણ ત્યાં ફરજ પર હાજર ડોક્ટર દ્વારા તેને મૃત જાહેર કરાયો.

મૃતક વિકાસ મૂળ રાજસ્થાનના હનુમાન ગઢનો વતની હતો અને તે તેના બહેન બનેવી સાથે રહેતો હતો. તેના લગ્ન બે વર્ષ પહેલા જ થયા હતા. સુરતમાં તે મહિના પહેલા જ નોકરી માટે આવ્યો હતો અને કપડાના કારખાનામાં કામ કરી વતનમાં રહેતા પરિવારને મદદરૂપ થતો હતો. ત્યારે હવે દીકરાના આવી રીતે મોતથી પરિવારમાં પણ હાહાકાર મચી ગયો છે. આ ઉપરાંત બીજો એક આવો જ કિસ્સો સામે આવ્યો છે.

જેમાં પણ ટીવી જોતા જોતા 43 વર્ષીય મહિલાને હાર્ટ એટેક આવી ગયો અને તેનું મોત નીપજ્યું. સચિન વિસ્તારમાં આવેલ કનકપુર ખાતે રહેતા નયનાબેન રાઠોડના ઘર નીચે લગ્ન પ્રસંગ હતો અને તેઓ ત્યાં જમીને ઘરે આવ્યા અને પછી ટીવી જોતા હતા. અચાનક તેઓ બેભાન થઈ જતા તેમને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવાયા પણ ફરજ પર હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા. મૃતક મૂળ વલસાડના વતની હતા. તેમના પતિ ડાયમંડમાં નોકરી કરે છે.

Shah Jina