હાર્ટ એટેકનો કહેર ! સુરતમાં વધુ 2 વ્યક્તિના હાર્ટ એટેકથી મોત… ઉમર ફક્ત 35 અને 41 વર્ષ હતી બોલો

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતનો સિલસિલો થમી નથી રહ્યો, લગભગ દરરોજ કોઇના કોઇ હાર્ટ એટેકથી જીવ ગુમાવી રહ્યુ છે. ત્યારે હાલમાં સુરતમાંથી એક જ દિવસમાં બે વ્યક્તિને હાર્ટ એટેક આવવાની ઘટના સામે આવી. 35 વર્ષીય યુવક અને એક રત્નકલાકારનુ હાર્ટ એટેકથી મોત થયું.

સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા ધર્મવીર નામનો 35 વર્ષીય યુવક કલર કામ કરીને ઘરનું ગુજરાન ચલાવતો હતો અને દરરોજની જેમ તે કલરકામ કરવા ગયો અને તે સમયે જ એક સાઈટ પર કલર કામ કરતી વખતે અચાનક તેને છાતીમાં દુખાવો ઉપડ્યો. જો કે, તે બાદ તેની સાથે કામ કરતા અન્ય કામદારો તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા પરંતુ તબીબે તેને મૃત જાહેર કર્યો.

યુવકના મોતનું પ્રાથમિક કારણક હાર્ટ એટેક હોવાનું કહેવાઇ રહ્યુ છે. ત્યારે આ ઘટનાથી પરિવારમાં પણ શોકનો માહોલ છવાઇ ગયો છે. બીજા કિસ્સાની વાત કરીએ તો, ઓલપાડના જીણોદ ગામના 42 વર્ષીય વિપુલભાઇ કે જે રત્નકલાકાર તરીકે કામ કરતાં હતા. તેઓ પોતાના ઘરમાં જ અચાનત ઢળી પડ્યા અને તે પછી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પણ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina