જ્યોતિષ શાસ્ત્ર

આજે સોમવારના દિવસે મહાદેવની કૃપાથી 3 રાશિના લોકોને મળશે શુભ સમાચાર, જાણો રાશિફળ

1. મેષ – અ, લ ,ઈ (Aries):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આર્થિક તંગીથી બચવા માટે ખર્ચ ઓછો કરો. મિત્રો અને સંબંધીઓ પાસેથી ગિફ્ટ મળી શકે છે. તમારા પરિવારનો સહયોગ જ તમારા કામના ક્ષેત્રમાં સારા પ્રદર્શન માટે જવાબદાર છે.
આજના દિવસે જીવનસાથી સાથે કોઈ વાતને લઈને ઝઘડો થઇ શકે છે. આજના દિવસે પ્રિય વ્યક્તિને દિલની વાત કરવાથી મન હળવું થશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આ રાશિના જાતકોએ આજના દિવસે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. આજના દિવસે ખાવા-પીવામાં ધ્યાન આપવાથી સ્વાસ્થ્ય સારું રહેશે. દરરોજ કસરત કરો. સંપત્તિને લઈને વિવાદ થઇ શકે છે. આ વિવાદને શાંત મગજથી નિરાકરણ લાવવાની કોશિશ કરો. આજના દિવસે તમારા પ્રિય વ્યક્તિનો મૂડ બદલવાની કોશિશ કરશો. કરિયરથી જોડાયેલા ફેંસલા ખુદ જ લો. આજના દિવસે જીવનસાથી કોઈ બાબતે ઝઘડો થઇ શકે છે. આજના દિવસે કામને લઈને ગડબડ થઇ શકે છે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આ રાશિના જાતકોએ આજના દિવસે સ્વાસ્થ્યને લઈને કાળજી રાખવાની જરૂર છે. અચાનક જ સંબંધીઓ તરફથી ગિફ્ટ મળી શકે છે. આજના દિવસે તમારા પ્રિય વ્યક્તિ સાથે ઝઘડો થઇ શકે છે જેની અસર તમારા મગજ પર થશે. આજના દિવસે વેપારીઓ સાથે લેન-દેણને લઈને મુશ્કેલી થઇ શકે છે. આજના દિવસે સમજી વિચારીને આગળ વધો. આજના દિવસે સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે. આજના દિવસે પ્રિય વ્યક્તિ સાથે રહેવા માટે સારો છે.
4. કર્ક – ડ, હ (Cancer):
આ રાશિના જાતકો માટે આજના દિવસે દાન-પુણ્ય કરવાથી મનને શાંતિ મળશે. આજના દિવસે તમારે આર્થિક પરેશાનીનો સામનો કરવો પડશે. આજના દિવસે જરૂરિયાતથી વધુ ખર્ચ થઇ શકે છે. આજના દિવસે સાવધાની રાખવી પડશે અન્યથા નુકસાન પહોંચી શકે છે. ઘરમાં કોઈ કારણે ઝઘડો થઇ શકે છે. આજના દિવસે કોઈ સાથે મિત્રતા કરવાથી બચો. આજના દિવસે ભવિષ્યની યોજના વિષે કંઈક વિચાર કરી શકો છો.

5. સિંહ – મ, ટ (Leo):
ભવિષ્યની ચિંતા આજના દિવસે તમને બેચેન કરી શકે છે. આજના દિવસે પ્રિયની વાત પર જરૂરિયાત કરતા વધુ સંવેદનશીલ રહેશે. કામને લઈને આજના દિવસે ગંભીર રહેવું પડશે. આજના દિવસે જીવનસાથીની તબિયત બગડતા તમારી પરેશાની વધી શકે છે. આજે એ લોકો માટે કંઈક કરો જે તમારી માટે કંઈ પણ નથી કરતા.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આ રાશિના જાતકો આજના દિવસે કોઈની નિંદા કરવાથી બચો. જેની ખરાબ અસર તમારી પર પડી શકે છે. આજના દિવસે તમને ક્યાંકથી પૈસા મળી શકે છે. આ રાશિના જાતકો આજના દિવસે ક્યાંક રોકાણ કરશે જેનો ફાયદો થશે. આજે તમે જેના પર આંધળો વિશ્વાસ કરો છો તે વિશ્વાસ તોડી નાખશે. વકીલ પાસે જઈને કાનૂની સલાહ લેવા માટે દિવસ સારો છે. પરણિત લોકો માટે ગૃહસ્થ જીવન સારું રહેશે.

7. તુલા – ર, ત (Libra):
આ રાશિના જાતકો આજે તેના વિચારોને મગજ પર હાવી ના થવા દે નહીં તો તણાવમાં વધારો થઇ શકે છે. આજના દિવસે ક્યાંક રોકાણ કરવાથી ફાયદો મળી શકે છે. આજના દિવસે તમને કોઈ નવી જાણકારી મળી શકે છે. આજના દિવસે જીવનસાથીની નિકટ આવી શકો છો. આજના દિવસે પરિવાર સાથે ક્યાંક બહાર જવાનું થઇ શકે છે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ આરામદાયક રહેશે. રોકાણ કરવાથી આજના દિવસે ફાયદો થશે. આજના દિવસે માતા-પિતાના ગુસ્સાનો શિકાર થઇ શકો છો. માતા-પિતાને ખુશ રહેવા માટે સંતુલન રાખવું જરૂરી છે. આજનો દિવસ ખરીદીમાં વિતાવશો. આજના દિવસે સ્વાસ્થ્યને લઈને થોડી પરેશાની થઇ શકે છે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આ રાશિના જાતકોમાં આજના દિવસે શરીરમાં કોઈ દુખાવો થઇ શકે છે. કોઈ એવા કામથી બચો જેમાં વધુ શારીરિક મહેનતની જરૂર હોય. આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. પરંતુ કોઈ ખર્ચ ના કરો. આજે તમારે એવું કામ કરવું પડી શકે છે જેનાથી તમે લાંબા સમયથી બચવાની કોશિશ કરી રહ્યા હોય. આજના દિવસે જીવનસાથી સાથે કોઈ મહત્વની ચર્ચા થઇ શકે છે.

10. મકર – જ, ખ (Capricorn):
આ રાશિના જાતકો માટે આ સમય સારો રહેશે. ધંધામાં ભાગીદાર સાથે કોઈ પણ પ્રકારનું વધુ રોકાણ કરવાનું ટાળો. આજના દિવસે આ રાશિના જાતકોને શાંતિ મળશે. આજના દિવસે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. આજના દિવસે જીવનસાથી સાથે તણાવને લઈને સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. બાળકો સાથે સમય વિતાવીને શાંતિ મળશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. આજના દિવસે તમે લાંબાગાળા માટે રોકાણ કરવાથી સારો ફાયદો મળી શકે છે, આજના દિવસે એવું કામ ના કરો જેનાથી તમને તકલીફ પડી શકે છે. આજના દિવસે તમારા પ્રિય વ્યક્તિ સાથે સમય વિતાવવાની જરૂર છે જેથી એકબીજાને સારી રીતે સમજી શકો. આજના દિવસે કોઈ તકલીફ હોય તો તેનું તરત જ નિરાકરણ કરો નહીં તો મોટી સમસ્યા થઇ શકે છે. પરણિત લોકો માટે આજનો દિવસ સારો રહેશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. આજના દિવસે કોઈ સાથે ખરાબ વર્તન ના કરો નહીં તો કોઈને પણ દુઃખ થઇ શકે છે. આજના દિવસે પરિવારમાં કોઈને દુઃખી કરી શકો છો જેનાથી સંબંધમાં તિરાડ આવી શકે છે. આજના દિવસે કોઈ સાથે ઝઘડો થઇ શકે છે. આજના દિવસે તમારા પ્રિય વ્યક્તિ સાથે અણબનાવ થઇ શકે છે. આજના દિવસે જુના દિવસોને યાદ કરીને ખુશ થઇ શકો છો. આજના દિવસે ખર્ચ થઇ શકે છે.